જેમની એમના લગ્નમાં નહોતી ચાલી મરજી એ છે ગુજરાત પોલીસના BOSS: હર્ષ સંઘવીના છે ખાસમખાસ

DGP Vikas Sahay Profile: ભલે ગુજરાત ક્રાઈમ બાબતે દેશમાં શાંતિપ્રિય રાજ્ય હોય પણ કેટલાક કેસોમાં મોખરે પણ છે. IPS વિકાસ સહાયના DGP બન્યા બાદ પરિસ્થિતિઓમાં ફેરફાર થયા છે પણ આજે પણ ગુજરાત એ સુરક્ષાની બાબતમાં સૌથી વધારે એલર્ટ રાજ્ય છે. અહીં આપણે IPS વિકાસ સહાયની વાત કરી રહ્યાં છે. જેઓ કઈ સ્થિતિમાં ips બન્યા, કેવો છે પરિવાર અને ગુજરાતમાં કેવી રહી છે કારકીર્દી...

જેમની એમના લગ્નમાં નહોતી ચાલી મરજી એ છે ગુજરાત પોલીસના BOSS: હર્ષ સંઘવીના છે ખાસમખાસ

DGP Vikas Sahay Profile: અડધી રાતે પણ ગુજરાતમાં 2 કિલો સોનું પહેરીને કોઈ પણ નીકળી શકે છે. આ માટે ભલે લોકો સરકાર અને પોલીસની કામગીરીની વાહવાહી કરતા હોય પણ એક વ્યક્તિ એવા પણ છે કે એ દિલથી સ્વીકારે છે કે પોલીસ અને કાયદો વ્યવસ્થા ઉત્તમ છે પણ સાથે સાથે ગુજરાતના લોકો સારા છે, લોકોનું કલ્ચર, માનસિકતા અને શાંતિપ્રિય ગુજરાતીઓને કારણે આ શક્ય છે. પોલીસની કામગીરી બેસ્ટ પણ ગુજરાતી પ્રજાનું નેચર પણ આ માટે જવાબદાર છે. આ શબ્દો છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જેના શીરે છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી જેમની પર સૌથી વધારે ભરોસો કરે છે એ ગુજરાતના ડીજીપી વિકાસ સહાયના... વિકાસ સહાયના ભાઈને 2 દિવસ પહેલાં બંગાળના ડીજીપી બનાવાયા હતા પણ તેઓ એપ્રિલમાં નિવૃત્ત થતા હોવાથી આ જવાબદારી બીજા આઈપીએસ અધિકારીને સોંપાઈ હતી. વિકાસ સહાય હાલમાં સરકારની ગુડબુકમાં છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એમની કામગીરી સારી રહી છે. 

 હર્ષ સંઘવીનો જીત્યો છે ભરોસો

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ખાસ ગણાય છે પણ આગામી સમય જ બતાવશે કે સહાય એમનો ભરોસો જીતવામાં સફળ રહેશે કે કેમ? કારણ કે માથે કાંટાળો તાજ છે અને ગુજરાત જેવા રાજ્યની જવાબદારી છે. કહેવાય છે કે વિકાસ સહાય એકદમ પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારી છે પણ આપણે અહીં જોઈશું તેઓ કેવા સંજોગોમાં ગુજરાતના DGP બન્યા છે. ગુજરાત રાજય પોલીસનું પ્રાથમિક ધ્‍યેય, ગુજરાતની બહુવિધતા ધ્‍યાને લેતાં તથા બંધારણીય વ્‍યવસ્‍થા અને કાયદાકીય વ્‍યવસ્‍થાની જોગવાઇ મુજબ જાહેર વ્‍યવસ્‍થાની જાળવણી, આંતરિક સલામતી અને ગુન્હાઓ શોધવાનું તેમજ અટકાવવાનું છે. 

ભલે ગુજરાત ક્રાઈમ બાબતે દેશમાં શાંતિપ્રિય રાજ્ય હોય પણ કેટલાક કેસોમાં મોખરે પણ છે. IPS વિકાસ સહાયના DGP બન્યા બાદ પરિસ્થિતિઓમાં ફેરફાર થયા છે પણ આજે પણ ગુજરાત એ સુરક્ષાની બાબતમાં સૌથી વધારે એલર્ટ રાજ્ય છે. રાજ્યના 6 IPSને પાછળ રાખીને ગુજરાતના  DGP બનનારા વિકાસ સહાયની વાત કરીએ તો ધનબાદ બિહારના એક વેલએજ્યુકેટેડ પરિવારના દીકરાના હાથમાં આજે ગુજરાતના કાયદો અને વ્યવસ્થાની કમાન છે. 

બીજા ટ્રાયે UPSCની પરીક્ષા પાસ કરી
1989 બેચના IPS અધિકારી DGP વિકાસ સહાયની વાત કરીએ તો બિહારમાં જન્મેલા વિકાસ સહાયે ધનબાદમાં ડી નોબેલી સ્કૂલમાં અભ્યાસ બાદ બિહાર નેશનલ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. જ્યારે દિલ્હી યુનિ.માંથી તેઓએ માસ્ટર્સ કર્યું છે. પરિવારની વાત કરીએ તો વિકાસ સહાયને એ 3 ભાઈઓ છે. દાદા ધનબાદમાં મોટા વકીલ તો પિતા પણ રિટાયર્ડ થયા ત્યારે જનરલ મેનેજર હતા. 

આમ પરિવાર વેલ એજ્યુકેટેડ છે. પત્ની સાથે લગ્ન થયા ત્યારે તેઓ ટ્રેઈનિંગમાં હતા. એ સમયે ફેમિલીએ કહ્યું તમારા માટે છોકરી ફાયનલ કરી છે. જેઓએ એ ઘટનાના 3 મહિના બાદ અનુરાધાજીને પહેલીવાર મળ્યા હતા. આમ જે પરિવારે પસંદ કરી એમના સાથે મેરેજ થયા એમના દીકરા અને દીકરીનું ભલે શિક્ષણ અમદાવાદ અને સુરતમાં થયું છે પણ તેઓ આજે દિલ્હીમાં વકીલાતનો વ્યવસાય કરે છે. વિકાસ સહાયે ભલે બીજા ટ્રાયે UPSCની પરીક્ષા પાસ કરી IPS બન્યા હોય પણ તેઓ જિંદગીની પરીક્ષામાં પાસ થયા છે.

પોલીસકર્મીઓ તૈયાર કરવામાં સિંહફાળો...
વિકાસ સહાય 1989ની બેચના અધિકારી છે, જેઓનું સૌ પ્રથમ પોસ્ટિંગ એ ગોધરામાં થયું હતું. એમની IPSની કામગીરીની વાત કરીએ તો 1999માં આણંદ એસપી બન્યા. 2001માં અમદાવાદ રુરલમાં એસપી તરીકે મૂકાયાં. એ  સમયે ગોધરાકાંડમાં ઈજાગ્રસ્ત પણ થયા હતા.  2002માં અમદાવાદમાં જ ઝોન બે અને ત્રણના ડીસીપી તરીકે આગળ વધ્યાં 2004માં ટ્રાફિક ડીસીપી, 2005માં એડિશનલ ટ્રાફિક સીપી સુધી અમદાવાદમાં જ રહ્યાં. ત્યારબાદ 2007માં તેઓ એડિશનલ સીપી તરીકે સુરત પહોંચ્યા અને 2008માં જોઇન્ટ સીપી સુરત, 2009માં આઈજી, સિક્યુરિટી, 2010માં આઈજી સીઆઈડી અને આઈજી આઈબી તરીકે સુરતમાં જ ફરજ બજાવી હતી. 

2016 સુધી રક્ષાશક્તિ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક પામ્યાં હતાં અને તે બાદ ઇન્ચાર્જ ડીજીપી નીમાયાં ત્યાં સુધી તેઓ રક્ષાશક્તિ યુનિવર્સિટીના તાલીમ મહાનિર્દેશક તરીકે કામ કરી ચૂક્યાં છે. આમ સૌથી વધારે પોલીસ કર્મચારીઓ તેમની રાહબરી હેઠળ તૈયાર થયા છે. વિકાસ સહાયે સંયુક્ત રાષ્ટ્ર પીસ કીપિંગ મિશનની તમામ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે, જેમાં 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા હતા.

6 IPSને પાછળ રાખી બન્યા DGP
રાજ્ય સરકારે ગુજરાતના નવા DG તરીકે 6 IPS અધિકારીઓના નામ પેનલમાં મોકલ્યા હતા. જેમાં અતુલ કરવાલ રાજ્યના નવા DG બને એવી પ્રબળ શકયતા હતી. આ સિવાય વિકાસ સહાય, અનિલ પ્રથમ, અજય તોમર તથા શમશેર સિંગ, વિવેક શ્રીવાસ્તવનું નામ પણ પેનલમાં હતું. જેમાં વિકાસ સહાય પર સૌથી વધારે ભરોસો મૂકાયો હતો. 

ગુજરાત એ શાંતિપ્રિય રાજ્ય હોવાથી બીજા રાજ્યોની સરખામણીમાં ક્રાઈમ રેટ ઓછો છે પણ સાયબર ક્રાઈમ, ઠગાઈ, કોમી વૈમન્સ્ય, મહિલા અત્યાચારના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે એ વિકાસ સહાય માટે ચેલેન્જ બની શકે છે. હાલમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિકાસ સહાય પર મોટો ભરોસો મૂક્યો છે પણ આગામી દિવસો જ બતાવશે કે તેઓ આ ભરોસો પર ખરા ઉતરશે કે નહીં?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news