યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી આ રીતે લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવાશે, રશિયા અને યુક્રેન પણ થયા સહમત
કીવ અને મોસ્કોના પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત દરમિયાન યુક્રેનમાં સ્થિતિના માનવીય પહેલુઓ પર વિસ્તારથી ચર્ચા કરાઈ.
Trending Photos
નવી દિલ્હી: રશિયા અને યુક્રેનમાંથી લોકોને બહાર કાઢવા માટે માનવીય કોરિડોર (humanitarian corridor) અને યુક્રેનમાં શત્રુતાવાળા સ્થાનો પર દવાઓ અને ભોજન ડિલિવરી માટે સહમતિ બની ગઈ છે. બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચેની વાર્તા દરમિયાન કેટલાક મુદ્દાઓ પર સહમતિ બની. આરટી મુજબ અસ્થાયી યુદ્ધવિરામની સંભાવના છે. તે વિસ્તારોમાંથી વસ્તી ખાલી કરાવવામાં આવશે જ્યાં હુમલા થઈ રહ્યા છે.
પોડોલીક મુજબ કીવ અને મોસ્કોના પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત દરમિયાન યુક્રેનમાં સ્થિતિના માનવીય પહેલુઓ પર વિસ્તારથી ચર્ચા કરાઈ. રશિયન પ્રતિનિધિમંડળના પ્રમુખ વ્લાદિમિર મેડિન્સ્કીએ કહ્યું કે સંવાદમાં રશિયન અને યુક્રેની પ્રતિનિધિમંડળોએ યુક્રેનમાં સ્થિતિ સંબંધિત મુદ્દાઓના તમામ ત્રણ બ્લોક પર ચર્ચા કરી.
તેમણે કહ્યું કે અમે મુદ્દાના તમામ ત્રણ બ્લોક પર વિસ્તૃત ચર્ચા કરી. સૈન્ય મુદ્દા, આંતરરાષ્ટ્રીય માનવીય મુદ્દા, ત્રીજો મુદ્દો સંઘર્ષના ભવિષ્યના રાજનીતિક સમાધાનનો મુદ્દો છે. તેમાંથી કેટલાક માટે અમે પરસ્પર સમજ શોધવામાં સફળ રહ્યા પરંતુ જે મુદ્દો ઉકેલવામાં આવ્યો તે લોકો, નાગરિકોને બચાવવાનો મુદ્દો છે. જે સૈન્ય સંઘર્ષવાળા વિસ્તારમાં ફસાયેલા છે. ઉક્રેઈન્સ્કા પ્રવાદા મુજબ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ ઉલ્લેખ કર્યો કે રશિયન પક્ષે વાર્તા દરમિયાન સવાલ ઉઠાવ્યા જેના માટે તેમણે પહેલેથી જ પોતાના જવાબ તૈયાર કરી રાખ્યા હતા. કેટલાક મુદ્દાઓ પર સમજૂતિ અશક્ય છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિએ યુદ્ધ રોકવા માટે પુતિન સાથે વાત કરી
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ગુરુવારે કહ્યું કે તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે યુક્રેન પર હુમલા રોકવા માટે એકવાર ફરી જણાવ્યું છે. પરંતુ પુતિન આમ કરશે નહીં. મેક્રોને ટ્વીટ કરીને કહ્યું કે હાલ તો તેમણે તેનો ઈન્કાર કર્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પુષ્ટિ કરી કે તેમણે પુતિન સાથે ફોન પર વાત કરી હતી અને કહ્યું કે તેઓ સંવાદ ચાલુ રાખશે. જેથી કરીને વધુ માનવીય ત્રાસદી ન થાય. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે આપણે હાલાત બદતર થતા રોકવા જોઈએ.
રશિયા અને યુક્રેને ત્રીજા તબક્કાની વાર્તા જલદી થવાની આશા વ્યક્ત કરી
યુક્રેન અને રશિયાના વાર્તાકારોએ ગુરુવારે કહ્યું કે યુદ્ધ સ્તર પર ત્રીજા તબક્કાની વાર્તા જલદી થશે. પોલેન્ડની સરહદ નજીક બેલારૂસમાં ગુરુવારે વાર્તામાં રશિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનારા રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના સલાહકાર વ્લાદિમિર મેદિન્સ્કીએ કહ્યું કે બંને પક્ષોની સ્થિતિ બિલકુલ સ્પષ્ટ છે, સંઘર્ષના રાજનીતિક સમાધાનથી સંબંધિત મુદ્દાઓ સહિત એક એક વાત લખવામાં આવી છે.
તેમણે વિસ્તારથી જાણકારી આપવાની જગ્યાએ કહ્યું કે તેમની તરફથી પરસ્પર સહમતિ બની છે. તેમણે પુષ્ટિ કરી કે રશિયા અને યુક્રેન નાગરિકોને કાઢવા માટે સુરક્ષિત કોરિડોર બનાવવા માટે અસ્થાયી સમજૂતિ પર પહોંચ્યા છે. રશિયાના વરિષ્ઠ સાંસદ લિયોનિદ સ્લુત્સ્કીએ કહ્યું કે આગામી તબક્કાની વાર્તામાં સમાધાન થઈ શકે છે. જેમને રશિયા અને યુક્રેનની સંસદો દ્વારા મંજૂર કરવાની જરૂરિયાત રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે