Tax Savings On Home Loan: તમારું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? આવી રીતે કરી શકો છો ટેક્સની બચત

Income Tax Saving On Home Loan: ઘર ખરીદવું ખાસ કરીને પહેલું ઘર ખરીદવું રોકણથી વધારે ભાવનાત્મક નિર્ણય હોય છે. પહેલું ઘર દરેક વ્યક્તિ પોતાને રહેવા માટે ખરીદે છે. કેમ કે પોતાનું ઘર અનેક રીતે માનસિક શાંતિ આપનારું હોયછે. જે ભાડાના ઘરમાં શક્ય નથી. 

Tax Savings On Home Loan: તમારું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? આવી રીતે કરી શકો છો ટેક્સની બચત

Home Loan Tax Savings: અનેક લોકો વિચારે છે કે લોન લઈને ઘરી ખરીદવું બરાબર નથી. આથી તે બીજી જગ્યાએ રોકાણ કરે છે. જોકે અનેક ફાયનાન્શિયલ પ્લાનર હોમ લોન લઈને ઘર ખરીદવાનું અને રિકરિંગ ઈન્વેસ્ટમેન્ટ કે SIPની જગ્યાએ EMI ભરવાની સલાહ આપે છે. 

જોકે જો તમે ઈન્કમ ટેક્સ ભરી રહ્યા છો તો ઘર ખરીદવું ખાસ કરીને લોન પર  ખરીદવું ફાયદામાં રહી શકે છે. આવો વાત કરીએ કે ઈન્કમટેક્સ એક્ટ અંતર્ગત હોમ લોન લેવાના શું ફાયદા છે અને કેવી રીતે તમે ટેક્સની બચત બમણી કરી શકો છો. સૌથી પહેલાં એ જાણી લો કે ઘર ખરીદવું કે ભાડા પર લેવું. આ ચર્ચાનું શું ઔચિત્ય છે. ઘર ખરીદવું ખાસ કરીને પહેલું ઘર ખરીદવું રોકણથી વધારે ભાવનાત્મક નિર્ણય હોય છે. પહેલું ઘર દરેક વ્યક્તિ પોતાને રહેવા માટે ખરીદે છે. કેમ કે પોતાનું ઘર અનેક રીતે માનસિક શાંતિ આપનારું હોયછે. જે ભાડાના ઘરમાં શક્ય નથી. જો આપણે ઈન્કમ ટેક્સની દ્રષ્ટિએ જોઈએ તો એવામાં પણ તમારે ઘર ખરીદવું ફાયદાકારક છે. ભાડાની દ્રષ્ટએ માત્ર HRA ક્લેમ કરી શકાય છે. જ્યારે લોન લઈને ઘર ખરીદીને અનેક છૂટ ક્લેમ કરવાની તક મળે છે.

ક્લેમ કરી શકો છો આ ડિડક્શન્સ:
ઈન્કમ ટેક્સ અંતર્ગત હોમ લોનના પ્રિન્સિપલ એમાઉન્ટના રિપેમેન્ટ પર સેક્શન 80 સી અંતર્ગત દોઢ લાખ રૂપિયાનું ડિડક્શન લઈ શકાય છે. જ્યારે સેક્શન 24-બી અંતર્ગત હોમ લોનના વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધીનું ડિડકશન ક્લેમ કરી શકાય છે. લોન લેનારા વ્યક્તિ આ બંનેને મેળવીને એક નાણાંકીય વર્ષમાં ટેક્સ બચતમાં 3.5 લાખ રૂપિયા સુધીનો ક્લેમ કરી શકો છો.

જોઈન્ટ લોન લેવા પર ડબલ લાભ:
જો તમે પોતાની પત્નીની સાથે જોઈન્ટ હોમ લોન લો છો તો તમે અલગ-અલગ આ ફાયદાનો ક્લેમ કરી શકે છે. એવામાં કમ્બાઈન લિમિટ સેક્શન 80 સી અંતર્ગત 3 લાખ રૂપિયા અને સેક્શન 23 બી અંતર્ગત 4 લાખ રૂપિયા હશે. એટલે કુલ 7 લાખ રૂપિયાનું ડિડક્શન મળશે. આ એક એવું પગલું છે જે તમારી હોમ લોનને એસેટ ક્રિએશન ટૂલની સાથે ટેક્સ સેવિંગ એવન્યુ બનાવી શકો છો.

આ વાતનું ધ્યાન રાખવું જરૂરી:
જોકે ટેક્સ બેનિફિટનો ફાયદો લેવા માટે તમારે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. હોમ લોનના કો-બોરોઅર ખરીદવામાં આવેલી પ્રોપર્ટીમાં કો-ઓનર પણ હોવા જોઈએ. જો આવું નહીં હોય તો ટેક્સમાં લાભ નહીં મળે. આ મામલામાં EMI ચૂકવવામાં ભાગીદાર હોવા છતાં તેને ટેક્સ બેનિફિટ નહીં મળે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news