જુલાઈમાં GST કલેક્શનમાં ઘટાડો, વીજળી વપરાશમાં સામાન્ય વધારો

જુલાઈ મહિનમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નું કલેક્શન ઓછું રહ્યું છે. તો વીજળી વપરાશમાં સામાન્ય સુધાર થયો છે પરંતુ પાછલા વર્ષના મુકાબલામાં હજુ પણ ઘટાડો છે. 
 

જુલાઈમાં GST કલેક્શનમાં ઘટાડો, વીજળી વપરાશમાં સામાન્ય વધારો

નવી દિલ્હીઃ નવા મહિનાના પ્રથમ દિવસે દેશની ઇકોનોમી સાથે જોડાયેલા બે મહત્વના આંકડા જારી થયા છે. પ્રથમ આંકડો જુલાઈના જીએસટી કલેક્શનનો છે, તો બીજો ડેટા જણાવી રહ્યો છે કે પાછલા મહિને વીજળીના વપરાશમાં શું સ્થિતિ રહી. 

જીએસટી કલેક્શનમાં ઘટાડો
સરકારી આંકડા પ્રમાણે જીએસટી કલેક્શન જૂનના 90,917 કરોડ રૂપિયાથી ઘટીને જુલાઈમાં  87,422 કરોડ રૂપિયા પર આવી ગયું. પરંતુ જુલાઈનું કલેક્શન મેના 62,009  કરોડ રૂપિયા અને એપ્રિલના 32,294 કરોડ રૂપિયાથી વધુ છે. 

નાણા મંત્રાલયના નિવેદન અનુસાર, જુલાઈ 2020મા જીએસટીની કુલ આવક 87,422 કરોડ રૂપિયા રહી, જેમાં કેન્દ્રીય જીએસટી 16147 કરોડ રૂપિયા, અને રાજ્ય જીએસટી 21418 કરોડ રૂપિયા અને ઇન્ટિગ્રેટેડ જીએસટી 42,592 કરોડ રૂપિયા રહ્યું. ઈન્ટિગ્રેટેડ જીએસટીમાં વસ્તુઓના આયાત પર લગાવવામાં આવેલ  20,324 કરોડ રૂપિયાનો ટેક્સ સામેલ છે. 

કેમ થયો ઘટાડો
મંત્રાલયે કહ્યું કે, જુલાઈનું જીએસટી કલેક્શન જૂનની તુલનામાં ઓછું છે, પરંતુ તે ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે કે જૂમાં મોટી સંખ્યામાં કરદાતાઓએ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2020 સંબંધિત ટેક્સની ચુકવણી કરી હતી. મહત્વનું છે કે કરદાતાને કોરોના વાયરસ મહામારીને કારણે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં જીએસટી ચુકવણીમાં રાહત આપવામાં આવી હતી. 

વીજળીનો વપરાશ સામાન્ય વધ્યો
આર્થિક ગતિવિધિઓ વધવાથી જુલાઈમાં વીજળીના વપરાશમાં સામાન્ય વધારો થયો છે અને તે 113.48 અબજ યૂનિટ રહ્યો. તો પાછલા વર્ષે જુલાઈમાં વીજળીનો વપરાશ  116.48 અબજ યૂનિટ રહ્યો હતો. સ્પષ્ટ છે કે હજુ સ્થિતિ સામાન્ય નથી. પરંતુ આશા કરવામાં આવી રહી છે કે ઓગસ્ટમાં વીજળીના વપરાશ પોતાના સામાન્ય સ્તરે પહોંચી જશે. 

તમને જણાવી દઈએ કે સરકારે કોવિડ-19ના પ્રસારને રોકવા માટે 25 માર્ચ, 2020થી દેશભરમાં લૉકડાઉન લગાવ્યું હતું. તેનાથી વીજળીના કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ટ અને ખર્ચમાં મોટો ઘટાડો આવ્યો હતો. જૂનમાં વીજળીનો વપરાશ 10.93 ટકા ઘટીને  105.08 અબજ યૂનિટ રહ્યો હતો. આ રીતે દેશમાં મે મહિનામાં વીજળીનો વપરાશ 14.86 ટકા અને એપ્રિલમાં 23.21 ઘટ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news