BCCIએ હજી સુધી 860 કરોડ રૂપિયા ટેક્સ જ નથી ચુકવ્યો

વિશ્વની સૌથી વધારે કમાણી કરતી સ્પોર્ટસંસ્થાઓ પૈકીની એક BCCI પાસે ટેક્સ ચુકવવા માટે પૈસા નથી

BCCIએ હજી સુધી 860 કરોડ રૂપિયા ટેક્સ જ નથી ચુકવ્યો

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગના ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) પાસે બાકી નીકળતી રકમ વધીને 860 કરોડ થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસે આવકવેરા આવકવેરા વિભાગે આરટીઆઇનાં જવાબમાં થયો હતો.  આવકવેરા વિભાગે આરટીઆઇ જવાબમાં જણાવ્યું કે, બીસીસીઆઇ પાસે તેની લેણી થતી રકમ વધીને 860 કરોડ થઇ ચુકી છે. આરટીઆઇ કાર્યકર સુભાષ અગ્રવાલે કરેલી અરજીમાં આવકવેરા વિભાગે આ માહિતી આપી હતી. માહિતી અનુસાર  બીસીસીઆઇ સમક્ષ આટલી રકમની કરમાંગ કરવામાં આવી હોવાનું અને ક્રિકેટ બોડીએ કરેલી ચૂકવણી વિગતો જણાવાઈ છે.

આવકવેરા આવકવેરા વિભાગે જણાવ્યું કે, બીસીસીઆઇ પાસે 9 જાન્યુઆરી 2018 સુધીનાં  આકારણી વર્ષમાં 2014-15 માટે કુલ 1,325.31 કરોડની રકમના લેણી નીકળતી હતી, જે પૈકી  બીસીસીઆઇએ 460.52 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી અને તેના 864.78 કરોડ હજી પણ લેણા નીકળે છે. આરટીઆઇનાં જવાબમાં વધુમમાં જણાવવામાં આવ્યું કે, 2015-16નું આકારણી વર્ષ પૂરું થશે અને વિભાગ ક્રિકેટ સંગઠન પાસેથી 400 કરોડની રકમ કરપેટે માંગી શકે છે અને આમ તેની કુલ બાકી નીકળતી રકમ 860.52 કરોડ રૂપિયા થશે.

સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને આવકવેરા વિભાગને તેની સમક્ષ બાકી નીકળતા વેરા અને રિકવરીઝ અંગે હકીકત જણાવવા આદેશ આપ્યા પછી તેણે આ વિગત જણાવી હતી. ઇન્ફોર્મેશન કમિશ્નર બિમલ જુલ્કાએ તેના તાજેતરના આદેશમાં જણાવ્યું હતું કે કમિશનને તે તરફ ધ્યાન દોરવું પડશે કે આવકવેરા સત્તાવાળાઓની કર વસૂલાત, અભિગમ, કાર્યપ્રણાલિ અને માર્ગદર્શિકાઓનું પબ્લિક બોડી બીસીસીઆઇ પાસેથી બાકી નીકળતા વેરાના સંદર્ભમાં પાલન કરવામાં આવ્યું છે અને આ ખાસ કેસમાં સંદર્ભમાં અને તેના જેવા જ બીજા કેસોના સંદર્ભમાં વ્યાજનું સંપાદન કરવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news