માત્ર ટૂંકાગાળામાં 25 ટકાનું રિટર્ન આપી શકે છે આ સ્ટોક, નિષ્ણાંતોએ આપી ખરીદીની સલાહ
આજે એક એવા અન્ય મલ્ટીબોગર શેર વિશે તમને માહિતી આપી રહ્યાં છીએ. બીએલએસ ઇન્ટરનેશનલ સર્વિસ લિમિટેડનો શેર 2021ના મલ્ટીબેગર શેરમાંથી એક છે. પરંતુ સપ્ટેમ્બર 2021માં પોતાના લાઇફ-ટાઇમ હાઈ 309 રૂપિયાના સ્તર પર પહોંચ્યા બાદ સ્ટોક પ્રોફિટ બુકિંગના દબાવમાં રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોવિડ-19 અને વૈશ્વિક અર્થવ્યવસ્થાના દવાબમાં હોવા છતાં ભારતીય શેર બજારે 2021માં દમદાર રિટર્ન આપ્યું હતું. ઘણા શેર મલ્ટીબેગર શેરોના લિસ્ટમાં સામેલ થયા. આજે એક એવા અન્ય મલ્ટીબોગર શેર વિશે તમને માહિતી આપી રહ્યાં છીએ. બીએલએસ ઇન્ટરનેશનલ સર્વિસ લિમિટેડનો શેર 2021ના મલ્ટીબેગર શેરમાંથી એક છે. પરંતુ સપ્ટેમ્બર 2021માં પોતાના લાઇફ-ટાઇમ હાઈ 309 રૂપિયાના સ્તર પર પહોંચ્યા બાદ સ્ટોક પ્રોફિટ બુકિંગના દબાવમાં રહ્યો છે. છેલ્લા એક મહિનામાં તેમાં 10 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સ્ટોકમાં ફરી તેજી આવવા લાગી છે અને છેલ્લા એક સપ્તાહમાં 8.50 ટકાનો વધારો થયો છે.
એક મહિનામાં 260 રૂપિયાનો ટાર્ગેટ
શેર બજારના નિષ્ણાંતો અનુસાર ચાર્ટ પેટર્ન પર મલ્ટીબેગર સ્ટોક પોઝિટિવ જોવા મળી રહ્યો છે, પરંતુ 200થી 210 રૂપિયાના સ્તર પર તેજ અપટ્રેન્ડની આશા કરી શકાય છે. નિષ્ણાંતોએ પોઝિશનલ રોકાણકારોને હાલના સ્તરો પર લાભ-બુકિંગની રાહ જોવા અને એક મહિનાના લક્ષ્ય માટે લગભગ 200થી 210 રૂપિયાના સ્તર પર પ્રવેશ કરવાની સલાહ આપી છે. રોકાણકારોએ એક મહિનામાં 230 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેરનો ટાર્ગેટ રાખવો જોઈએ.
આ મલ્ટીબેગર શેરની પ્રાઇઝ આઉટલુક પર ચ્વાઇસ બ્રોકિંગના ડાયરેક્ટરે કહ્યુ- બીએલએસ ઈન્ટરનેશનલ સર્વિસના શેરની કિંમત સપ્ટેમ્બર 2021માં પોતાના લાઇફટાઇમ ઉચ્ચ 309 રૂપિયાના સ્તર પર પહોંચ્યા બાદ વેચાણના દબાવમાં છે. પરંતુ સ્ટોક એવા સમયે વધવાનું શરૂ થયો જ્યારે દ્વિતીયક બજારની ધારણા નેગેટિવ છે. મલ્ટીબેગર સ્ટોકમાં આ વધારો ચાર્ટ પેટર્ન પર અપટ્રેન્ડનો સંકેત આપે છે.
આપી ખરીદવાની સલાહ
પોઝિશનલ ઇન્વેસ્ટર્સને દરેક ઘટાડા પર ખરીદીની સલાહ આપતા આઈઆઈએફએલ સિક્યોરિટીના પ્રમુખ અનુજ ગુપ્તાએ કહ્યુ કે, બીએલએસ ઇન્ટરનેશનલ સર્વિસના શેરને 200 રૂપિયાથી 210 રૂપિયાના ઝોનમાં ખરીદી શકાય છે અને આ મલ્ટીબેગર સ્ટોકને ત્યાં સુધી જમા કરવા જોઈએ જ્યાં સુધી તે 180 રૂપિયાના સ્તરથી ઉપર ન હોય. 170 રૂપિયા પર આ શેરને મજબૂત સમર્થન છે. તેથી આ કાઉન્ટરમાં 198 રૂપિયા પર એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સલાહ આપવામાં આવે છે. આ શેર ટૂંકા ગાળામાં 240 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે.
260 રૂપિયાના સ્તર પર પ્રોફિટ બુક કરો
ચ્વાઇસ બ્રોકિંગના સુમીત બગડિયાએ પોઝિશનલ ઇન્વેસ્ટર્સને શોર્ટ-ટર્મ માટે કાઉન્ટર ખરીદવા અને રાખવાની સલાહ આપતા કહ્યું- સ્ટોકમાં 240 રૂપિયાના સ્તર પર સામાન્ય વિઘ્ન છે. એકવાર શેર આ વિઘ્નને તોડી નાખે તો ટૂંકાગાળામાં 260 રૂપિયાના સ્તરની આસપાસ જઈ શકે છે. ત્યારે તમે પ્રોફિટ બુકિંગ કરી શકો છો.
(ડિસ્ક્લેમરઃ ઉપર આપવામાં વિચાર અને ભલામણ બજાર નિષ્ણાંતોએ આપી છે. તમે શેરમાં રોકાણ કરતા પહેલાં તમારા બ્રોકરની સલાહ જરૂર લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે