આ સ્ટોકે એક ઝટકામાં ઈન્વેસ્ટરોને બનાવી દીધા કંગાળ, ₹490 થી ઘટીને ₹5 પર આવી ગયો, ડૂબી ગયા પૈસા

Top Loser Stock: શેર બજારમાં ઘણા એવા સ્ટોક છે જેમાં રોકાણ કરનારે મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ શેરમાં રોકાણ કરનારના પૈસા ડૂબી ગયા છે. રોકાણકારોને કંગાળ બનાવનાર એક શેર ફ્યૂચર લાઇફસ્ટાઇલ ફેશન લિમિટેડનો પણ છે. આ સ્ટોકના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 
 

આ સ્ટોકે એક ઝટકામાં ઈન્વેસ્ટરોને બનાવી દીધા કંગાળ, ₹490 થી ઘટીને ₹5 પર આવી ગયો, ડૂબી ગયા પૈસા

નવી દિલ્હીઃ રોકાણકારોને શેરબજારમાં બમ્પર નફો પણ મળે છે અને કેટલીકવાર તેમને નુકસાન પણ સહન કરવું પડે છે. ઘણી કંપનીઓના શેરોએ રોકાણકારોને લાખોપતિ અને કરોડપતિ બનાવ્યા છે. તે જ સમયે, એવી ઘણી કંપનીઓ છે જેમના શેરમાં રોકાણ કરનારાઓની મૂડી ડૂબી ગઈ છે. એટલા માટે શેરબજારમાં રોકાણ કરતા પહેલા એકવાર તમારા નાણાકીય સલાહકાર સાથે વાત કરો. બાકી તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. આવો જ એક સ્ટોક જે રોકાણકારોને કંગાળ બનાવી રહ્યો છે તે છે ફ્યુચર લાઇફસ્ટાઇલ ફેશન્સ લિમિટેડ (FLFL).

આ કંપની (Future Lifestyle Fashions Ltd)નાદારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. તેના શેરના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે શેરનો ભાવ 4.70 રૂપિયા પર છે. છેલ્લા એક વર્ષમાં તેમાં 75 ટકાનો ઘટાડો થઈ ગયો છે. તો છેલ્લા પાંચ વર્ષમાં શેર 99 ટકા સુધી તૂટી ચુક્યો છે. આ શેરમાં અનેક ઈન્વેસ્ટરોના નાણા ફસાયા છે. 

સતત થઈ રહ્યો છે ઘટાડો
ફ્યૂચર લાઇફસ્ટાઇલ ફેશન લિમિટેડના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્ષ 2019ના એપ્રિલ મહિનામાં કંપનીનો શેર 490 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે તે પાંચ રૂપિયાથી નીચો આવી ગયો છે. કંપની પર મોટુ દેવું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની મુંબઈ પીઠે 4 મેએ ફ્યૂચર લાઇફસ્ટાઇલ વિરુદ્ધ કોર્પોરેટ નાદારી સમાધાન કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

આ શેરમાં પણ ડૂબી રકમ
ફ્યૂચર લાઇફસ્ટાઇલ ફેશન લિમિટેડની સાથે એવા ઘણા શેર છે જેમાં ઈન્વેસ્ટરોની રકમ ડૂબી ગઈ છે. આ શેરમાં જયપ્રકાશ એસોસિએટ્સ, ફ્યૂચર રિટેલ, યસ બેન્ક, યુનિટેક, વોડાફોન-આઈડિયા સામેલ છે. આ કંપનીઓમાં રોકાણ કરનારે નુકસાન સહન કરવું પડ્યું છે. હજુ પણ આ સ્ટોકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news