Stock Market Opening: ફ્લેટ શરૂઆત બાદ શેર બજારમાં તેજી, આ શેર દેખાડી રહ્યા છે જબરદસ્ત દમ

Stock Market Opening: વૈશ્વિક બજારમાંથી મળેલા નબળા પરિણામો વચ્ચે નવા અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ  દિવસે આજે ભારતીય શેરબજારોમાં ઉતાર ચડાવનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ શરૂઆતમાં લીલા અને નિફ્ટી લાલ નિશાન સાથે ખુલ્યા. પણ ત્યારબાદ બંને ઉપર ચડતા જોવા મળી રહ્યા છે. 30 અંકવાળો સેન્સેક્સ 10.75 અંકની તેજી સાથે 58,814.08 અંક પર ખુલ્યો, જ્યારે 50અંકવાળો નિફ્ટી મામૂલી ઘટાડા સાથે ખુલ્યો.

Stock Market Opening: ફ્લેટ શરૂઆત બાદ શેર બજારમાં તેજી, આ શેર દેખાડી રહ્યા છે જબરદસ્ત દમ

Stock Market Opening: વૈશ્વિક બજારમાંથી મળેલા નબળા પરિણામો વચ્ચે નવા અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ  દિવસે આજે ભારતીય શેરબજારોમાં ઉતાર ચડાવનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ શરૂઆતમાં લીલા અને નિફ્ટી લાલ નિશાન સાથે ખુલ્યા. પણ ત્યારબાદ બંને ઉપર ચડતા જોવા મળી રહ્યા છે. 30 અંકવાળો સેન્સેક્સ 10.75 અંકની તેજી સાથે 58,814.08 અંક પર ખુલ્યો, જ્યારે 50અંકવાળો નિફ્ટી મામૂલી ઘટાડા સાથે ખુલ્યો હતો. શરૂઆતમાં સૌથી વધુ નબળાઈ કોટક મહિન્દ્રા બેંકના શેરમાં જોવા મળી રહી હતી. 

હાલ બજારની સ્થિતિ
હાલ 9.45 વાગે બજારની સ્થિતિ જોઈએ તો મજબૂત જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 231.17 પોઈન્ટના વધારા સાથે 59034.50 ના સ્તરે જોવા મળ્યો છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 104.40ના વધારા સાથે     17643.90 ના સ્તરે જોવા મળી રહ્યો છે. 

ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં JSW Steel, હિન્દાલ્કો, અદાણી પોર્ટ્સ, રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેંકના શેર જોવા મળી રહ્યા છે. જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, આઈટીસી, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકના શેર જોવા મળ્યા છે. 

ટોપ લૂઝર્સ
નિફ્ટી ટોપ લૂઝર્સમાં પાવર ગ્રિડ  કોર્પોરેશન, ડિવિસ લેબ્સ, શ્રી સિમેન્ટ, નેસ્લે, આઈશર મોટર્સના શેર જોવા મળ્યા છે. જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં પાવર ગ્રિડ  કોર્પો, નેસ્લે, ડો.રેડ્ડીસ લેબ્સ, એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રા ટેક સિમેન્ટના શેર હાલ જોવા મળી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news