Stock Market Opening: શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યા, ખાસ જાણો કારણ
મંગળવારે ભારતીય શેર બજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો. બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે ખુલ્યા. કારોબારી સત્રની શરૂઆતમાં 30 અંકવાળો સેન્સેક્સ 269.27 અંક તૂટીને 54,251.88 ના સ્તરે ખુલ્યો.
Trending Photos
Stock Market Updates: વૈશ્વિક બજારમાંથી મળેલા મિક્સ સંકેતો બાદ મંગળવારે ભારતીય શેર બજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો. બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે ખુલ્યા. કારોબારી સત્રની શરૂઆતમાં 30 અંકવાળો સેન્સેક્સ 269.27 અંક તૂટીને 54,251.88 ના સ્તરે ખુલ્યો. 50 અંકવાળો નિફ્ટી તૂટીને 16,187.05 અંક પર ખુલ્યો. કારોબારી સત્રની શરૂઆતમાં 30માંથી 20 શેરમાં ઘટાડો જોવા મળ્યો. મોટાભાગના સેક્ટર દબાણમાં જોવા મળ્યા.
જો કે થોડીવાર ઘટાડાના માહોલ બાદ હવે સેન્સેક્સમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લી માહિતી મળ્યા મુજબ (સવારે સવા દસ વાગે) સેન્સેક્સમાં 55.04 પોઈન્ટની તેજી સાથે 54576.79 પર અને નિફ્ટીમાં 15.80 પોઈન્ટના વધારા સાથે 16294.30 પર કારોબાર થઈ રહ્યો છે.
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં M&M, ONGC, TATA STEEL, ULTRATECH Cement અને EICHER MOTORS જોવા મળ્યા. જ્યારે ટોપ લૂઝર્સની વાત કરીએ તો HDFC LIFE, NESTLE INDIA, TATA CONSUMER, SBI LIFE અને ASIAN PAINT જોવા મળ્યા.
વૈશ્વિક બજારની વાત કરીએ તો ત્યાં પણ ઘટાડાનો માહોલ જોવા મળ્યો. જેના કારણે એવી આશંકા હતી કે ઘરેલુ બજાર પણ ઘટાડા સાથે ખુલશે. SGX નિફ્ટીમાં પણ નબળાઈ જોવા મળી. સોમવારે દમદાર શરૂઆત બાદ અમેરિકી બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો. ડાઉ જોન્સ 600 પોઈન્ટ ગગડીને નીચલા સ્તરે બંધ થયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે