તેજી સાથે ખુલ્યું શેર બજાર, સેન્સેક્સમાં 114 પોઈન્ટનો ઉછાળો

સોમવારે શેર બજાર તેજી સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ)ના 31 શેરોના સંવેદી ઈન્ડેક્સ 114.46 પોઈન્ટ  (0.32%) ની તેજી સાથે 35,964.62 પર જ્યારે નિફ્ટી  14.45 પોઈન્ટ (0.13%) વધીને10,786.25 પર ખુલ્યો હતો.  
તેજી સાથે ખુલ્યું શેર બજાર, સેન્સેક્સમાં 114 પોઈન્ટનો ઉછાળો

મુંબઇ: સોમવારે શેર બજાર તેજી સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ)ના 31 શેરોના સંવેદી ઈન્ડેક્સ 114.46 પોઈન્ટ  (0.32%) ની તેજી સાથે 35,964.62 પર જ્યારે નિફ્ટી  14.45 પોઈન્ટ (0.13%) વધીને10,786.25 પર ખુલ્યો હતો.  

માર્કેટ ખુલતાં જ સેન્સેક્સના જે શેરોમાં સૌથી મોટી બઢત જોવા મળી તેમાં સન ફાર્મા 1.79%, ટાટા મોટર્સ 1.68%, વીઈડીએલ 0.49%, ભારતી એરટેલ 0.40%, હિંદુસ્તાન યૂનિલિવર 0.24%, ઓએનજીસી 0.42% તો નિફ્ટી સૌથી વધુ મજબૂત થયેલા શેરોમાં સનફાર્મા (1.47%), ટાટા મોટર્સ (1.65%), ટાટા સ્ટીલ (485.65%) અને આઇસીઆઇસીઆઇ બેંક સામેલ છે.

તો બીજી તરફ સેન્સેક્સ પર એક્સિસ બેંકના શેર 0.93% જ્યારે એનટીપીસીના શેર 0.74% સુધી નબળા રહ્યા. તો બીજી તરફ નિફ્ટ પર કોલ ઈન્ડિયા 0.05%, ઈંડસબેંક 2.80% અને ઓએનજીસી 0.10% સુધી તૂટી ગયા. 

સોમવારે બજારમાં સામાન્ય વધારો જોવા મળ્યો. શુક્રવારે ઓટોમોબાઇલ સેક્ટરમાં શાનદાર પ્રદર્શનથી શેર બજાર તેજી સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઇ)ના 181.39 પોઈન્ટ (0.51%) વધીને 35,695.10 પર નેશનલ સ્ટોક એક્સચેંજ 55.10% પોઈન્ટ (0.52%) વધારા સાથે 10,727.35 પર બંધ થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news