PM Kisan: વાહ ખેડૂતો માટે આવી ગયા સારા સમાચાર, 13મા હપ્તા પહેલાં ખાતામાં આવશે 3000 રૂપિયા!

PM Kisan Yojana Latest News: દેશભરના ભારતીય ખેડૂતો માટે સારા સમાચાર છે. પીએમ કિસાન યોજનાના 13મા હપ્તા પહેલા સરકારે ખેડૂતોને મોટી ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. હવેથી દર મહિને તમારા ખાતામાં પૈસા આવશે.

PM Kisan: વાહ ખેડૂતો માટે આવી ગયા સારા સમાચાર, 13મા હપ્તા પહેલાં ખાતામાં આવશે 3000 રૂપિયા!

Farmers Monthly Pension: દેશભરના ભારતીય ખેડૂતો (Indian Farmers) માટે સારા સમાચાર છે. પીએમ કિસાન યોજનાના 13મા હપ્તા પહેલા સરકારે ખેડૂતોને મોટી ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. હવેથી પીએમ કિસાન યોજનાની (Pm Kisan Yojana)સાથે સરકાર દર મહિને ખેડૂતોના ખાતામાં 3,000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરશે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, જેના હેઠળ કરોડો ખેડૂતોની આવક વધી રહી છે.

ખાતામાં પૈસા આવશે
પીએમ કિસાન યોજનાની સાથે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા ટ્રાન્સફર કરશે.

ખેડૂતોને દર મહિને પેન્શન મળશે
આ યોજનામાં ખેડૂતોને દર મહિને 3 હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી જ કાપવામાં આવે છે, પરંતુ આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવું પડશે.

દર મહિને કેટલા પૈસા ચૂકવવા પડશે?
જો આ પેન્શન સ્કીમમાં ખેડૂતોએ માસિક રૂ. 55 થી રૂ. 200નો ફાળો ચૂકવવો પડે છે અને જ્યારે તમે 60 વર્ષની ઉંમર સુધી પહોંચો છો, તો તે પછી તમારા ખાતામાં દર મહિને રૂ. 3000નું પેન્શન આવવા લાગે છે. 18 થી 40 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકશે.

આ યોજનાના ફાયદા શું છે?
આ યોજના ભારતના વૃદ્ધ ખેડૂતોને પેન્શન આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં ખેડૂતોને એક વર્ષમાં 36 હજાર રૂપિયા આપવામાં આવે છે. 40 વર્ષ સુધીના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે. પેન્શન મેળવવા માટે તેઓએ તેમની ઉંમર અનુસાર દર મહિને આ યોજનામાં પૈસા જમા કરાવવાના રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news