Recession in US: Elon Musk ની ચેતવણી, 'જો આમ થશે તો મંદી અનેક ગણી વધી જશે'
Elon Musk: વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટ્વીટર ટેસ્લાના માલિક ઈલોન મસ્કે અમેરિકાની અર્થવ્યવસ્થા અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ફેડ રિઝર્વ વિશે ખૂબ જ ગંભીર બાબતો કહી છે.
Trending Photos
વોશિંગટનઃ Elon Musk on Fed Reserves Hike: દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ ટેસ્લા (Tesla) અને ટ્વિટર (Twitter CEO) ના માલિક એલન મસ્કે ફેડ રિઝર્વ સામે પોતાની નારાજગી જાહેર કરી છે. આગામી સપ્તાહે અમેરિકાનું કેન્દ્રીય ફેડરલ રિઝર્વ (Federal Reserve) વ્યાજદરમાં વધારો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં વધતી મોંઘવારી કાબુમાં લેવા માટે ફેડ રિઝર્વ આગામી સપ્તાહે વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી શકે છે. હવે આ મામલામાં એલન મસ્કે પોતાની પ્રતિક્રિયા આપી છે. મસ્કે કહ્યું કે જો આગામી સપ્તાહે ફેડ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે છે તો તેવામાં આવનારા દિવસોમાં અમેરિકામાં મંદી અનેક ગણી વધી જશે.
ટ્વિટરના માલિક એલન મસ્કને એક ટ્વિટર યૂઝરે પૂછ્યુ હતું કે શું તેને લાગે છે કે મંદી ક્યાં સુધી આવશે. આ સવાલનો જવાબ આપતા મસ્કે કહ્યુ કે, જો ફેડ હવે ફરી વ્યાજદરમાં વધારો કરશે તો મંદીની આશંકા ખુબ વધી જશે. નિષ્ણાંતો પ્રમાણે ફેડરલ રિઝર્વ આગામી સપ્તાહે વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે.
If the Fed raises rates again next week, the recession will be greatly amplified
— Elon Musk (@elonmusk) December 9, 2022
ફેડ વધારી શકે છે વ્યાજદર
તમને જણાવી દઈએ કે પાછલા મહિને મસ્કે કહ્યુ હતુ કે અમેરિકાની અર્થવ્યવસ્થા મંદી તરફ વધી રહી છે અને તેનું સૌથી મોટું કારણ છે ફેડરલ રિઝર્વ દ્વારા સતત વ્યાજદરમાં વધારો કરવો. મસ્કે કહ્યું હતું કે ફેડ રિઝર્વ જો દેશમાં આવનારી મંદી રોકવા ઈચ્છે છે તો જલદીથી જલદી પોતાના વ્યાજદરમાં ઘટાડો કરે. બાકી તેના કારણે અમેરિકાની અર્થવ્યવસ્થામાં મોટો ઝટકો લાગી શકે છે.
ફેડે આ પહેલાં કર્યો હતો વધારો
ધ્યાન આપવા જેવી વાત છે કે આગામી સપ્તાહમાં Fed Chair Jerome Powell એ તે સંકેત આપ્યો છે કે ફેડ રિઝર્વ જલદી પોતાના વ્યાજદરોમાં નાનો વધારો કરી શકે છે. આ વધારો 0.5 ટકાથી લઈને 0.75 ટકા સુધી હોઈ શકે છે. આ જાહેરાત 0..75 ટકા સુધી થઈ શકે છે. આ પહેલા ફેડ રિઝર્વે આ વર્ષે પોતાના વ્યાજ દરોમાં ઘણીવાર વધારો કર્યો હતો. આ પહેલા નવેમ્બરના મહિનામાં ફેડે 0.75 ટકાનો વધારો વ્યાજદરમાં કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે