મોંઘવારીના ખપ્પરમાં હોમાતી પ્રજા, 10 રૂપિયામાં એક ટામેટું મળતુ થયું તો ય સરકારના પેટનું પાણી હાલતુ નથી

ગુજરાતમાં ટામેટાં (tomato) ના વધતા ભાવથી સ્થિતિ એવી થઈ છે લગભગ 10 રૂપિયામાં એક ટામેટું મળી રહ્યું છે. ગુજરાતના મોટા શહેરોમાં ટામેટાં 80 થી 100 રૂપિયાના ભાવે એક કિલો વેચાઈ રહ્યા છે. એક કિલો ટામેટાંમાં 8 થી 10 નંગ આવતા હોય છે. જેથી સરેરાશ એક ટામેટું 10 રૂપિયામાં લોકોને પડે છે. પેટ્રોલ અને ડીઝલ (petrol diesel) ના ભાવે એક કિલો ટામેટાં મળતા હોવાથી ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. સાથે જ હોટલ અને રેસ્ટોરન્ટમાંથી પણ ટામેટાં અદ્રશ્ય થઈ રહ્યા છે.
મોંઘવારીના ખપ્પરમાં હોમાતી પ્રજા, 10 રૂપિયામાં એક ટામેટું મળતુ થયું તો ય સરકારના પેટનું પાણી હાલતુ નથી

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં ટામેટાં (tomato) ના વધતા ભાવથી સ્થિતિ એવી થઈ છે લગભગ 10 રૂપિયામાં એક ટામેટું મળી રહ્યું છે. ગુજરાતના મોટા શહેરોમાં ટામેટાં 80 થી 100 રૂપિયાના ભાવે એક કિલો વેચાઈ રહ્યા છે. એક કિલો ટામેટાંમાં 8 થી 10 નંગ આવતા હોય છે. જેથી સરેરાશ એક ટામેટું 10 રૂપિયામાં લોકોને પડે છે. પેટ્રોલ અને ડીઝલ (petrol diesel) ના ભાવે એક કિલો ટામેટાં મળતા હોવાથી ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. સાથે જ હોટલ અને રેસ્ટોરન્ટમાંથી પણ ટામેટાં અદ્રશ્ય થઈ રહ્યા છે.

વેપારીઓનું કહેવું છે કે માલની અછતના લીધે ટામેટાં સહિતના શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ગત વર્ષે શિયાળામાં ટામેટાં 10 રૂપિયાના ભાવે એક કિલો વેચાતા હતા. જેમાં આજે 10 ગણો વધારો થયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાક ધોવાઇ જતા માલની અછત ઊભી થઈ છે. જેથી કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ઊંચા ભાવે ટામેટાં ખરીદવા પડે છે. રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ટામેટાં પાકે છે પરંતુ વાતાવરણમાં પલટો આવતા શાકભાજીનો પાક નિષ્ફળ ગયો છે. જેથી ટામેંટા સહિત ડુંગળીના ભાવમાં પણ વધારો થયો છે. આમ પાક નિષ્ફળ જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તો બીજી તરફ ઊંચા ભાવથી લોકો પણ લૂંટાઈ રહ્યા છે. જેમાં વેપારીઓ અને વચેટિયા માલામાલ થઈ રહ્યા છે.

100 રૂપિયે કિલો વેચાતા ટામેટા ક્યારે સસ્તા થશે
ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના મંત્રાલયે ટામેટાના વધતા ભાવો પર કહ્યુ હતું કે, દેશના ઉત્તરીય રાજ્યોમાંથી ટામેટાંનું આગમન ડિસેમ્બરની શરૂઆતથી શરૂ થશે, જે ઉપલબ્ધતામાં વધારો કરશે અને કિંમતોમાં રાહત આપશે. પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં કમોસમી વરસાદને કારણે સપ્ટેમ્બરના અંતથી ટામેટાંના છૂટક ભાવ વધવા લાગ્યા હતા. ઉત્તર ભારતીય રાજ્યોમાંથી વિલંબિત આગમનને કારણે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં ભારે વરસાદ પડ્યો, પુરવઠો ખોરવાયો અને પાકને નુકસાન થયું. પરંતુ ડિસેમ્બર આવ્યા બાદ પણ ટામેટાના ભાવ ઘટવાના કોઈ અણસાર દેખાતા નથી. 

ઓછુ ઉત્પાદન સામે વધેલી માંગ અને ટ્રાન્સપોર્ટેશનની કિંમત પણ વધી હોવાથી ટામેટાની કિંમતોમાં ધરખમ વધારો થયો છે. પરંતુ જો સરકાર ટામેટાના ભાવને કાબૂમાં નહિ લાવી શકે તો તે ગૃહિણીઓના કિચનમાંથી ગાયબ થઈ જશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news