Petrol ના ભાવ ગમે તેટલાં વધે તમારા ખિસ્સાને નહીં થાય અસર, આ SCOOTERS બચાવશે તમારા પૈસા!
દેશમાં પેટ્રોલના ભાવ આસ્માને પહોંચ્યા છે. વધી રહેલા ઈંધણના ભાવથી ત્રાસીને લોકો હવે ઈલેક્ટ્રિક સ્કૂટર તરફ વળ્યા છે. આજ કારણે ભારતમાં અલગ અલગ કંપનીઓએ થોડા ડ મહિનામાં અનેક શાનદાર ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા છે. BAJAJ, TVS જેવી કંપનીઓના ઈલેક્ટ્રીક સ્કૂટર્સે માર્કેટમાં ભારે ધમાલ મચાવ્યો છે.
Trending Photos
નવી દિલ્લીઃ સતત વધી રહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવે સામાન્ય માણસની કમર તોડી નાંખી છે. એક તરફ કોરોના કાળને કારણે વેપાર-ધંધાને માઠી અસર પહોંચી છે. ત્યાં બીજી તરફ વધતા જતા ઈંધણના ભાવને કારણે સામાન્ય માણસની હાલત હાલ પડતા પર પાટું સમાન છે. દેશભરમાં પેટ્રોલના ભાવ આસ્માને પહોંચ્યા છે. વધી રહેલા ઈંધણના ભાવથી ત્રાસીને લોકો હવે ઈલેક્ટ્રિક સ્કૂટર તરફ વળ્યા છે. આજ કારણે ભારતમાં અલગ અલગ કંપનીઓએ થોડાડ મહિનામાં અનેક શાનદાર ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા છે. BAJAJ, TVS જેવી કંપનીઓના ઈલેક્ટ્રીક સ્કૂટર્સે માર્કેટમાં ભારે ધમાલ મચાવ્યો છે. તમે પણ આ સ્કૂટરની સવારી કરશો તો પછી વધતા પેટ્રોલના ભાવ તમને નહીં નડે.
BEST ELECTRIC SCOOTERS IN INDIA-
ભારતમાં ધીમે-ધીમે ઈલેક્ટ્રિક સ્કૂટર્સની માગમાં વધારો થઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ વધી રહેલા પેટ્રોલના ભાવ જ છે. ઈલેક્ટ્રિક સ્કૂટર્સની કિંમત પેટ્રોલથી ચાલતા સ્કૂટર કરતા થોડી વધુ હોય છે. જો કે લોંગ ટર્મમાં આ જ સ્કૂટર્સ વધુ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે તેની માઈલેજ વધુ અને મેઈન્ટેનન્સ બહુ ઓછું હોય છે. જો તમે ઈલેક્ટ્રિક સ્કૂટર લેવાનું વિચારી રહ્યાં છો તો અમે તમને 5 સ્કૂટર વિશે તમામ માહિતી આપીશું, જેને જોઈ તમે નક્કી કરી શક્શો કે ક્યું સ્કૂટર છે તમારા માટે પરફેક્ટ.
1) BAJAJ CHETAK-
બજાજ ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં આવતાની સાથે જ ધમાલ મચી ગઈ. આ સ્કૂટરમાં 3kWhનું બેટરી પેક છે, જે 4.8kW ક્ષમતાનો પાવર આપે છે. આ મોટર 16Nmનો પીક ટોર્ક અને 6.44bhpનો મહત્તમ પાવર જનરેટ કરે છે. બજાજ ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટર એક જ ચાર્જ પર ઈકો મોડમાં 95 કિમી અને સ્પોર્ટ મોડમાં 85 કિમીની રેન્જ આપે છે. 5 એમ્પીયર સોકેટની મદદથી આ સ્કૂટર 5 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ શકે છે. તે 1 કલાકમાં 25% સુધી ચાર્જ થાય છે. કિંમતની વાત કરીએ તો ભારતમાં તેની એક્સ શોરૂમ કિંમત 1.15 લાખ રૂપિયામાં રાખવામાં આવી છે.
2) ATHER 450X-
બેંગલુરુ સ્થિત કંપની ATHER ENERGYએ ATHE 450X ઈલેક્ટ્રિક સ્કૂટર રજૂ કર્યું હતું. જેમાં 2.4 કિલોની લીથિયમ બેટરી છે. સંપૂર્ણ ચાર્જ કર્યા બાદ ઈકો મોડમાં આ સ્કૂટર 85 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. જ્યારે રાઈડ મોડમાં 70 કિલોમીટરની રેન્જ આપે છે, તો સ્પોર્ટ્સ મોડમાં 60 કિલોમીટરની રેન્જ આપે છે. 0થી 80 ટકા ચાર્જ કરવામાં સ્કૂટર ફક્ત 2 કલાકનો સમય લે છે. આ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી, 7 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે, ડિટેચેબલ બેટરી અને નેવિગેશન જેવી શ્રેષ્ઠ સુવિધાઓ આપવામાં આવી છે. દિલ્લીમાં એક્સ-શોરૂમ કિંમત 1.27 લાખ રૂપિયાથી લઈને 1.46 લાખ રૂપિયા સુધીની છે.
3) OKINAWA PRAISE PRO-
OKINAWA PRAISE PRO ઈલેક્ટ્રિક સ્કૂટર એક શાનદાર દેખાતું સ્કૂટર છે. જેમાં 2.0KWની લીથિયમ-આયન બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્કૂટરમાં રિમુવેબર બેટરીની સુવિધા પણ આપવામાં આવી છે. ઈકો મોડમાં આ સ્કૂટર 40 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ આપે છે. સ્પોર્ટ્સ મોડમાં 70 કિમી પ્રતિ કલાકની ટોચની સ્પીડ મળે છે. PRAISE PROનું બેટરી પેક 2kWHનું છે. આ સાથે કંપની 84 V/10A ચાર્જર આપે છે. જેની મદદથી તેની બેટરી 5થી 6 કલાકમાં ચાર્જ થઈ શકે છે. સિંગલ ચાર્જમાં આ સ્કૂટર 110 કિ.મી. સુધીની રેન્જ આપે છે. ડિટેચેબલ બેટરીને લીધે રેન્જ બમણી થઈ શકે છે. તેની એક્સ શોરૂમ કિંમત 79,277 રૂપિયા છે.
4) TVS iQUBE-
TVS iQUBEમાં 4.4kWની શક્તિશાળી ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. જે 140 NMનું પીક ટોર્ક જનરેટ કરે છે. ફક્ત 4.2 સેકંડમાં આ સ્કૂટર 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 78 કિમી પ્રતિ કલાકની છે. સિંગલ ચાર્જમાં આ સ્કૂટર 75 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે. ડિટેચેબલ બેટરીને લીધે, આ રેન્જને ચાર્જ દીઠ 150 કિ.મી. કરી શકાય છે. સ્કૂટર કંપનીના નેક્સ્ટ-જેન ટીવીએસ સ્માર્ટ એક્સ કનેક્ટ પ્લેટફોર્મ સાથે આવે છે. અને તે અદ્યતન ટીએફટી ક્લસ્ટર અને ટીવીએસ આઇક્યૂબ એપ્લિકેશનથી પણ સજ્જ છે. ટીવીએસ આઇક્યૂબને ભારતમાં 1,08,012 એક્સ શોરૂમની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે.
5) HERO GOGORA VIVA-
ભારતના હીરો મોટોકોર્પે(HERO MOTOCORP) તાઈવાનની ઈલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદક ગોગોરો(GOGORA) સાથે કરાર કર્યો છે. બંને ટૂંક સમયમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. વર્ષ 2019માં કંપનીએ ગોગોરો વિવા નામનું સ્કૂટર રજૂ કર્યું હતું. આ સ્કૂટર પહેલાથી જ ઘણા દેશોમાં વેચાઇ રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ગોગોરો હીરો મોટોકોર્પના ડીલરશીપ દ્વારા ભારતમાં વિવા ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે