અમેરિકામાં લાગેલા ગંભીર આરોપ પર અદાણીનું મોટું નિવેદન- 'ફેંસલો કોર્ટમાં થશે'
અદાણી સમૂહ પર લાગેલા આરોપો અંગે હવે જવાબ સામે આવ્યો છે. ગૌતમ અદાણીની કંપની અદાણી સમૂહના પ્રવક્તાએ પ્રેસ રિલીઝ બહાર પાડીને અમેરિકી અધિકારીઓ દ્વારા લગાવવામાં આવેલા લાંચના આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે.
Trending Photos
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને અદાણી સમૂહના માલિક ગૌતમ અદાણી પર અમેરિકામાં ગંભીર આરોપો લાગ્યા છે. સમાચાર એજન્સી રોયટર્સ અને બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ ગૌતમ અદાણી સહિત સમૂહના 7 લોકો પર ગ્રીન એનર્જીનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતના સરકારી અધિકારીઓને 25 કરોડ ડોલરથી વધુની લાંચ આપવાનો આરોપ છે. આ આરોપ અમેરિકી પ્રોસીક્યુટર્સે લગાવ્યા છે. આ મામલે ગૌતમ અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર થયું હોવાનું પણ કહેવાય છે. રિપોર્ટ આવ્યા બાદ અદાણી સમૂહના તમામ શેરમાં કડાકો બોલાયો.
અદાણી સમૂહનો જવાબ
અદાણી સમૂહ પર લાગેલા આરોપો અંગે હવે જવાબ સામે આવ્યો છે. ગૌતમ અદાણીની કંપની અદાણી સમૂહના પ્રવક્તાએ પ્રેસ રિલીઝ બહાર પાડીને અમેરિકી અધિકારીઓ દ્વારા લગાવવામાં આવેલા લાંચના આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે તમામ આરાપ બેસલેસ અને નિરાધાર છે. અદાણી સમૂહના પ્રવક્તાએ કહ્યું કે સમૂહ તમામ કાનૂનોનું સંપૂર્ણ રીતે પાલન કરી રહ્યું છે. અદાણી સમૂહે શેરધારકોને ભરોસો અપાવતા કહ્યું કે અમેરિકી એજન્સીઓ તરફથી લાગેલા આરોપ પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે સમૂહ તરપથી તમામ શક્ય કાનૂની ઉપાય થઈ રહ્યા છે. તેમણે શેરધારકોને ભરોસો દાખવતા લખ્યું કે અદાણી સમૂહ હંમેશા પારદર્શકતા અને રેગ્યુલેટરીના નિયમોનું પાલન કરે છે અને આગળ પણ કરશે. સમૂહ પોતાના શેર ધારકો, પાર્ટનર્સ અને કર્મચારીઓને ભરોસો અપાવે છે કે અમે કાયદાનું પાલન કરનારું સંગઠન છીએ.
Adani Group Spokesperson says, "The allegations made by the US Department of Justice and the US Securities and Exchange Commission against directors of Adani Green are baseless and denied. As stated by the US Department of Justice itself, "the charges in the indictment are… pic.twitter.com/rSuxuHTFUo
— ANI (@ANI) November 21, 2024
જ્યાં સુધી દોષિત નહીં ત્યાં સુધી બધા નિર્દોષ
અદાણી સમૂહે કહ્યું કે અમેરિકી ન્યાય વિભાગે પોતે કહ્યું છે કે અભિયોગ તરફથી લગાવવામાં આરોપો હાલ આરોપ છે અને જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી બધા નિર્દોષ છે. અદાણી સમૂહના પ્રવક્તાએ કહ્યું કે અદાણી ગ્રીનના ડાઈરેક્ટર્સ વિરુદ્ધ અમેરિકી ન્યાય વિભાગ અને અમેરિકી પ્રતિભૂતિ અને વિનિમય આયોગ દ્વારા લગાવવામાં આવેલા આરોપો નિરાધાર છે. સમૂહ એ આરોપોને ફગાવે છે. અદાણી પ્રવક્તાએ કહ્યું કે જેમ કે અમેરિકી ન્યાય વિભાગે પોતે કહ્યું છે કે અભિયોગમાં લગાવવામાં આવેલા આરોપ એ આરોપ છે અને પ્રતિવાદીઓ જ્યાં સુધી દોષિત ન ઠરે ત્યાં સુધી નિર્દોષ ગણાશે. તેમણે કહ્યું કે સમૂહ દરેક શક્ય કાનૂની મદદ લઈ રહ્યું છે.
આરોપ બાદ લીધો મોટો નિર્ણય
અમેરિકામાં લાંચ અને ફ્રોડના આરોપો બાદ અદાણી સમૂહે બોન્ડ દ્વારા ફંડ ભેગું કરવાની યોજના રદ કરી. અત્રે જણાવવાનું કે અદાણી કંપનીએ બોન્ડ દ્ારા 60 કરોડ ડોલર ભેગા કરવાની યોજના બનાવી હતી. પરંતુ હવે તેને રદ કરી છે. અત્રે જણાવવાનું કે કંપનીએ બોન્ડ દ્વારા 600 મિલિયન ડોલરની રકમ ભેગી કરવાની યોજના બનાવી હતી. પરંતુ હવે તે રદ કરાઈ છે. બુધવારે જ અદાણીએ 20 વર્ષ ગ્રીન બોન્ડના વેચાણથી 600 મિલિયન ડોલર એટલે કે 50,68,29,90,000 રૂપિયા ભેગા કરવાની યોજના અંગે જાહેરાત કરી હતી.
અદાણી સમૂહ પર શું છે આરોપ
ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ફ્રોડ અને લાંચના આરોપ લાગ્યા છે. તેમના પર આરોપ છે કે તેમણે સોલર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 250 મિલિયન ડોલરની લાંચનું વચન આપ્યું. તેમના પર આરોપ છે કે તેમણે લાંચની આ રકમ ભેગી કરવા માટે અમેરિકી, વિદેશી રોકાણકારો અને બેંકોને ખોટું કહ્યું. જે પ્રોજેક્ટ માટે લાંચ આપવાનું વચન આપવામાં આવ્યું હતું તેનાથી 20 વર્ષમાં 2 બિલિયન ડોલરથી વધુના નફાનું અનુમાન હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે