ખતરનાક થઈ US-China ટ્રેડ વોર, વર્લ્ડ ઈકોનોમી પર સંકટના વાદળો છવાયા

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોર ક્યાંયથી અટકતી જોવા મળી રહી નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન વિરુદ્ધ સતત આકરા નિવેદન આપી રહ્યાં છે અને ટેરિફ વધારી રહ્યાં છે.

ખતરનાક થઈ US-China ટ્રેડ વોર, વર્લ્ડ ઈકોનોમી પર સંકટના વાદળો છવાયા

નવી દિલ્હી: અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોર ક્યાંયથી અટકતી જોવા મળી રહી નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન વિરુદ્ધ સતત આકરા નિવેદન આપી રહ્યાં છે અને ટેરિફ વધારી રહ્યાં છે. ટ્રમ્પે ફરી એકવાર કહ્યું કે તેઓ ચીનથી આયાત થનારા સામાન પર વધુ ટેરિફ લગાવશે. 1 ઓક્ટોબરથી 250 બિલિયન ડોલર ચાઈનીઝ માલ પર અમેરિકા 25 ટકાની જગ્યાએ 30 ટકા ટેરિફ વસૂલશે. આ બાજુ 1 સપ્ટેમ્બરથી 300 બિલિયન ડોલરના ચાઈનીઝ માલ પર અમેરિકાએ ટેરિફ 10 ટકાથી વધારીને 15 ટકા કર્યો છે. 

જુઓ LIVE TV

ટ્રમ્પની આ જાહેરાત અગાઉ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે જાહેરાત કરી હતી કે તેઓ અમેરિકાથી આયાત થનારા 75 બિલિયન ડોલરની પ્રોડક્ટ પર વધુ ટેરિફ લગાવશે. અમેરિકાથી આયાત થનારી લગભગ 5000 વસ્તુઓ પર ચીન 5-10 ટકા ટેરિફ વધારવા અંગે વિચારી રહ્યું છે. તેમાં ત્યાંથી આયાત થતા એગ્રીકલ્ચર, એરક્રોફ્ટ અને ક્રુડ ઓઈલ સામેલ છે. આ ઉપરાંત તેઓ અમેરિકાથી આયાત થનારા કાર કંપોનેન્ટ ઉપર પણ ફરીથી 25 ટકા ટેરિફ લગાવશે. આ નિર્ણયને બે તબક્કામાં 1 સપ્ટેમ્બર અને 15 ડિસેમ્બરના રોજથી લાગુ કરવામાં આવશે. 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news