માર્ચ મહિનો આવતા જ LPG ગેસને લઈને સરકાર આપશે મોટા સમાચાર
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :LPG ગેસ સિલેન્ડરને લઈને ગ્રાહકો માટે મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, રસોઈ ગેસ (Gas Cylinder) ની કિંમતોમાં માર્ચ મહિનામાં ઘટાડો થઈ શકે છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એલપીજીના કિંમતોમાં સતતા થઈ રહેલા ભાવ વધારા પર કહ્યું કે, LPGના સતત વધી રહેલા ભાવ યોગ્ય નથી. આંતરરાષ્ટ્રીય માર્કેટને કારણે આ મહિનામાં ભાવમાં ભાવે વધારો થયો છે. જોકે, એવા સંકેત મળ્યા છે કે, આગામી મહિનામાં તેના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
‘મુસલમાનોને આઝાદી સમયે જ પાકિસ્તાન મોકલી દેવા જોઈતા હતા, આપણા પૂર્વજોએ ભૂલ કરી...’
તેમણે કહ્યું કે, ઠંડી દરમિયાન LPGનો વપરાશ વધી ગયો હતો. જેને કારણે ભાવમાં વધારો થયો હતો. આ મહિને પણ ભાવમાં ભારે વધારો થયો હતો. જ્યારે કે, આગામી મહિનામાં તેમાં ઘટાડો આવી શકે છે. તમને જણાવી દઈએ કે, ગત સપ્તાહમાં ઘરેલુ ગેસ કિંમતોમાં 144 રૂપિયા 50 પૈસાનો વધારો થયો હતો.
પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે, ભારતમાં ગત મહિને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આવેલી તેજીને કારણે LPG સિલેન્ડરમાં વધારો થયો હતો, પરંતુ હવે માર્કેટમાં ભાવ નિયંત્રણમાં છે, તેથી સરકાર જલ્દી જ ગ્રાહકોના હિતમાં ભાવ ઘટાડાની જાહેરાત કરશે. આગામી દસ દિવસોમાં તમને આ મુદ્દે સારા સમાચાર મળી શકે છે.
ફેબ્રુઆરી મહિનામાં મોંઘો થયો ગેસ
દેશમાં ગેસ વિતરણ કંપનીઓએ ગત સપ્તાહમાં જ LPG ગેસની કિંમતોમાં વધારો કર્યો હતો. દિલ્હીમાં વગર સબસીડીવાળી 14.2 કિલો ઘરેલુ LPG સિલેન્ડરની કિંમતોમાં 144.50 રૂપિયાનો વધારો કર્યો છે. વગર સબસીડીવાળા LPG સિલેન્ડરની કિંમત 714 રૂપિયાથી વધારીને 858.50 રૂપિયા કરી દેવાઈ છે.
વડાપ્રધાન ઉજ્જવલા યોજના અંતર્ગત વહેંચવામાં આવેલ કનેક્શન પર અત્યાર સુદી જે 174.89 રૂપિયા પ્રતિ સિલેન્ડરની સબસીડી મળતી હતી, તેને વધારીને 312.48 રૂપિયા પ્રતિ સિલેન્ડર કરી દેવાયો હતો. દિલ્હીમાં વગર સબસીડીવાળા 14.2 કિલો ઘરેલુ LPG સિલેન્ડરની કિંમતમાં 144.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો, વગર સબસીડીવાળા ઘરેલુ LPG સિલેન્ડરની કિંમત 714 રૂપિયાથી વધારીને 858.50 રૂપિયા કરી દેવાઈ છે.
જાન્યુઆરી, 2020માં LPGની ઈન્ટરનેશનલ કિંમત 448 ડોલર પ્રતિ એમટીથી વધીને 567 ડોલર પ્રતિ એમટી થઈ જવાને કારણે ઘરેલુ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું કે, હાલના સમયમાં 27.78 કરોડથી પણ વધુ કનેક્શનની સાથે રાષ્ટ્રીય LPG કવરેજ લગભગ 97 ટકા છે. અંદાજે 27.76 કરોડથી લગભગ 26.12 કરોડ ગ્રાહકોના મામલામાં વધારો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે