Sula Vineyards IPO: 12 ડિસેમ્બરે ખુલશે Wine કંપની સુલા વિનેયાર્ડ્સનો આઈપીઓ, જાણો જરૂરી વાતો

Sula Vineyards IPO: સુલા વિનેયાર્ડ્સના આઈપીઓના પ્રાઇઝ બેન્ડની જલદી જાહેરાત કરવામાં આવશે. કંપનીના શેર એનએસઈ અને બીએસઈ પર લિસ્ટિંગ થશે. 

Sula Vineyards IPO: 12 ડિસેમ્બરે ખુલશે Wine કંપની સુલા વિનેયાર્ડ્સનો આઈપીઓ, જાણો જરૂરી વાતો

નવી દિલ્હીઃ Sula Vineyards IPO: વાઇન (Wine) બનાવનારી દેશની સૌથી મોટી ઘરેલૂ કંપની સુલા વિનેયાર્ડ્સ પોતાનો આઈપીઓ (Sula Vineyards IPO) આગામી સપ્તાહે લોન્ચ કરવાની છે. સુલા વિનેયાર્ડ્સનો આઈપીઓ 12 ડિસેમ્બર, 2022ના એપ્લિકેશન માટે ખુલશે અને રોકાણકારો 14 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. આ આઈપીઓ દ્વારા કંપની 950થી 1000 કરોડ રૂપિયા બજારમાંથી ભેગા કરી શકે છે. જલદી પ્રાઇઝ બેન્ડની જાહેરાત કરવામાં આવશે. 

સુલા વિનેયાર્ડ્સનું જો સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થાય છે તો તે દેશમાં વાઇન બનાવનારી પ્રથમ કંપની હશે જે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થશે. 9 ડિસેમ્બર 2022ના એન્કટર ઈન્વેસ્ટર્સ માટે આઈપીઓ ખુલશે અને 12થી 14 ડિસેમ્બર સુધી પબ્લિક માટે આઈપીઓ ખુલ્લો રહેશે. ઓફર ફોર સેલ દ્વારા આઈપીઓમાં રકમ ભેગી કરવામાં આવી રહી છે. એટલે કે કંપનીના રોકાણકાર કે પ્રમોટર્સ પોતાની ઇક્વિટી વેચશે. Sula Vineyards ઓફર ફોર સેલ દ્વારા 2 રૂપિયાની ઈક્વિટી શેરવાળા 25,546,186 ઈક્વિટી શેર જારી કરશે.

આઈપીઓ લાવવા માટે શેર બજારની રેગ્યુલેટર સેબી (Securities and Exchange Board of India ) પાસેથી કંપનીને મંજૂરી મળી ચુકી છે. કંપનીએ જુલાઈ 2022માં આઈપીઓ લાવવા માટે સેબીની પાસે ડ્રાફ્ટ પેપર જમા કરાવ્યા હતા. Sula Vineyards ના શેર બીએસઈ (BSE) અને એનએસઈ (NSE) પર લિસ્ટેડ થશે. 

2021-22 માં Sula Vineyards નું રેવેન્યૂ 453.92 તરોડ રૂપિયા રહ્યું હતું જ્યારે નફો 52.14 કરોડ રૂપિયાનો થયો હતો. 2020-21 માં રેવેન્યૂ 417.96 કરોડ રૂપિયાનો તો નફો 3.01 કરોડ રૂપિયાનો થયો હતો. 1996માં કંપનીની સ્થાપના થઈ હતી. Sula Vineyards 13 બ્રાન્ડના નામથી 56 પ્રકારના લેબલવાળી વાઇન બનાવે છે. વાઇન માર્કેટમાં કંપની દિગ્ગજ કંપનીમાંથી એક છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કંપનીના ચાર ખુદના અને બે લીઝ પર લીધેલા પ્લાન્ટ છે. કંપનીના બે વાઇન રિઝોર્ટ્સ નાસિકમાં પણ છે. 

કોટક મહિન્દ્રા કેપિટલ (Kotal Mahindra Capital), સીએલએસએ ઈન્ડિયા (CLSA India) અને આઈઆઈએફએલ સિક્યોરિટીઝ ( IIFL Securities) આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર્સ છે તો KFin Technologies આઈપીઓની રજીસ્ટરાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news