વધી શકે છે અનિલ અંબાણીની મુશ્કેલીઓ, 15 ડિસેમ્બર સુધી ચૂકવવા પડશે કરોડો રૂપિયા
રિલાયન્સ કોમ્યુનિકેશનના માલિક અનિલ અંબાણીની મુશ્કેલીઓ દૂર થવાનું નામ જ નથી લેતી, થોડા દિવસો અગાઉ સુપ્રીમ કોર્ટે આરકોમને એરિક્સનના નિવેદન પર પર 550 કરોડ રૂપિયા ચૂકવવા માટે 15 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: રિલાયન્સ કોમ્યુનિકેશનના માલિક અનિલ અંબાણીની મુશ્કેલીઓ દૂર થવાનું નામ જ નથી લેતી, થોડા દિવસો અગાઉ સુપ્રીમ કોર્ટે આરકોમને એરિક્સનના નિવેદન પર પર 550 કરોડ રૂપિયા ચૂકવવા માટે 15 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો હતો. ત્યાર બાદ અંબાણીની બે કંપનીઓ રિલાયન્સ કોમ્યુનિકેશન અને રિલાયન્સ ટેલીકોમના દેવા વસૂલી માટે 24 દેણદારોએને મુંબઇમાં નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (NCLT)ની અલગ-અલગ બેંચમાં મોહર લાગી હતી. અને આ અંગે ટ્રિબ્યૂનલ રેકોર્ડ તરફથી જાણકારી મળી રહી છે.
11 કંપનીઓ દ્વારા વિવાદ ઉકેલવાનો પ્રયાસ
ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર કોર્ટમાં જનારા નાણાં ઘીરનારોમાંથી 11એ એનસીએલટી દ્વારા અનિલ અંબાણીની કંપની સાથે વિવાદ ઉકેલયો છે. અથવા તો ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માત્ર 13 કંપનીઓને રિલાયન્સ કોમ્યુનિકેશન અને રિલાયન્સ ટેલીકોમ સાથે જોડાયેલા વિવાદમાં સમાધાન થવાનું બાકી છે. જે લોકો અનિલ અંબાણીની બંન્ને કેપનીઓની સામે એનસીએલટીમાં ગયા છે, તેમાં પેટીએમની સહયોગી કંપની વન97 કોમ્યુનિકેશન, સ્પીડ લિમિટેડ, હેન્ડીગો ટેક્નૉલોજી પ્રાઇવેટ લિમિટેડ, લક્ષ્ય મીડિયા લિમિટેડ, વીલોપ એડવર્ટાઈઝિંગ પ્રાઇવેટ લિમિટેડ, ઇવોલ્વે ડિજિટલ સોલ્યુશન્સ પ્રા. લિ, એન્હાન્સ સૉફ્ટવેર સોલ્યુશન્સ પ્રા. લિ., સિસોન કૉર્પોરેશન લિમિટેડ, નવ્યા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને હટેચ એનર્જીકોન લિ. નો સમાવેશ થાય છે.
લાખોથી કરોડ રૂપિયાની રકમ બાકી
ધીરાણકર્તાઓએ બંન્ને કંપનીઓ પાસેથી કેટલાક લાખોથી લઇને કરોડો રૂપિયા સુધી બાકી રકમ વસૂલવાની માંગ કરવામાં આવી છે. વન 91 કોમ્યુનિકેશનને 20 કરોડ રૂપિયાની વસૂલીની માંગ કરી છે. જ્યારે ટેલીકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર કંપની ટેલિકોમે ત્રણ અલગ-અલગ પીટીશવ અને આરકોમ અને રિલાયન્સ ટેલીકોમ પાસેથી 23 કરોડ રૂપિયાની વસૂલીની માંગ કરી હતી. અ સિવાય બેગ્લોર ઇન્ટરનેશન અરપોર્ટે રણ એત કરોડ રૂપિયાની વસૂલીની વાત કરી હતી. સમાચાર પત્રના અનુસાર અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપમાં આ અંગે વાત કરવામાં આવી તો પ્રવક્તા દ્વારા કોઇ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નહોતો.
મહત્વનું છે, કે આ સપ્તાહની શરીઆતમાં સુપ્રીમ કોર્ટે રિલાંયન્સ કોમ્યુનિકેશનને 15 ડિસેમ્બર સુધીમાં સ્વીડિશ ટેલીકોમ ઉપરણ બનાવતી કંપની એરિક્સનનું લેણુ ચૂકતે કરવા માટે 15 ડિસેમ્બર સુધીનો સમય આપવમાં આવ્યો છે, સુપ્રીમ કોર્ટ તરફથી લેણુ ચૂકતે કરવાનો સમયને વધારી દેવામાં આવ્યો છે, જ્યારે 30 સપ્ટેમ્બરે સુધીમાં ચૂકતે ન કરાતા એરિક્શને સુપ્રીમ કોર્ટનો સહારો લેવો પડ્યો હતો. ટોચની અદાલતે રિલાયન્સ કોમ્યુનિકેશનને વધારે સમય આપતા સ્પષ્ટ કરવામાં આવ્યું કે હવે આ છેલ્લો ચાન્સ આપ્યો આપવામાં આવ્યો છે. કોર્ટે દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે, કે 15 ડિસેમ્બર સુધીમાં ચૂકવણી કરવામાં નહિં આવે તો, આરકોમ સામે અપમાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે