આજે બજેટમાં થઇ શકે છે 5 મોટી જાહેરાત, જાણો આ નિર્ણયોથી તમારા ખિસ્સા પર પડશે શું અસર
Trending Photos
નવી દિલ્હી: પીયૂષ ગોયલ હવે થોડીવારમાં 2019-20 માટે વચગાળાનું બજેટ રજૂ કરશે. તેમાં ખેડૂતો, મધ્યમવર્ગીય પરિવારો અને નોકરીયાત લોકો માટે સરકાર મોટી ભેટ આપી શકે છે. આ મોદી સરકારનું વચગાળાનું બજેટ છે, એટલા માટે નાણા મંત્રી પીયૂષ ગોયલનો પ્રયત્ન રહેશે કે તે બધા વર્ગોને રિઝવવામાં સફળ થાય. એવામાં અમે તમને જણાવી રહ્યાં છીએ કે તમારા માટે ફાયદાની કઇ મોટી જાહેરાત થઇ શકે છે.
Budget 2019 Live updates: બધાનો રાખશે ધ્યાન. લોકો માટે જે સંભવ હશે, તે અમે કરીશું: નાણા રાજ્ય મંત્રી
1. ઇનકમ ટેક્સમાં છૂટ
આશા છે કે પીયૂષ ગોયલ પોતાના વચગાળા બજેટમાં ઇનકમ ટેક્સમાં છૂટની હાલની મર્યાદાને અઢી લાખથી વધારીને ત્રણ લાખ રૂપિયા કરી શકે છે. તેનાથી સૌથી મોટો ફાયદો તે લોકોને થશે જે ઓછી કમાણી કરતાં હોવાછતાં ભારે ભરખમ ટેક્સ ભરે છે.
2. મહિલાઓ માટે ટેક્સમાં રાહત
બજેટમાં મોદી સરકાર મહિલાઓ માટે પણ ઇનકમ ટેક્સની છૂટની મર્યાદા ત્રણ લાખથી વધારીને સવા ત્રણ લાખ રૂપિયા કરી શકે છે.
3. 60 થી 80 વર્ષના લોકો માટે ટેક્સમાં રાહત
આશા એ પણ છે કે 60 થી 80 વર્ષના ટેક્સપેયર્સ માટે પણ મોદી સરકાર ઇનકમ ટેક્સમાં છૂટની સીમાને વધારી શકે છે. આ વર્ગ માટે ઇનકમ ટેક્સમાં રાહતની સીમા ત્રણ લાખથી વધારીને સાડા ત્રણ લાખ રૂપિયા કરી શકે છે.
4. 80-C હેઠળ મળશે વધુ છૂટ
ઇનકમ ટેક્સની કલમ 80-C હેઠળ ટેક્સની છૂટની સીમા પણ હાલ દોઢ લાખથી બે લાખ રૂપિયા કરવામાં આવી શકે છે.
5. ખેડૂતો માટે મોટી જાહેરાત
આ બજેટમાં ખેડૂતોને માટે મોટી જાહેરાત થઇ શકે છે. જોકે ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું દેવું વ્યાજમુક્ત થઇ શકે છે. આ ઉપરાંત તેમના માટે કૃષિ વીમાની મર્યાદાને વધારીને નિયમોમાં રાહત આપી શકે છે, જેથી વધુમાં વધુ ખેડૂતો વીમા યોજનાનો ફાયદો ઉઠાવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે