એશિયન ગેમ્સ 2018: 16 વર્ષના સૌરભ ચૌધરીએ કરી કમાલ, શૂટીંગમાં આપાવ્યો પ્રથમ ગોલ્ડ
એશિયન ગેમ્સના ત્રીજા દિવસે સૌરભ ચૌધરીએ શૂંટીગામાં ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
- 16 વર્ષના સૌરભ ચૌધરીએ એશિયન ગેમ્સમાં જીત્યો ગોલ્ડ
- નિશાને બાજીમાં સૌરભે અપાવ્યો ગોલ્ડ મેડલ
- 240.7 અંક હાસલ કરી ગોલ્ડ મેડલ જીત્યો
Trending Photos
જકાર્તા: નિશાનેબાજીમાં સૌરભ ચૌધરી દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનના કરાણે મંગળવાર(21 ઓગસ્ટ)એ એશિયન ગેમ્સમાં પુરુષોની 10 મીટર પિસ્ટલ નિશાનેબાજીની સ્પાર્ધાના ફાઇનલમાં જીત મેળવી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. જ્યારે ભારતના જ અભિષેક વર્માએ નિશાનેબાજીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતના 16 વર્ષીય નિશાનેબાજી સૌરભ ચૌધરીએ ગોલ્ડ જીતી નિશાનેબાજીમાં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો છે. આ મેડલ ભારતમાં આવેલો ત્રીજો ગોલ્ડ મેડલ છે.
સૌરભ ચૌધરીએ એશિયન ગેમ્સમાં નિશાનેબાજીમમાં રેકોર્ડ તોડી કુલ 240.7 અંક હાસલ કરી ગોલ્ડ મેડલ જીત્યો છે, અભિષેકે ફાઇનલમાં ટોપ 3માં જગ્યા બનાવી હતી અને અંતે કુલ 219.3 અંક સાથે ત્રીજા સ્થાન પર રહીને ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.
16 વર્ષના ચૌધરીએ ક્વોલીફાય રાઉન્ડમાં પણ ટોપ પર રહ્યો હતો, તેણે રમતનો રમતનો રેકોર્ડ સ્કોર 240.7 અંક બનાવી જાપાનનાા તોમોયુકી મત્સુદાને પાછળ છોડ્યો હતો ભારતે નિશાનેબાજી માં એક ગોલ્ડ, બે સિલ્વર અને 2 બ્રોન્જ મેડલ જીત્યા છે. પેહલી વાર એશિયાન ગેમ્સમાં વ્યવસાયે વકીલ એવા અભિષેક વર્માએ 219.3ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચૌધરી અને મત્સુદાના વચ્ચે જોરદાર મુકાલબલો ચાલ્યો હતો. પરંતુ છેલ્લા શૉટમાં મત્સુદાનો સ્કોર 839 રહ્યો હતો, જ્યારે ચૌધરીનો 10.2 રહ્યો હતો.
Abhishek Verma bags a 🥉!
The 29 year-old turned in a fine performance to secure the third position in Men’s 10m Air Pistol. Many congratulations🎉🎉#IndiaAtAsianGames #Shooting #AsianGames2018 @OfficialNRAI @ISSF_Shooting #SAI🇮🇳 pic.twitter.com/J9EhzGoCEh
— SAIMedia (@Media_SAI) August 21, 2018
સૌરભ 586 અંકો સાથે પ્રથમ રહીને ભારતને ગોલ્ડ જીતાડવામાં સફળ રહ્યો હતો. જ્યારે સૌરભ સિવાય ભારતના એક અન્ય નિશાનેબાજ અભિષેક વર્મા ક્વાલીફાયર થયો હતો. જે 580 અંક સાથે છઠ્ઠા સ્થાને રહ્યો હતો. દક્ષિણ કોરિયાના જિન જોનગોહ 584 અંક સાથે બીજા સ્થાન પર રહ્યો હતો. જ્યારે ચીનનો વૂ જિયાઉ 582 અંક સાથે ત્રીજા સ્થાન પર રહ્યો હતો.
સંજીવ 50 મીટર રાઇફલ-3ના ફાઇનલમાં
ભારતીય નિશાનેબાજ સંજીવ રાજપૂત ફોર્મમાં રહેવાથી પુરુષોની 50 મીટર રાઇફલ-3 પોજીશનના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સંજીવે આ સ્પર્ધામાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં સાતમાં સ્થાને રહીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જ્યારે ભારતના વધુ એક નિશાનેબાજ અખિલ શિરોન આગળ વધવામાં અસફળ રહ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે