Elon Musk Personal Wealth: 180 બિલિયન ડોલર ગુમાવનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા એલોન મસ્ક, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામ

Elon Musk Guinness World Record: હાલમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે એલન મસ્કે 200 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે અને આ પહેલીવાર છે જ્યારે કોઈ વ્યક્તિએ 200 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી દીધી છે. 

Elon Musk Personal Wealth: 180 બિલિયન ડોલર ગુમાવનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા એલોન મસ્ક, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામ

વોશિંગટનઃ Elon Musk In Guinness World Record: ટેસ્લાના શેરમાં ભારે ઘટાડા બાદ તેના ચીફ એલોન મસ્કની સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે. ટેસ્લાના શેરમાં આ ઘટાડા પછી, એલોન મસ્કે વ્યક્તિગત સંપત્તિ ગુમાવવાના સંદર્ભમાં એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે, જેના પછી તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. એલોન મસ્ક છેલ્લા એક વર્ષમાં 180 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી ચૂક્યા છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર, 2021 માં, એલોન મસ્કની સંપત્તિ $ 320 બિલિયન હતી, જે જાન્યુઆરી 2023 માં ઘટીને માત્ર $ 138 બિલિયન થઈ ગઈ.

આટલા ઓછા સમયમાં સંપત્તિ ગુમાવવાના મામલામાં એલોન મસ્કે 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે. અત્યાર સુધી આ રેકોર્ડ જાપાનના ટેક ઇન્વેસ્ટર માસાયોશી સોનના નામે હતો, જેણે 58.6 અબજ ડોલરની સંપત્તિ 2000માં ગુમાવી હતી. પરંતુ હવે એલોન મસ્કે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 

— Guinness World Records (@GWR) January 6, 2023

હાલમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે એલોન મસ્કે 200 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે અને આ પહેલીવાર છે જ્યારે કોઈ વ્યક્તિએ 200 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે. એલન  મસ્કની સંપત્તિમાં એવો ઘટાડો આવ્યો કે તેમણે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિનું સ્ટેટસ પણ ગુમાવી દીધુ છે. ફ્રાન્સના લગ્ઝરી બ્રાન્ડ Louis Vuitton ના પ્રમોટર બર્નાડ અરનોલ્ટે મસ્કને પાછળ છોડી દીધા છે. બર્નાડ અરનોલ્ટની સંપત્તિ 190 અબજ ડોલર છે. એલન મસ્ક દુનિયાના ધનીકોની યાદીમાં બીજા સ્થાન પર છે. 

એલન મસ્ક દુનિયામાં બીજા નંબરના સૌથી ધનીકનું સ્ટેટસ પણ ગુમાવી શકે છે. ભારતના ગૌતમ અદાણી ગમે ત્યારે એલન મસ્કને પાછળ છોડી શકે છે. એલન મસ્કની સંપત્તિ 130 અબજ ડોલર છે, તો ગૌતમ અદાણી તેમનાથી માત્ર 10 અબજ ડોલર પાછળ છે અને તેની સંપત્તિ 120 અબજ ડોલર છે. 

જ્યારથી એલન મસ્કે ટ્વિટરને ખરીદ્યું છે ત્યારથી ટેસ્લાના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બજારને તેમનો આ નિર્ણય પસંદ આવ્યો નથી. બજારને લાગે છે કે ટ્વિટરને ચલાવવા માટે એલન મસ્ક ટેસ્લાના વધુ શેર વેચી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news