પેટ્રોલની કિંમત હજી પણ વધારે દઝાડશે, ઇરાનથી સસ્તા ક્રૂડની આયાત અટકી શકે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જે દેશ ઇરાન સાથે વ્યાપારિક સંબંધો રાખશે તેની વિરુદ્ઘ કડક કાર્યવાહી થશે
Trending Photos
નવી દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી ઉચ્ચારી છે કે જે દેશ તથા એકમ ઇરાન સાથે વ્યાપારિક સંબંધો રાખથે તેની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થશે. આ પ્રતિબંધોમાં ઇરાન પાસેથી કાચા તેલની આયાતને ઘટાડીને શૂન્ય કરવાનો પણ સમાવેશ થાય ચે. ટ્રમ્પ તંત્રના એક વરિષ્ઠ અધિકારીએ સાંસદોને આ વાત કરી હતી. ભારત ઇરાન પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદે છે. અમેરિકાની નવી ચેતવણીથી ભારતના ઇરાન પાસેથી સસ્તા તેલની આયાતની આસા પર પાણી ફરી શકે છે. તેના કારણે દેશમાં ઇંધણની કિંમતમાં ઘટાડો થવાની શક્યતાઓ ધૂંધળી થતી લાગે છે. આર્થિક મુદ્દે સહાયક વિદેશ મંત્રી ભારતીય મુળના મનીષા સિંહે ગુરૂવારે સાંસદોને કહ્યું કે, આપણે તે લોકો પર કડક કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ. જે ઇરાન પર અમેરિકી પ્રતિબંધોનું પાલન કરવામાં આપણી મદદ નથી કરી રહ્યા.
ઇરાન પર લગાવાયેલા છે પ્રતિબંધો
સિંહે સાંસદ એલિયટ એન્જલના સવાલનાં જવાબમાં કહ્યું કે, ટ્રમ્પ તંત્ર પોતાનાં તમામ સહયોગીઓ અને ભાગીદારોની સાતે વાતચીત કરીને તેમને ઇરાન પર લાગેલા નવા પ્રતિબંધો પર અમલ કરવા માટે મનાવવાનાં પ્રયાસો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ઇરાન પરમાણુ સમજુતીથી પોતાને અલગ કરી લીધા બાદ ઇરાન પર નવેસરથી પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા.
પેટ્રોલની આયાત ઘટાડીને શૂન્ય કરવા માટે જણાવ્યું
અમેરિકાએ ભારત સહિત અન્ય દેશોને ઇરાનથી પેટ્રોલની આયાત ઘટાડીને ચાર નવેમ્બર સુધી શૂન્ય કરવા માટે કહ્યું છે. સાથે જ સ્પષ્ટતા કરી છે કે તેમાં કોઇ પણ પ્રકારની છૂટ આપવામાં નહી આવે. સાઉદી અરબ અને ઇરાક બાદ ઇરાન ભારત માટે ત્રીજો સૌથી મોટો કાચુ તેલ આપનાર દેશ છે. એપ્રીલ 2017થી જાન્યુઆરી 2018 દરમિયાન ઇરાને 1.84 કરોડ ટન ક્રુડ ભારતને આપ્યું હતું.
એન્જેલને પુછાયું કે, જો ચીન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા અને યૂરોપ જેવા ઘણા દેશો ઇરાન પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની ખરીદી ઝડપથી ઘટાડવાની મનાઇ કરે તો વૈશ્વિક બેંકિંગ પ્રણાલીથી તેમની બેંકોને બહાર કરી શકીએ છીએ ? શું આપણે સાચે જ તેના માટે તૈયાર છીએ ? સિંહે કહ્યું કે, અમે ઇરાન પર સૌથી કડક કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ. આપણે ઇરાન સરકારને તે દેખાડવાની જરૂર છે કે આપણે અયોગ્ય ઉદ્દેશ્યો માટે તેના પરમાણુ કાર્યક્રમના વિકાસને સહન નહી કરીએ. અમારી પોતાના સહયોગીઓ સાથે આ અંગે વાતચીત ચાલી રહી છે અને અમારૂ લક્ષ્યાંક છે કે 1 નવેમ્બર સુધીમાં ઇરાનથી કાચા તેલની ખરીદીને ઘટાડીને શૂન્ય કરી દેવી. તે અમારા માટે ખુબ જ મહત્વપુર્ણ લક્ષ્યાંક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે