ઓલા - ઉબરનાં મર્ઝરની અટકળો વચ્ચે ઉબરે અહેવાલોને રદ્દીયો આપ્યો
ઓલા અને ઉબર બંન્ને કંપનીઓમાં જાપાની સોફ્ટબેંક ઘણો મોટો હિસ્સો ધરાવે છે
- ઓલા - ઉબરનાં મર્જરની લાંબા સમયથી અટકળો હતી
- ઉબર પોતાનાં મુળ માર્કેટમાં પરત ફરે તેવી અટકળો હતી
- ઓલા 2019માં નફોકરતી કંપની બનવાની શક્યતાઓ
Trending Photos
નવી દિલ્હી: સોફ્ટબેન્કના બોર્ડના સભ્ય રાજીવ મિશ્રા દ્વારા કરવામાં આવેલી એક ટીપ્પણી બાદ ઓલા - ઉબરનાં મર્જરની અટકળો ચાલુ થઇ હતી. ટ્રેવિસ કલાનિક દ્વારા સ્થાપિત કંપની ઉબર ભારતમાંથી ઉચાળા ભરી રહી હોવાની અટકળોએ જોર પકડ્યું છે. સમાન રોકાણકાર તરીકે સોફ્ટબેન્ક દ્વારા ઓલા અને ઉબર વચ્ચે સંભવિત જોડાણની ચર્ચા ચાલી રહી છે. અંદાજે 9.3 અબજ ડોલરના સત્તાવાર રોકાણ સાથે જાપાનીઝ ટેક જૂથ સોફ્ટબેન્ક ઉબરની સૌથી મોટી શેરધારક બની ગઈ છે.
સુત્રો અનુસાર ઉબર અમેરિકા, યુરોપ, લેટિન અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં તેના મૂળ બજાર તરફ પાછી ફરે તો તે ઝડપી વૃદ્ધિ કરી શકે છે. સોફ્ટબેન્ક ચીનમાં ડીડી ચક્સિંગ, ભારતમાં ઓલા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ગ્રેબમાં સૌથી મોટી રોકાણકાર કંપની છે. આ બધા જ બજારોમાં સોફ્ટ બેન્કે વૃદ્ધિ માટે ઉબર કરતાં સ્થાનિક કંપનીઓને વધારે ટેકો કર્યો છે. સોફ્ટબેન્ક ઓલામાં ટાઈગર ગ્લોબલનો હિસ્સો ખરીદવા વાટાઘાટો કરતી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. બીજી તરફ ઉબર ઈન્ડિયાના પ્રવક્તાએ ઓલા અને ઉબર વચ્ચે જોડાણની ચર્ચાને વાહિયાત અટકળો ગણાવી હતી. તેમણે જણાવ્યું કે અમારો કારોબાર પહેલાં કરતાં વધુ મજબૂત બન્યો છે અને અમે ભારતમાં અમારા ગ્રાહકો અને ડ્રાઈવર ભાગીદારોને સેવા પૂરા પાડવામાં સંપૂર્ણપણે કટીબદ્ધ છીએ.
ઓલાએ જો કે આ અંગે કોઇ પણ ટીપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. ઉબર તેના મુખ્ય બજારો તરફ પાછી વળશે તો ભારતમાં ઓલા સાથે તેની પ્રતિસ્પર્ધા ઘટશે. ઓલા સાથે સ્પર્ધા કરવા બંને કંપનીએ તેમના સંબંધિત પ્લેટફોર્મ્સ પર ડ્રાઈવર્સ અને ગ્રાહકોને આકર્ષવા ભારે ઈન્સેન્ટીવ્સ અને ડિસ્કાઉન્ટ્સ આપવા અબજો ડોલરનો ખર્ચ કરવો પડે છે. જોકે, છેલ્લા એક વર્ષમાં બંને કંપનીઓએ તેમના ઈન્સેન્ટિવ્સ અને ડિસ્કાઉન્ટ્સમાં કાપ મૂક્યો છે. તેમ છતાં હજી પણ તેમનો ખર્ચ ઘણો વધારે છે. ઓલાના સહ-સ્થાપક ભાવિશ અગ્રવાલે વિસ્તરણ તેમજ વૃદ્ધિ માટે ઈલેક્ટ્રિક વ્હિકલ્સ, ઓટો અને સાઈકલ્સ જેવી નવી પહેલોમાં 1 અબજથી વધુ ડોલરના અંદાજિત રોકાણ માટે મોટાપાયે ભંડોળ ઊભું કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે. ઓલા 2019માં નફાકારક કંપની બને તેવી શક્યતાઓ કંપની દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, સોફ્ટબેન્ક ઓલા અને ઉબર વચ્ચે વિલીનીકરણ તે હજી સ્પષ્ટ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે