Gold Rate Today: બાપ રે ગજબ થઈ ગયો...આવી આશા નહતી! આજે તો સોનામાં જોરદાર ભડકો, જાણો લેટેસ્ટ રેટ 

શરાફા બજારમાં પણ સોના અને ચાંદી મોંઘા થયેલા જોવા મળ્યા છે. આજે વાયદા બજારમાં સારી એવી તેજી જોવા મળી છે. MCX પર અને શરાફા બજાર બંનેમાં સોનું જોરદાર ચડ્યું છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરી લો. 

Gold Rate Today: બાપ રે ગજબ થઈ ગયો...આવી આશા નહતી! આજે તો સોનામાં જોરદાર ભડકો, જાણો લેટેસ્ટ રેટ 

કોમોડિટી બજારમાં સતત બે દિવસથી સારું રિબાઉન્ડ જોવા મળ્યું છે. પરંતુ શરાફા બજારમાં પણ સોના અને ચાંદી મોંઘા થયેલા જોવા મળ્યા છે. આજે વાયદા બજારમાં સારી એવી તેજી જોવા મળી છે. MCX પર અને શરાફા બજાર બંનેમાં સોનું જોરદાર ચડ્યું છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરી લો. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 432 રૂપિયા ચડીને 72022 રૂપિયા પર પહોંચી ગયું. જે કાલે 71590 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ પણ 396 રૂપિયા ઉછળીને 65972 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું જે કાલે 65576 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી આજે 747 રૂપિયા ચડીને 82954 રૂપિયા પ્રતિ કિલો પર જોવા મળી જ્યારે કાલે તે 82207 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

વેપારીઓનું કહેવું છે કે ઘરેલું માંગમાં ઉછાળાના કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. વાયદા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. 

વાયદા બજારમાં ભાવ
વાયદા બજાર (MCX) પર આજે સોનું 122 રૂપિયા ચડીને 72,035 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું જે કાલે 71,913 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદીમાં 351 રૂપિયાની તેજી જોવા મળી અને 84,032 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી જે કાલે 83,681 પર ક્લોઝ થઈ હતી. 

ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news