દેશ કોરોનાના ભરડામા, રેલવેએ લીધો મોટો નિર્ણય!, પેસેન્જર ટ્રેનો 31 માર્ચ સુધી બંધ
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે આખા દેશમાં 31 માર્ચ સુધીમાં પેસેન્જર ટ્રેન સેવાઓ સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે. રેલવેના જણાવ્યાં મુજબ લાંબા અંતરની તમામ એક્સપ્રેસ ટ્રેનો અને ઈન્ટરસિટી ટ્રેનનું પરિચાલન 31 માર્ચના રોજ રાતે 12 વાગ્યા સુધી બંધ રહેશે. રેલવેએ જણાવ્યું કે રદ કરાયેલી ટ્રેનોની સૂચીમાં કોલકાતા મેટ્રો, કોંકણ રેલવે, પરા વિસ્તારોની ટ્રેનો પણ સામેલ છે.
રેલવે બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવાયો કે જે ટ્રેનો 22 તારીખથી 4 કલાક પહેલા દોડવાની શરૂ થઈ હતી તે પોતાના ગંતવ્ય સ્થાન સુધીની મુસાફરી પૂરી કરશે, ત્યારબાદ તેમને 31 માર્ચ સુધી બંધ કરવામાં આવશે.
માલગાડીઓની અવરજવર ચાલુ રહેશે
રેલવેએ કહ્યું કે દેશભરમાં આવશ્યક વસ્તુઓના સપ્લાયને ચાલુ રાખવા માટે માલગાડીઓ ચાલતી રહેશે. તેમની સેવાઓ રોકવામાં આવશે નહીં. આ નિર્ણય એટલા માટે લેવાયો છે કારણ કે કોરોના વાયરસના સંક્રમણના પ્રસારને રોકી શકાય.
અત્રે જણાવવાનું કે દેશભરમાં કોરોના વાયરસના કારણે 324 લોકોને ચેપ લાગ્યો છે. જ્યારે 6 લોકોના મોત થયા છે જેમાંથી 2 મોત મહારાષ્ટ્રમાં થયા છે. 22 માર્ચના રોજ એટલે કે આ જે આ વાયરસના કારણે મુંબઈ અને પટણામાં એક એક દર્દીનું મોત થયું.
આ બાજુ પંજાબમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ ફાટી નીકળ્યો છે. જેને કારણે થોડા દિવસ માટે રાજ્યના અનેક જિલ્લાઓને સંપૂર્ણ રીતે લોકડાઉ કરાયા છે. અધિકારીઓએ તેની જાણકારી આજે આપી. જલંધર, પટિયાલા, હોશિયારપુર, કપૂરથલા, ભટિંડા, અને નવાંશહેર જિલ્લા તેમા સામેલ છે. અહીંથી સૌથી વધુ સંક્રમણના મામલા સામે આવ્યાં છે.
જુઓ LIVE TV
પટિયાલામાં સંપૂર્ણ રીતે લોકડાઉન 24 માર્ચ સુધી, જ્યારે ભટિંડામાં 27 માર્ચ સુધી લાગુ રહેશે. નવાશહેર અને હોશિયારપુર જિલ્લાઓમાં તમામ પ્રતિષ્ઠાનોને 25 માર્ચ મધરાત સુધી બંધ કરાયા છે. જ્યારે કપૂરથલા જિલ્લામાં સોમવાર સુધી તે લાગુ રહેશે.
રાજસ્થાન સરકારે પણ રવિવારથી 31 માર્ચ સુધી ટોટલ લોકડાઉનની જાહેરાત કરી છે. આ દરમિયાન જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે શાકભાજી, દૂધ વગેરેની સાથે સાથે મેડિકલ સ્ટોર પણ ખુલ્લા રહેશે. આ સિવાય કોઈ દુકાન ખુલ્લી રહેશે નહીં. ગુજરાતમાં પણ મહત્વના શહેરો આંશિક લોકડાઉન રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે