Stocks To Buy: ગુજરાતની આ કંપનીના શેર સહિત 5 શેર કરાવશે તાબડતોડ કમાણી, એક્સપર્ટની સલાહ- ખરીદી લો
આ શેર ઈન્ટ્રાડે ટ્રેડિંગની રીતે શોર્ટથી લોંગ ટર્મ માટે સામેલ કરી શકાય છે. માર્કેટમાં તેજી હોય કે મંદી આ શેરોમાં તમને દમદાર રિટર્ન મળી શકે છે. એક્સપર્ટે આ શેરો પર ભરોસો જતાવ્યો છે અને આ શેરોમાં ખરીદી કરવાની સલાહ આપી છે. ચેક કરો યાદી...
Trending Photos
શેર બજારમાં ખરીદી કરવી હોય અને તગડી કમાણી કરવી હોય તો પોર્ટફોલિયોમાં એક્સપર્ટના જણાવેલા શેર રાખી શકો છો. માર્કેટ એક્સપર્ટે ઈન્ટ્રાડે ટ્રેડિંગ માટે કેટલાક દમદાર શેર પસંદ કર્યા છે. આ શેર ઈન્ટ્રાડે ટ્રેડિંગની રીતે શોર્ટથી લોંગ ટર્મ માટે સામેલ કરી શકાય છે. માર્કેટમાં તેજી હોય કે મંદી આ શેરોમાં તમને દમદાર રિટર્ન મળી શકે છે. એક્સપર્ટે આ શેરો પર ભરોસો જતાવ્યો છે અને આ શેરોમાં ખરીદી કરવાનો મત આપ્યો છે.
ઈન્ટ્રાડેમાં ક્યાં થશે મોટી કમાણી
1. રાકેશ બંસલને છે આ શેર પર ભરોસો
Target - 434
Stop Loss - 420
Axis Bank - Buy
Target - 1218
Stop Loss - 1178
2. વિશ્વેષ ચૌહાણ આ શેરો પર બુલિશ
Suzlon Energy - Buy
Target - 82/88
Stop Loss - 74.8
LIC Housing Finance - Buy
Target - 656/632
Stop Loss - 705
3. કુણાલ સરાવગીની છે આ સલાહ
L&T Fin Fut - Buy
Target - 178/182
Stop Loss - 170
4. સંદીપ જૈનની દમદાર પીક
Allsec Tech - Buy
Target - 1170/1190
Stop Loss - 1101
સુઝલોનને મળ્યો છે મોટો ઓર્ડર
અત્રે જણાવવાનું કે સુઝલોન એનર્જી કંપનીને હાલમાં જ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો ઉર્જા સંબંધિત ઓર્ડર મળ્યો છે જેના કારણે તેના શેર જોરદાર કમાણી કરાવી શકે છે. છેલ્લા છ મહિનાના શેરના પરફોર્મન્સ પર વાત કરીએ તો તેણે રોકાણકારોને સારું એવું વળતર મેળવવામાં મદદ કરી છે. આ ઓર્ડર એ દેશના ઉર્જા ક્ષેત્રે પણ માઈલસ્ટોન સાબિત થઈ શકે છે. કંપનીને NTPC ગ્રીન એનર્જી લિમિટેડ પાસેથી 1,166 મેગાવોટનો ઓર્ડર મળ્યો છે જે અત્યાર સુધીમાં સૌથી મોટો પવન ઉર્જાનો ઓર્ડર કહી શકાય.
સુઝલોન એનર્જી (Suzlon Energy)એ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે આ દેશમાં સૌથી મોટો વિંડ એનર્જી ઓર્ડર છે. આ ઓર્ડરમાં સુઝલોન એનર્જીને 370 S144 વિંડ ટર્બાઇન જનરેટર્સ (WTG)ઈન્સ્ટોલ કરવા પડશે. દરેક વિંડ ટર્બાઇન જનરેટર્સ (WTG)ની રેટેડ કેપિસિટી 3.15 મેગાવોટ છે. તે 30 લાખ ઘરોને પાવર આપવા માટે ઈલેક્ટ્રિસિટી જનરેટ કરશે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે પ્રોજેક્ટને ગુજરાતમાં 3 સાઇટ્સ પર કરવાનો છે. નવા ઓર્ડર બાદ સુઝલોન એનર્જીની ટોટપ ઓર્ડર બુક 5 GW ની નજીક પહોંચી ગઈ છે.
(Disclaimer: આ સ્ટોક્સમાં રોકાણની સલાહ માર્કેટ એક્સપર્ટ્સ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસ લેવી)
અહેવાલ સાભાર- ઝી બિઝનેસ હિન્દી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે