ભારતનો સૌથી મોંઘો ટીવી શો, જેને બનાવવામાં લાગ્યા 500 કરોડ, તોડી નાખ્યા હતા તમામ રેકોર્ડ
India Most Expensive TV Show: જ્યારે મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ જાય છે ત્યારે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. તાજેતરમાં જ્યારે કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના અડધા શેર વેચાયા, ત્યારે બધા દંગ રહી ગયા હતા. આ તમામ બાબતો દર્શાવે છે કે ફિલ્મો અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કેટલું જોખમ છે. આવી જ એક સિરિયલ થોડાં વર્ષો પહેલા આવી હતી, જેમાં મેકર્સે તેને બનાવવામાં પાણીની જેમ રોકાણ કર્યું હતું પરંતુ તેને સરખો રિસ્પોન્સ મળ્યો નહોતો. આવો તમને જણાવીએ કે દેશની સૌથી મોંઘી સિરિયલ કઈ છે.
પોરસ ટીવી શો
આ 'પોરસ' છે જે એક ઐતિહાસિક એપિક ડ્રામા સિરિયલ હતી. જેના નામે ભારતની સૌથી મોંઘી ટીવી સિરીઝનો રેકોર્ડ નોંધાયેલો છે. 'ફર્સ્ટપોસ્ટ' અનુસાર વર્ષ 2017માં મેકર્સે આ શો બનાવવા માટે લગભગ 500 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.
'પોરસ'નું બજેટ
'પોરસ'નું બજેટ એટલું બધું હતું કે તેની સરખામણીમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો કંઈ જ ન હતી. જેમ બાહુબલી 2નું બજેટ 250 કરોડ રૂપિયા, બ્રહ્માસ્ત્રનું બજેટ 350 કરોડ રૂપિયા, જવાનનું બજેટ 300 કરોડ રૂપિયા અને સિંઘમ અગેઇનનું બજેટ 350 કરોડ રૂપિયા હતું.
'પોરસ'ની કહાની અને કાસ્ટ
'પોરસ'ની કાસ્ટની વાત કરીએ તો મુખ્ય ભૂમિકા લક્ષ્ય લાલવાણીએ ભજવી હતી અને સુહાની લાચીની ભૂમિકામાં હતી. સિકંદરની ભૂમિકા રોહિત પુરોહિતે ભજવી હતી. આ કહાનીમાં પંજાબ-સિંધના રાજા પોરસ પર આધારિત હતી જેમણે એલેક્ઝાન્ડર સામે યુદ્ધ કર્યું હતું. IMDbના રેટિંગની વાત કરીએ તો તેને 10 માંથી 7.6 રેટિંગ મળ્યું છે.
'પોરસ'નું બજેટ કેમ આટલું વધારે
'પોરસ'ના નિર્માતાઓએ મોટા પાયે બનાવી. બાહુબલી જેવી સિરિયલની જેમ આ શોને બનાવવા માંગતા હતા. જેના માટે તેમણે ફાઈટ સીન્સ માટે મોંઘા વીએફએક્સનો ઉપયોગ કર્યો હતો. યુદ્ધના મોટા દ્રશ્યો માટે હજારો લોકોને કાસ્ટ કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં તે થાઈલેન્ડ જેવી જગ્યાએ પણ આ શોનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.
'પોરસ'ના કુલ 299 એપિસોડ
'પોરસ'ના કુલ 299 એપિસોડ પ્રસારિત થયા હતા. મતલબ કે દરેક એપિસોડની કિંમત લગભગ 1.70 કરોડ રૂપિયા હશે. આ ટીવી શોએ અગાઉના મોંઘા ભારતીય ટીવી શો 'સૂર્યપુત્ર કર્ણ'નો રેકોર્ડ તોડ્યો હતો જેનું બજેટ 250 કરોડ રૂપિયા હતું.
'પોરસ' હિટ હતી કે ફ્લોપ?
'પોરસ'ને પ્રોડ્યૂસ સ્વસ્તિક પ્રોડક્શનના સિદ્ધાર્થ કુમાર તિવારીએ કર્યું હતું અને તે સોની ટીવી ચેનલ પર શરૂ થયું હતું. પરંતુ તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. શરૂઆતમાં તેને ટીઆરપીની રેસમાં સારો રિસ્પોન્સ મળ્યો પરંતુ પછી તેની ટીઆરપી ઘટવા લાગી. મળતી માહિતી અનુસાર બજેટની સરખામણીમાં આ સિરિયલ લોકોના દિલ જીતવામાં સફળ ન રહી અને તે ફ્લોપ રહી હતી.
Trending Photos