100 રૂપિયાથી ઓછી કિંમતમાં આ બેન્કનો શેર કરાવશે મોટી કમાણી, મળી શકે છે 41% સુધીનો નફો

Top Buy Idea: બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ (Motilal Oswal) એ બેન્ક ઓફ બરોડાના શેર પર ખરીદીની સલાહ આપી છે. બેન્ક મેનેજમેન્ટને ત્રીજા ક્વાર્ટરમાં રિટેલ સેગમેન્ટના દમ પર ગ્રોથ મોમેન્ટમ બન્યું રહેવાની આશા છે. 

100 રૂપિયાથી ઓછી કિંમતમાં આ બેન્કનો શેર કરાવશે મોટી કમાણી, મળી શકે છે 41% સુધીનો નફો

નવી દિલ્હીઃ BUY call on PSU bank Stock BoB: શેર બજારમાં પોતાના પોર્ટફોલિયો માટે ક્વોલિટી શેર શોધી રહ્યાં છો તો  PSU બેન્કિંગ સ્ટોક બેન્ક ઓફ બરોડા  (Bank of Baroda) એક સારો વિકલ્પ હોઈ શકે છે. બેન્ક મેનેજમેન્ટને ત્રીજા ક્વાર્ટરમાં (Q3) રિટેલ સેગમેન્ટના દમ પર ગ્રોથ મોમેન્ટમ બન્યા રહેવાની આશા છે. બેન્કની સારી કમાણી આઉટલુક અને એસેટ ક્વોલિટીને જોતા બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ  (Motilal Oswal)  એ બેન્ક ઓફ બરોડાના શેરમાં ખરીદીની  (BUY on BoB) સલાહ આપી છે. 100 રૂપિયાથી ઓછી કિંમતનો આ બેન્ક શેરે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 30 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. 

BoB શું છે બ્રોકરેજનો મત
BoB સરકારી ક્ષેત્રની સૌથી મોટી બેન્કોમાંથી એક છે. મોતીલાલ ઓસવાલના રિપોર્ટ પ્રમાણે બીજા ક્વાર્ટરમાં બેન્કની કમાણી મજબૂત રહી છે. કોર્પોરેટ અને રિટેલ બુકને કારણે બેન્કના કારોબારી ટ્રેન્ડ્સ સારા થયા છે. બેન્ક મેનેજમેન્ટને આશા છે કે રિટેલ સેગમેન્ટના દમ પર ત્રીજા ક્વાર્ટરમાં પણ ગ્રોથ મોમેન્ટમ બનેલું રહી શકે છે. પરંતુ બેન્કના કોર્પોરેટ બુકમાં ધીમે-ધીમે રિકવરી જોવા મળી રહી છે. ત્રીજા ક્વાર્ટરમાં એસેટ ક્વોલિટી સ્થિત બનેલી રહી શકે છે. 

BoB પર 130 રૂપિયાનો ટાર્ગેટ
મોતીલાલ ઓસવાલે પોતાના ઇન્ડામેન્ટ અપડેટમાં બેન્ક ઓફ બરોડા પર બાય રેટિંગની સાથે 130 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. 11 જાન્યુઆરી 2022ના શેરનો ભાવ 92.20 રૂપિયા પર બંધ થયો. આ રીતે કરંટ પ્રાઇઝથી રોકાણકારોને આગળ પ્રતિ શેર 38 રૂપિયા કે આશરે 41 ટકાનું રિટર્ન મળી શકે છે. છેલ્લા એક વર્ષનું રિટર્ન જુઓ તો બેન્ક ઓફ બરોડામાં આશરે 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. તો છેલ્લા છ મહિના દરમિયાન સ્ટોકમાં 10 ટકાથી વધુની તેજી જોવા મળી છે. 

(ડિસ્ક્લેમરઃ અહીં શેરમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ પહેલા તમારા બ્રોકર સાથે ચર્ચા જરૂર કરો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news