Sukanya Samriddhi: 131 રૂપિયા રોજના બચાવો તો મળશે 20 લાખ રૂપિયા, બદલાઈ જશે દિકરીની કિસ્મત
Sukanya Samriddhi Yojana: દિકરીઓ તો લક્ષ્મીનું રૂપ હોય છે. તો તમારી પણ કોઈ દિકરી છે અને તમે ઈચ્છો છોકે, લક્ષ્મીજી તમારી દિકરી પર કૃપા કરે. અને ભવિષ્યમાં દિકરીને પૈસાની કોઈ કમી ન રહે. તેના માટે તમારે બસ દિવસના 131 રૂપિયાની બચત કરવાની છે.
Trending Photos
નવી દિલ્લીઃ Sukanya Samriddhi Yojana: દિકરીઓ તો લક્ષ્મીનું રૂપ હોય છે. તો તમારી પણ કોઈ દિકરી છે અને તમે ઈચ્છો છોકે, લક્ષ્મીજી તમારી દિકરી પર કૃપા કરે. અને ભવિષ્યમાં દિકરીને પૈસાની કોઈ કમી ન રહે. તેના માટે તમારે બસ દિવસના 131 રૂપિયાની બચત કરવાની છે.
Sukanya Samriddhi Yojana એક લાંબી અવધિની સ્કીમ છે, જેમાં રોકાણ કરીને તમે તમારી દિકરીનું ભવિષ્ય ઉજવળ બનાવી શકો છો. તેના માટે તમારે બહુ વધારે રોકાણ કરવાની જરૂર નથી. તમારે એ નક્કી કરવાનું છેકે, તમારી દિકરી જ્યારે 21 વર્ષની થાય ત્યારે તેના માટે તમે કેટલાં રૂપિયા તેના માટે રાખવા માંગશો.
શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના
દિકરીઓના ભવિષ્યને ઉજવળ બનાવવા માટે આ ભારત સરકારની સૌથી પોપ્યુલર સ્કીમ છે. 10 વર્ષની ઉંમર સુધી દિકરીનું સુકન્યા સમૃદ્ધિ યોજના માટે એકાઉંટ ખોલાવી શકાય છે. તેમાં તમે ઓછામાં ઓછા 250 અને વધુમાં વધુ વર્ષે દોઢ લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકો છો. આ સ્કીમ ત્યારે મેચ્યોર થશે જ્યારે તમારી દિકરી 21 વર્ષની થશે. જોકે, ત્યાં સુધી આ સ્કીમમાં તમે કરેલું રોકાણ લોક થઈ જશે. દિકરી 18 વર્ષની થઈ જાય ત્યાર બાદ તેમાંથી તમે અડધી રકમ ઉપાડી શકો છો. એ રકમનો ઉપયોગ પણ દિકરીના અભ્યાસ માટે જ કરવાનો રહેશે.
15 વર્ષ સુધી જ પૈસા જમા કરવા પડશે
આ સ્કીમમાં તમારે માત્ર 15 વર્ષ સુધી પૈસા જમા કરવાના હોય છે. તમારે 21 વર્ષ સુધી પૈસા જમા કરવાની જરૂર નથી. 21 વર્ષની ઉંમર સુધી એ પૈસા પર વ્યાજ મળતું રહેશે. હાલમાં સરકાર વર્ષે 7.6 ટકાના હિસાબે વ્યાજ આપે છે. આ સ્કીમનો ઘરની બે દિકરીઓ માટે લાભ લઈ શકાય છે.
જો તમારી દિકરી આજે 2021માં 1 વર્ષ છે અને ત્યારે તમે રોકાણ શરૂ કરી દીધું હોય તો 2042માં આ સ્કીમ મેચ્યોર થઈ જશે. અને આ રીતે તમે આ સ્કીમનો મેક્સીમમ લાભ લઈ શકશો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે