ભાવનગર: કોરોનાને કારણે માનવતા વેન્ટિલેટર પર, 3 કલાક સુધી મૃતદેહ રઝળતો રહ્યો

કોરોનાનો ભય એટલી હદે લોકોમાં મગજ પર છવાઇ ગયો છે કે માનવતા પણ મરી પરવારી હોય તેવું લાગે છે. અંતિમ વિધિ માટે આવેલી મહિલાને 3 કલાક સુધી રઝળ્યો હતો. આખરે બીજા સ્મશાનગૃહમાં લઇ જઇને અંતિમ વિધિ કરવી પડી હતી. ભાવનગરનાં રહેવાસી શાંતાબેન મલાણીનું ગઇ કાલે મોત નિપજ્યું હતું. જેથી અંતિમવિધિ માટે મૃતદેહને ભાવનગરના સિંધુનગર સ્મશાનગૃહ ખાતે લઇ જવાયો હતો. જો કે સ્થાનિકોએ વિરોધ કરીને સિંધુનગર સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર થવા દીધા નહોતા. 
ભાવનગર: કોરોનાને કારણે માનવતા વેન્ટિલેટર પર, 3 કલાક સુધી મૃતદેહ રઝળતો રહ્યો

ભાવનગર : કોરોનાનો ભય એટલી હદે લોકોમાં મગજ પર છવાઇ ગયો છે કે માનવતા પણ મરી પરવારી હોય તેવું લાગે છે. અંતિમ વિધિ માટે આવેલી મહિલાને 3 કલાક સુધી રઝળ્યો હતો. આખરે બીજા સ્મશાનગૃહમાં લઇ જઇને અંતિમ વિધિ કરવી પડી હતી. ભાવનગરનાં રહેવાસી શાંતાબેન મલાણીનું ગઇ કાલે મોત નિપજ્યું હતું. જેથી અંતિમવિધિ માટે મૃતદેહને ભાવનગરના સિંધુનગર સ્મશાનગૃહ ખાતે લઇ જવાયો હતો. જો કે સ્થાનિકોએ વિરોધ કરીને સિંધુનગર સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર થવા દીધા નહોતા. 

ઘટનાની વિગતે મળતી માહિતી અનુસાર ભાવનગરમાં રહેતા શાંતાબેન મલાણીનું મોત થયું હતું. અંતિમવિધિ માટે એમ્બ્યુલન્સમાં મૃતદેહને લઇને સિંધુનગર સ્મશાનગૃહમાં ખાતે પહોંચ્યા હતા. જો કે સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સ જોઇને કોરોનાથી મોત થયું હોવાનું માની લીધું હતું. જેના પગલે વિરોધ કર્યો હતો. 

3 કલાક સુધી મૃતદેહ રઝળતો રહ્યો હતો. પણ સ્થાનિકો માન્યા નહોતા. આખરે સ્થાનિકો નહી માનતા કુંભારવાડા ખાતે આવેલા સ્મશાનગૃહમાં જઇને મોડી રાત્રે અંતિમ વિધિ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે લોકો ખુબ જ ગભરાઇ રહ્યા છે. જેથી અંતિમક્રિયામાં પણ ખુબ જ સમસ્યા થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news