Upcoming IPOs in December: આવી ગઈ કમાણીની તક! કાલે ઓપન થશે બે કંપનીના આઈપીઓ, પૈસાની કરી લો વ્યવસ્થા
Upcoming IPOs in December: શેર બજારમાં એક બાદ એક આઈપીઓની એન્ટ્રી થઈ રહી છે. આ વર્ષે નવેમ્બર સુધી 44થી વધુ કંપનીઓના આઈપીઓ બજારમાં આવ્યા છે. જેના દ્વારા કંપનીઓએ 35 હજાર કરોડથી વધુનું ફંડ ભેગું કર્યું છે. હવે આવતીકાલથી વધુ બે આઈપીઓ ઓપન થઈ રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ શેર બજારમાં એક બાદ એક કંપનીઓ પોતાના આઈપીઓ લઈને આવી રહી છે. ભારતીય બજારમાં ચાલુ નાણાકીય વર્ષમાં નવેમ્બર મહિના સુધી 44થી વધુ ઈશ્યૂ આવી ચુક્યા છે. તેના દ્વારા 35 હજાર કરોડ રૂપિયા ભેગા કર્યાં છે. આ મહિનો એટલે કે ડિસેમ્બરમાં પણ ઘણી કંપનીઓના આઈપીઓ આવી રહ્યાં છે. જો તમે આઈપીઓમાં રોકાણ કરવાનું પસંદ કરો છો તો આ તમારા માટે સારી તક છે. જો તમે અત્યાર સુધી આઈપીઓમાં રોકાણ કરી શક્યા નથી તો 13 ડિસેમ્બરે બે કંપનીના ઈશ્યૂ ઓપન થઈ રહ્યાં છે. પરંતુ બજારમાં જાણકારી વગર રોકાણ કરો નહીં. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝર સાથે ચર્ચા કરો. બાકી તમારે નુકસાન ઉઠાવવું પડી શકે છે.
13ના ખુલશે આ આઈપીઓ
ડિસેમ્બરમાં 13 તારીખે જે કંપનીઓના આઈપીઓ ઓપન થવાના છે, તેમાં ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયા શેલ્ટર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ છે. અફોર્ડેબલ હોમ ફાઈનાન્સ કંપની ઈન્ડિયા શેલ્ટર અને પેન્સિલ નિર્માતા ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝના આઈપીઓ 13થી 15 ડિસેમ્બર સુધી ઈન્વેસ્ટરો માટે ખુલશે. બંને કંપનીઓએ બજારમાંથી 1200-1200 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
શેર બજારમાં ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ (India Shelter Finance Corporation Limited)ના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 469-493 રૂપિયા પ્રતિ શેર છે. તેની લોટ સાઇઝ 30 શેરની છે. આઈપીઓમાં 800 કરોડ રૂપિયાના 1.62 કરોડ નવા શેર જારી કરવામાં આવશે. ઈન્ડિયા શેલ્ટરનો જીએમપી 140 રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે. એટલે કે લિસ્ટિંગના દિવસે ઈન્વેસ્ટરોને 30 ટકા આસપાસ પ્રોફીટ થઈ શકે છે.
ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ આઈપીઓ
સ્ટેશનરી અને આર્ટ પ્રોડક્ટ્સ બનાવનારી કંપની ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝના આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 750-790 રૂપિયા પ્રતિ શેર છે. આ આઈપીઓમાં 18 ઈક્વિટી શેરના એક લોટમાં બોલી લગાવી શકાય છે. આ ઈશ્યૂમાં 350 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે. ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 470 રૂપિયા ચાલી રહ્યું છે. એટલે કે ઈન્વેસ્ટરોને 60 ટકાથી વધુનો ફાયદો થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે