સરકાર મફતમાં આપે છે LPG કનેક્શન અને 1600 રૂપિયા, જાણો તમને કેવી રીતે મળશે?
1 ફેબ્રુઆરીના રજૂ થયેલા બજેટમાં (Budget 2021) નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) ઉજ્જવલા યોજના (Ujjwala Yojana) અંતર્ગત 1 કરોડ રૂપિયા અને ગેસ કનેક્શન (Gas connection) આપવાની જાહેરાત કરી છે
Trending Photos
LPG Connection: 1 ફેબ્રુઆરીના રજૂ થયેલા બજેટમાં (Budget 2021) નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) ઉજ્જવલા યોજના (Ujjwala Yojana) અંતર્ગત 1 કરોડ રૂપિયા અને ગેસ કનેક્શન (Gas connection) આપવાની જાહેરાત કરી છે. નાણા મંત્રીએ કહ્યું કે, મફત રસોઈ ગેસ એલપીજી યોજનાનો (ઉજ્જવલા) વિસ્તાર કરવામાં આવશે અને એક કરોડ લાભાર્થીઓને તેનો ફાયદો મળશે. ઉજ્જવલા યોજનામાં વર્ષ 2011ની વસ્તી ગણતરીના હિસાબથી જે પરિવાર BPL કેટેગરીમાં આવે છે, તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.
ઉજ્જવલા સ્કીમમાં 1 કરોડ લોકો જોડવામાં આવશે
ટૂંક સમયમાં જ એક કરોડ મહિલાઓ ઉજ્જવલા સ્કીમનો (Ujjwala Yojana) ફાયદો ઉઠાવી શકે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત સરકાર ગરીબી રેખા નીચે રહેતા પરિવારોને ઘરેલૂ રસોઈ ગેસનું (LPG) કનેક્શન આપે છે આ ઉજ્જવલા યોજના અંતર્ગત કુલ 8 કરોડ BPL પરિવારોને ફ્રીમાં LPG કનેકશન ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્ય છે.
શું છે પ્રધાનમંત્રી ઉજ્જવલા સ્કીમ
ઉજ્જવલા યોજના અંતર્ગત ભારત સરકાર ગરીબી રેખા નીચે જીવતા દરેક પરિવારને ઉજ્જવલા યોજના અંતર્ગત 1600 રૂપિયાની આર્થિક સહાય કરશે. આ રકમ એલપીજી ગેસ કનેક્શન ખરીદવા માટે રહેશે. આ સાથે, પ્રથમ વખત સ્ટોવ ખરીદવા અને એલપીજી સિલિન્ડર ભરવામાં આવતા ખર્ચને પહોંચી વળવા હપ્તા (EMI) પણ પૂરા પાડી શકાય છે.
કેવી રીતે કરો આવેદન?
આજે પણ ગામડાઓની લાખો મહિલાઓ લાકડા અને છાણા પર ખાવાનું બનાવે છે, જેના કારણે આરોગ્યને અસર થાય છે. ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન મેળવવા માટે ફક્ત બીપીએલ પરિવારની મહિલા જ અરજી કરી શકે છે. આ માટે, કેવાયસી ફોર્મ ભરો અને તેને નજીકના એલપીજી સેન્ટરમાં આપવું. અરજી કરતી વખતે, તમારે એ પણ કહેવું પડશે કે શું તમે 14.2 કિલો સિલિન્ડર લેવાનું છે કે 5 કિલો. તમે ઉજ્જવલા યોજનાનું ફોર્મ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો અથવા તે એલપીજી કેન્દ્રથી પણ ઉપલબ્ધ થશે.
કયા દસ્તાવેજ છે જરૂરી?
અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ દ્વારા અધિકૃત બી.પી.એલ. કાર્ડ, બી.પી.એલ. રેશનકાર્ડ, આધારકાર્ડ, મતદાર આઈડી, પાસપોર્ટ સાઇઝ ફોટો, રેશનકાર્ડની નકલ, ગેઝેટેડ અધિકારી દ્વારા ચકાસવામાં આવેલ સ્વ-ઘોષણા પત્ર, એલઆઈસી પોલિસી, બેંક સ્ટેટમેન્ટ, BPL યાદીમાં નામની પ્રિન્ટ આઉટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે