1 ઓગસ્ટથી થઇ રહ્યા છે આ 6 મોટા ફેરફાર, અહીં જાણો કેવી રીતે પડશે તમારા જીવન પર અસર

આગામી 1 ઓગસ્ટ એટલે કે શનિવારથી તમારા જીવનમાં મોટા 6 ફેરફાર થવા જઇ રહ્યાં છે. જેની તમારા પૈસા પર ખુબ અસર પડી શકે છે. આ ફેરફાર તમારા બેંક ખાતા (Bank Account), રાંધણ ગેસ (LPG)થી લઇને ગાડીઓના વીમા (Vehicle Insurance) પર થશે. આ નિયમોને જણાવા તમારા માટે ખુબજ જરૂરી છે. અમે તમને એક-એક કરી આ તમામ ફેરફારો વિશે જાણકારી આપી રહ્યાં છીએ. કોરોના કાળમાં સંપૂર્ણ ઓગસ્ટ મહીનામાં તમે તમારું પ્લાનિંગ પહેલાથી કરી લો. જેથી તમને પણ ખબર રહે કે કઇ જગ્યા પર ખર્ચ કરવા છે અને કઇ જગ્યાએ બચાવવાના છે.
1 ઓગસ્ટથી થઇ રહ્યા છે આ 6 મોટા ફેરફાર, અહીં જાણો કેવી રીતે પડશે તમારા જીવન પર અસર

નવી દિલ્હી: આગામી 1 ઓગસ્ટ એટલે કે શનિવારથી તમારા જીવનમાં મોટા 6 ફેરફાર થવા જઇ રહ્યાં છે. જેની તમારા પૈસા પર ખુબ અસર પડી શકે છે. આ ફેરફાર તમારા બેંક ખાતા (Bank Account), રાંધણ ગેસ (LPG)થી લઇને ગાડીઓના વીમા (Vehicle Insurance) પર થશે. આ નિયમોને જણાવા તમારા માટે ખુબજ જરૂરી છે. અમે તમને એક-એક કરી આ તમામ ફેરફારો વિશે જાણકારી આપી રહ્યાં છીએ. કોરોના કાળમાં સંપૂર્ણ ઓગસ્ટ મહીનામાં તમે તમારું પ્લાનિંગ પહેલાથી કરી લો. જેથી તમને પણ ખબર રહે કે કઇ જગ્યા પર ખર્ચ કરવા છે અને કઇ જગ્યાએ બચાવવાના છે.

એલપીજીની કિંમત
સૌથી પહેલા વાત રસોઈથી શરૂ કરીએ. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિને પહેલી તારીખે એલપીજી રાંધણ ગેસ સિલિન્ડર અને એર ફ્યુઅલના નવા ભાવ જાહેર કરે છે. છેલ્લા કેટલાક મહિનાથી ભાવમાં વધારો થઈ રહ્યો છે. 1 ઓગસ્ટે LPGના ભાવમાં વધારો થઈ શકે છે. આ માટે તમારે માનસિક અને આર્થિક રીતે તૈયાર રહેવું પડશે.

આ બેંકોમાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી
કેસ ઇનફ્લો અને ડિજિટલ ટ્રાન્જેક્શનને વધારવા માટે કેટલીક બેંકોએ 1 ઓગસ્ટથી ન્યૂનતમ બેલેન્સ પર ચાર્જ લગાવવાની જાહેરાત કરી છે. બેંકોમાં ત્રણ મફત લેણદેણ બાદ ચાર્જ વસુલ કરવામાં આવશે. બેંક ઓફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra), એક્સિસ બેંક (Axis Bank), કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra bank) અને આરબીએલ બેંક (RBL Bank)માં આ ચાર્જ વસુલવામાં આવશે. બેંક ઓફ મહારાષ્ટ્રમાં સેવિંગ એકાઉન્ટ ધારકોને મેટ્રો અને શહેરી વિસ્તારમાં ન્યૂનતમ બેલેન્સ 2000 રૂપિયા રાખવા પડશે. જે પહેલા 1500 રૂપિયા હતું. ઓછામાં ઓછું બેલેન્સ હોવા પર બેંક મેટ્રો અને શહેરી વિસ્તારમાં 75 રૂપિયા, અર્ધ-શહેરી વિસ્તારમાં 50 રૂપિયા અને ગ્રામીણ ક્ષેત્રમાં 20 રૂપિયા દર મહિને ચાર્જ લેશે.

જણાવવો પડશે ઉત્પાદનનો મૂળ દેશ
ઇ-કોમર્સ કંપનીઓથી લીધેલા 1 ઓગસ્ટથી પ્રોડક્ટની ઉત્પત્તિ જણાવવી જરૂરી રહેશે. પ્રોડક્ટ ક્યાં બની, કોણે બનાવી છે. જોકે મોટાભાગની કંપનીઓએ પહેલાથી જ આ જાણકારી આપવાની શરૂ કરી દીધી છે. તેમાં ફ્લિપકાર્ટ, મિંત્રા અને સ્નેપડીલ જેવી કંપનીઓ સામેલ છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT)એ તમામ ઇ-કોમર્સ કંપનીઓને 1 ઓગસ્ટ સુધી તેમના ન્યૂ પ્રોડક્ટ લિસ્ટિંગની કંટ્રી ઓફ ઓરિજન (country of origin) અપડેટ કરવા માટે કહ્યું છે. મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટને વધારવા માટે આ કરવામાં આવ્યું છે. આ આત્મનિર્ભર ભારત તરફથી પ્રથમ પગલું વધારવામાં આવ્યું છે.

PM-Kisanનો છઠ્ઠો હપ્તો
કિશાન માટે પીએમ કિશાન સન્માન નિધિ યોજના અંતર્ગત છઠ્ઠો હપ્તો આપવામાં આવશે. 1 ઓગસ્ટથી મોદી સરકાર ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયાનો છઠ્ઠો હપ્તો જમા કરશે. સરકારે આ યોજનાની શરૂઆતથી લઇને અત્યાર સુધીમાં દેશના 9.85 કરોડ ખેડૂતોને રોકડ લાભ પહોંચાડ્યો છે. તમને જણાવી દઇએ કે, યોજનાનો પાંચમો હપ્તો 1 એપ્રિલ 2020ના રોજ આપવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news