ઝીરો બજેટમાં તરબૂચની ખેતી કરીને વડોદરાના 2 ખેડૂતોએ 3 મહિનામાં લાખો કમાવ્યા
Trending Photos
- વડોદરા જિલ્લાના બીથલી ગામના ખેડૂતે ઝીરો બજેટ ખેતીમાં તરબૂચની ખેતી કરી 3 મહિનામાં લાખો રૂપિયાની આવક મેળવી છે
- સેમિનારમાં શીખવ્યા પ્રમાણે પ્રદીપ પટેલે 10 વીઘા જમીનમાં ઝીરો બજેટ તરબૂચ ખેતીની શરૂઆત કરી હતી
- ખેડૂતે શરૂઆતમાં તરબૂચના બીજ રોપ્યા અને ત્રણ મહિનાની અંદર ખેડૂત પ્રદીપને 7 લાખ રૂપિયાની કમાણી થઈ
ચિરાગ જોશી/ડભોઈ :હાલ રોકડીયા પાકમાં ટેકાના ભાવથી લઈ પાકમાં રોગ આવતા સુધી તકલીફો ખેડૂતો વેઠી રહ્યાં છે. આવામાં વડોદરા પાસેના શિનોર તાલુકાના બીથલી ગામના પ્રગતિશીલ ખેડૂત દ્વારા ઝીરો બજેટમાં તરબૂચની ખેતી કરીને માત્ર 3 મહિનામાં જ લાખો રૂપિયાની કમાણી કરી છે. આમ આ ખેડૂત વડોદરા જિલ્લાના ખેડૂતો માટે આદર્શરૂપ બન્યા છે.
પ્રગતિશીલ ખેડૂતનો વિચાર
શિનોર તાલુકાના બીથલી ગામના રહેવાસી પ્રદીપ પટેલ અને સુભાષ પાલેકરે ઝીરો બજેટ ખેતીમાં સેમિનારમાં ભાગ લીધો હતો. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ખેડૂતો પાસે ઘણા બધા ઉપાયો છે. જેથી ઝીરો બજેટ ખેતી કરી તેઓ આર્થિક રીતે સદ્ધર બની શકે છે. ત્યારે પ્રગતિશીલ ખેડૂત પ્રદીપ પટેલને થયું કે, જે રીતે સેમિનારમાં ખેતીના નિયમો વિશે બતાવાયું છે. તો કેવી રીતે આપણે પણ આપણા ખેતરમાં આ રીત અપનાવી છે. તેમણે સુભાષ પાલેકરને આ વિશે જાણ કરી હતી. તેમણે વિચાર્યું કે, આ પદ્ધતિથી ખેતી કરીશું તો ઓછી મહેનતે વધુ કમાઈ શકાશે. જેને લઇને બંને ખેડૂત દ્વારા પોતાના ખેતરમાં 10 વીઘા જમીન પર ઝીરો બજેટ તરબૂચની ખેતીની શરૂઆત કરાઈ હતી.
આ પણ વાંચો : વિશ્વાસ ન થાય તેવો કિસ્સો રાજકોટમાં બન્યો, 13 વર્ષની કિશોરી પર 12 વર્ષના બે કિશોરોનું સામૂહિક દુષ્કર્મ
3 મહિનામાં લાખોની કમાણી
સુભાષ પાલેકરે શિબિરમાં જણાવ્યું હતું કે, રોકડિયા પાક કરતા શાકભાજી ફ્રુટ જેવી ખેતી કરવાથી મહેનત ઓછી અને ફળ વધુ મળે છે. બંને ખેડૂતોએ શરૂઆતમાં તરબૂચના બીજ પાથરવામાં આવ્યા હતા, ત્યારે તેમને વિશ્વાસ ન હતો કે આટલો નાનો બીજ ત્રણ મહિનાની અંદર પોષણ થઇ શકશે. આખરે ત્રણ મહિનામાં જ પ્રગતિશીલ ખેડૂત પ્રદીપ પટેલે 7 લાખ રૂપિયાની કમાણી કરી હતી.
દવાનો ઉપયોગ
આ તરબૂચને જોઈને વિચાર ન આવે કે, ત્રણ મહિનામાં પાંચ કિલોનું તરબૂચ કેવી રીતે મળી શકે. જરૂર રાસાયણિક દવાનો ઉપયોગ કર્યો હશે. આ તરબૂચમાં કોઈપણ રાસાયણિક દવા નાંખવામાં આવી નથી. જેમાં માત્ર જીવામમૃત (ગાયમૃત), દશપરિનનો અર્ગ, ગાયની ખાટી છાશ, હિંગ જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને તરબૂચને ઉગાડવામાં આવ્યા છે. ઝીરો બજેટમાં તરબૂચની ખેતીને સફળ બનાવી છે. એટલું જ નહીં ખેડૂત પ્રદીપ પટેલના મતે પાકની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જીવામૃતનો ઉપયોગ વધુ હિતાવહ છે તેવુ તેમણે જણાવ્યું.
આ પણ વાંચો : વ્હાલસોયી દીકરીની દુષ્કર્મ બાદ થયેલી હત્યા જીરવી ન શકનાર પિતાએ ફિનાઈલ પીને મોત વ્હાલુ કર્યું
તરબૂચનું વેચાણ
હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. જેમાં તરબૂચનો ઉપાડ સૌથી વધારે હોય છે. જેના કારણે ઝીરો બજેટ ખેતીથી બંને ખેડૂતોએ પકવેલા તરબૂચ વડોદરા, સુરત, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા છે. એટલું જ નહિ, ઝીરો બજેટ ખેતી પકવેલા તરબૂચમાં બહાર લારી ઉપર મળતા તરબૂચની મીઠાશ કરતા 40% મીઠાશ આ તરબૂચમાં રહેલી છે. તેથી જ આ તરબૂચની માંગ અલગ અલગ જિલ્લાઓમાં વધવા લાગી છે.
નફો વધારે કેમ તેનું કારણ
હાલ વાતાવરણમાં સ્ટેબિલિટી રહેલી નથી. સાથે સાથે બજારમાં મળતી રાસાયણિક દવાઓ દિવસેને દિવસે મોંઘીદાટ બનતી જાય છે. જેના કારણે ઝીરો બજેટ ખેતીમાં એવો કોઈ મોટો ખર્ચો હોતો નથી અને જીવામમૃત, ખાટી છાશ અને હિંગ જેવી વસ્તુઓ સસ્તા ભાવે આરામથી ગામડાઓમાં મળી રહે છે. જેના કારણે ઝીરો બજેટ ખેતી કરવાથી મહેનત ઓછી ફળ વધુ મળે છે.
આ પણ વાંચો : દુષ્કર્મની ઘટનાથી શર્મશાર ગુજરાત, 3 વર્ષની બાળકીની હત્યા કરી તેના ટુકડા કોથળામાં ભરીને ફેંક્યા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે