Year Ender 2018: આ શેરોએ એક વર્ષમાં ભરી દીધા રોકાણકારોના ખિસ્સા, આપ્યું 770% રિટર્ન

Year Ender 2018: આ શેરોએ એક વર્ષમાં ભરી દીધા રોકાણકારોના ખિસ્સા, આપ્યું 770% રિટર્ન

બની શકે કે તમને સાંભળવામાં થોડું આશ્વર્યજનક લાગશે, પરંતુ સત્ય અલગ છે. જ્યાં 85% શેર પોતાની બેંચમાર્ક સેન્સેક્સ જેવું પણ પરફોમન્સ આપી શક્યા નહી સ્મોલ કેપ શેરોમાં 94% સુધી નુકસાન વેઠવું પડ્યું તો બીજી તરફ કેટલાક નાના શેર એવા પણ રહ્યા જેમણે રોકાણકારોને માલામાલ કરી દીધા. આ શેરોએ એક વર્ષ એટલે કે 2018 દરમિયાન 770% સુધી રિટર્ન આપીને રોકાણકારોના ખિસ્સા ફૂલ કરી દીધી છે. આવો જાણીએ એવા કયા-કયા શેર છે જેમણે 2018માં શાનદાર રિટર્ન આપ્યું છે. 

આ પેન્ની સ્ટોક્સનો રહ્યો જલવો
ઇકોનોમિક ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, સ્ટોક બ્રોકિંગ કંપનીના લીધે ઇન્વેસ્ટમેંટ્સે 2018માં 770%નું રિટર્ન આપ્યું છે. 7.25 રૂપિયાના શેર વર્ષના અંત સુધી 63 રૂપિયાના થઇ ગયા. એવામાં અન્ય પેન્ની સ્ટોક્સ ઓરિએન્ટ ટ્રેડલિંગે 656%, વિકાસ પ્રોપેંટ એન્ડ ગ્રેનાઇડે 422%, થિંક ઈંક સ્ટૂડિયોએ 402%, ગુજરાત પોલી ઇલેક્ટ્રોનિક્સે 336%, આરએમજી એલોય સ્ટીલે 200% એસપીએસ ઈન્ટરનેશનલે 178% નું રિટર્ન આપ્યું છે.

શું હોય છે પેન્ની સ્ટોકર્સ
પેન્ની સ્ટોક્સ એવા શેર હોય છે જેનો કારોબાર 10 રૂપિયાથી ઓછી કિંમત પર કરવામાં આવે છે. વિશેષજ્ઞોના અનુસાર પેન્ની સ્ટોક્સ ખૂબ રિસ્કી હોય છે એટલા માટે જે રોકાણકારો રિસ્ક ન ઉઠાવવા માંગતા નથી તેમને આ શેરોથી દૂર રહેવું જોઇએ. સ્ટોક એક્સચેંજ એવા શેરોની ટ્રેડિંગ પણ ક્યારેક ક્યારેક સસ્પેંડ કરી દે છે. પેન્ની સ્ટોકમાં રોકાણ કરતાં પહેલાં કંપનીની બિઝનેસ ક્વોલિટી અને તેના મેનેજમેંટ પર જરૂર ધ્યાન આપવું જોઇએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news