#IndiaKaArth- આપણી સાડા ત્રણ હાથની કાયામાં સંપૂર્ણ બ્રહ્માંડનું રહસ્ય છુપાયું છે : સુભાષ ચંદ્રા
ભારતની માટીની મહેક, પરંપરા અને વારસો, ઈતિહાસ, કલા અને સંસ્કૃતિની ખુશબુને અનુભવ કરાવનારું ભારતનો પહેલો બહુક્ષેત્રીય સંસ્કૃતિ તહેવાર ‘અર્થ’ (Arth: A Culture Fest) નો ત્રણ દિવસીય કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. તેના શુભારંભના અવસર પર બોલતા રાજ્યસભાના સાંસદ સુભાષ ચંદ્રાએ કહ્યું કે, ‘અર્થ એ કલ્ચર ફેસ્ટ’ આ સંદર્ભે બહ જ ખાસ છે કે, આ સાંસ્કૃતિક પર્વએ યુવાઓ મનમાં સભ્યતા અને સંસ્કૃતિના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરી છે. મારા વિચારથી સંસ્કૃતિ માનવ જાતિ માટે બધુ જ છે. પ્રાચીન ગ્રંથોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, સંસ્કૃતિનો અર્થ સરકારની પરિભાષાથી ન સમજવો જોઈએ. પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કરશો તો જોશો કે, તેમાં પણ રાજા એટલે કે સરકારના કર્તવ્ય બતાવવામાં આવ્યા છે. તેમાં જણાવાયું છે કે, રાજાએ કેવી રીતે કર સંગ્રહ કરવો જોઈએ.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ભારતની માટીની મહેક, પરંપરા અને વારસો, ઈતિહાસ, કલા અને સંસ્કૃતિની ખુશબુને અનુભવ કરાવનારું ભારતનો પહેલો બહુક્ષેત્રીય સંસ્કૃતિ તહેવાર ‘અર્થ’ (Arth: A Culture Fest) નો ત્રણ દિવસીય કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. તેના શુભારંભના અવસર પર બોલતા રાજ્યસભાના સાંસદ સુભાષ ચંદ્રાએ કહ્યું કે, ‘અર્થ એ કલ્ચર ફેસ્ટ’ આ સંદર્ભે બહ જ ખાસ છે કે, આ સાંસ્કૃતિક પર્વએ યુવાઓ મનમાં સભ્યતા અને સંસ્કૃતિના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરી છે. મારા વિચારથી સંસ્કૃતિ માનવ જાતિ માટે બધુ જ છે. પ્રાચીન ગ્રંથોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, સંસ્કૃતિનો અર્થ સરકારની પરિભાષાથી ન સમજવો જોઈએ. પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કરશો તો જોશો કે, તેમાં પણ રાજા એટલે કે સરકારના કર્તવ્ય બતાવવામાં આવ્યા છે. તેમાં જણાવાયું છે કે, રાજાએ કેવી રીતે કર સંગ્રહ કરવો જોઈએ.
માર્ચ મહિનો આવતા જ LPG ગેસને લઈને સરકાર આપશે મોટા સમાચાર
તેમણે કહ્યું કે, આજના યુવા સંસ્કૃતિને લઈને બહુ જ કન્ફ્યૂઝ છે. જ્યારે કે આપણા જીવનનો દરેક હિસ્સો સંસ્કૃતિ છે. પરંપરા અને આધુનિકતાના સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભારતીય સંસ્કૃતિના વિચારો પૂરી રીતે વૈજ્ઞાનિક છે. તેમણે ભારતીય સભ્યતામાં નમસ્કાર અને પગ પડવા જેવી અભિવાદનની રીતની પાછળ જોડાયેલ વૈજ્ઞાનિક સંકલ્પના વિશે જણાવ્યું. આ સાથે જ કહ્યું કે, ગત અઢી હજાર વર્ષોથી આપણી સંસ્કૃતિ પર અનેક પ્રકારના માધ્યમથી પ્રહાર થયા છે. પરંતુ તેમ છતા ભારતીય સંસ્કૃતિ જ દુનિયાની એકમાત્ર સંસ્કૃતિ છે, જેની પાસે દુનિયાની સમસ્યાઓનું પૂર્ણ સમાધાન છે.
તેમણે કહ્યું કે, હાલ દુનિયાની વસ્તી અંદાજે આઠ અરબ છે, પરંતુ દરેક શખ્સના જીવનમાં કોઈને કોઈ ચીજની ઉણપ છે. એટલે કે, આ દુનિયામાં એક ચીજ કોમન છે, અને તે છે દુખ (Suffering). તેની સાથે જ જ્યારે તમે ભારતીય દર્શનને જોશો તો સમજશો કે, ગૌતમ બુદ્ધથી લઈને આપણા સંપૂર્ણ જાતિય ઈતિહાસમાં તેના સમાધાનને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનમાં જઈને બેસ્યા ભારતના વિવાદિત નેતા અને અભિનેતા...
સુભાષ ચંદ્રાએ કહ્યું કે, આ સંદર્ભમાં જોઈએ તો દુનિયાની સંપૂર્ણ સમસ્યાઓનું સમાધાન શોધવાનો પ્રયાસ આપણા બુદ્ધીજીવી અને પ્રખર પંડિતોએ કર્યો છે. આપણે ભલે આપણી વાર્તાઓને મિથક, કિવદંતીઓ કહીએ, પરંતુ તેની પાછળ એક ઉંડો વૈજ્ઞાનિક વિચાર છુપાયેલો છે. આપણે તેને સમજવો જોઈએ અને ગર્વ કરવું જોઈએ. આ સાથે જ તેમણે કહ્યું કે, આપણી સાડા ત્રણ હાથની કાયામાં સંપૂર્ણ બ્રહ્માંડનું રહસ્ય છુપાયેલું છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અર્થની બીજી સીઝન આયોજિત કરાઈ છે. હકીકતમાં, અર્થ એક સાંસ્કૃતિક ઉત્સવ છે, જે આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે. આજથી શરૂ થયેલ આ ફેસ્ટિવલ સાહિત્ય, સંસ્કૃતિ, સમાજ, સંગીત, પરંપરાઓ, ઈતિહાસ અને કલા પર કેન્દ્રિત છે. આ મહોત્સવનું આયોજન દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં કરાયું છે. Arth- A Culture Fest ત્રણ દિવસ (21, 22 અને 23 ફેબ્રુઆરી) સુધી ચાલશે. આ ત્રણ દિવસીય ફેસ્ટિવલમાં તમને ભારતની સંસ્કૃતિની ઝલક દેખાશે.
આ મહોત્સવમાં 30થી વધુ વક્તાઓ, 10થી વધુ પેનલ ડિસ્કશન, 10થી વધુ વર્કશોપ ઉપરાંત અનેક પરર્ફોમન્સ જોવા-સાંભળવા મળશે. તેમજ અલગ અલગ પ્રકારની ભારતીય વાનગીઓનો સ્વાદ માણવા મળશે. આ રીતે આ ફેસ્ટિવલમાં ભારતના વિદ્વાનો, દાર્શનિકો, લેખકો, કલાકારો અને શિલ્પકારોની ભાગીગારી સાક્ષી બનશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે