Uberની નવી પહેલ...હવે ઘરે બેઠા બુક કરો શ્રીનગરના ડલ લેક ખાતે શિકારા, જાણો બુકિંગની સંપૂર્ણ પ્રોસેસ
જો તમે કાશ્મીરની મુલાકાતે જવાના છો તો શ્રીનગરના ડલ સરોવરમાં શિકારાની મુલાકાત લીધા વિના તમે તમારી જાતને રોકી નહીં શકો. શિકારા બુકિંગ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. હવે તમે તમારા ઘરે જ આરામથી ડલ સરોવર ખાતે શિકારા બુક કરી શકો છો. એપ આધારિત કેબ બુકિંગ કંપની ઉબેરે તેની સેવાનો વિસ્તાર કર્યો છે.
Trending Photos
Uber: જો તમે કાશ્મીરની મુલાકાતે જવાના છો તો શ્રીનગરના ડલ લેકમાં શિકારાની મુલાકાત લીધા વિના તમે તમારી જાતને રોકી નહીં શકો. શિકારા બુકિંગ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. હવે તમે તમારા ઘરે જ આરામથી ડલ સરોવરના શિકારા બુક કરી શકો છો. એપ આધારિત કેબ બુકિંગ કંપની ઉબેરે તેની સેવાનો વિસ્તાર કર્યો છે. કંપનીએ જળ પરિવહન બુકિંગ સેવા શરૂ કરી છે. કંપનીએ ઉબેર શિકારા સેવા શરૂ કરી છે. આ સેવા દ્વારા પ્રવાસીઓ એપ દ્વારા શિકારાને અગાઉથી બુક કરાવી શકે છે. જોકે કંપનીએ આ સેવા થોડા સમયથી શરૂ કરી છે. તેનો હેતુ શિકારા બુકિંગમાં રજાઓની મોસમમાં ડલ સરોવરની સુંદરતા જોવા આવતા પ્રવાસીઓને મદદ કરવાનો છે.
રાઇડ-હેલિંગ સર્વિસ પ્રોવાઇડર Uber, એશિયાની પ્રથમ જળ પરિવહન સેવા
ભારતમાં તેની પ્રથમ જળ પરિવહન સેવા શરૂ કરી છે. ઉબેર યુઝર્સ તેની એપ દ્વારા શ્રીનગરના ડલ લેક પર શિકારા રાઈડ બુક કરી શકે છે. આ પહેલ એશિયામાં કંપનીની પ્રથમ પાણી આધારિત ઓફર છે. અગાઉ, કંપની વેનિસ, ઇટાલી જેવા યુરોપીયન સ્થળોમાં કાર્યરત હતી. આ સેવા શરૂ કરવા માટે, Uber એ સાત શિકારા ઓપરેટર્સ સાથે ભાગીદારી કરી છે અને યુઝરની માંગના આધારે ધીમે ધીમે ફ્લીટ વધારવાની યોજના ધરાવે છે.
ગ્રાહકો સરકાર દ્વારા મંજૂર કરાયેલા દરે રાઈડનો આનંદ માણી શકે છે, સમગ્ર ભાડુ સીધું શિકારા ઓપરેટરોને જાય છે, કારણ કે Uber કોઈ કમિશન વસૂલતું નથી. દરેક શિકારા રાઈડમાં વધુમાં વધુ ચાર મુસાફરો બેસી શકે છે અને એક કલાક સુધી ચાલે છે. શિકારા ઘાટ નંબર 16 થી શરૂ થાય છે. બુકિંગ સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી ઉપલબ્ધ હોય છે. વપરાશકર્તાઓ તેમની સવારી 12 કલાક અગાઉ અથવા 15 દિવસ અગાઉથી શેડ્યૂલ કરી શકે છે, જે Uber વપરાશકર્તાઓને મુસાફરીનો વધુ સારો અનુભવ આપે છે.
ઉબેરનું આ નવીન પગલું માત્ર તેના સર્વિસ પોર્ટફોલિયોમાં વધારો કરતું નથી પરંતુ સ્થાનિક પ્રવાસનને પણ પ્રોત્સાહન આપે છે. કંપનીએ કહ્યું, "અમે ખૂબ જ ઉત્સાહિત છીએ કે અમે ઉબેરને શ્રીનગરમાં લાવ્યા છીએ. ઉબેર શિકારા દ્વારા, અમારો એક પ્રયાસ પ્રવાસીઓને એપ દ્વારા શિકારા બુક કરાવવાની સુવિધા આપવાનો છે. અહીં વિદેશી પ્રવાસીઓની પણ ભારે ભીડ છે. ડલ લેકની સફર આ એપ વિના અધૂરી છે, જે પ્રવાસીઓને 12 કલાક અગાઉથી રાઇડ બુક કરવાની મંજૂરી આપે છે. દરો અંગે કોઈ સમસ્યા રહેશે નહીં અને વાહનચાલકોને વ્યવસાયની તકો પણ ઉપલબ્ધ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે