મોદી સરકારની સામાન્ય માણસને ભેટ, નાની બચત યોજનાઓ પર હવે મળશે વધુ વ્યાજ
પાંચ વર્ષની સ્થિર થાપણ, રિકરિંગ ડિપોઝિટ અને વરિષ્ઠ નાગરિક બચત યોજનાના વ્યાજ દરો વધારીને ક્રમશ: 7.8 ટકા, 7.3 ટકા અને 8.7 ટકા કરી દેવામાં આવી છે. જોકે બચત જમા માટે વ્યાજ દર 4 ટકા યથાવત છે.
Trending Photos
નવી દિલ્હી: નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓ માટે મોટી ખુશખબરી છે. મોદી સરકારે આ બચત યોજનાઓ પર વ્યાજ વધી રહ્યું છે. હવે તમારે પહેલાની તુલનાએ પોતાની બચત પર વધુ ફાયદો મળશે. યોજનાઓના વ્યાજદરમાં ફેરફાર થાય છે. એટલે કે ઓક્ટોબરથી માંડીને ડિસેમ્બર ત્રિમાસિક સુધી આ વ્યાજ દર લાગૂ રહેશે. નાની બચત યોજનાઓ જેમકે પબ્લિક પ્રોવિડેંટ ફંડ (PPF), રાષ્ટ્રીય બચત પત્ર (NSC), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અને પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝીટના વ્યાજ દરોમાં વધારો થયો છે. વધેલા વ્યાજ દર 1 ઓક્ટોબર 2018 થી 31 ડિસેમ્બર સુધી લાગૂ રહેશે.
0.40 ટકા વધાર્યો વ્યાજ દર
નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક સર્કુલર અનુસાર, વિભિન્ન બચત યોજનાઓના વ્યાજ દરમાં 0.30% થી 0.40%નો વધારો કરવામાં આવ્યો છે. અન્ય યોજનાઓ જેમ કે પાંચ વર્ષના ટાઇમ ડિપોઝીટ, સુકન્યા સમૃદ્ધિ યોજના અને પીપીએફના વ્યાજ દરમાં 0.40 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ગત બે ત્રિમાસિકમાં થયો ન હતો ફેરફાર
નિશ્વિત આવકની બચત યોજનાઓમાં રોકાણ કરનારા રોકાણકારો માટે આ સ્વાગત યોગ્ય પગલું છે કારણ કે આ યોજનાઓના વ્યાજ દરોમાં ગત બે ત્રિમાસિક દરમિયાન કોઇ વધારો કરવામાં આવ્યો નથી. તમને એ પણ જણાવી દઇએ કે ગત જાન્યુઆરી-માર્ચ 2018ની ત્રિમાસિકમાં સરકારે આ યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો.
કોના પર કેટલું મળશે વ્યાજ
આ વધારા બાદ પીપીએફ અને એનસીસી પર 8 ટકા વ્યાજ મળશે. તો બીજી તરફ સુકન્યા સમૃદ્ધિ યોજના પર હવે 8.5% અને વરિષ્ઠ નાગરિક બચત યોજના પર 8.7%નું વ્યાજ મળશે. કિસાન વિકાસ પત્ર પર હવે 7.7 ટકાના દરએ વ્યાજ મળશે અને હવે આ 112 અઠવાડિયામાં પરિપક્વ થઇ જશે. જોકે, પોસ્ટ બચત ખાતાના વ્યાજ દરોમાં કોઇ પરિવર્તન કરવામાં આવ્યું નથી અને આ 4% જ રહેશે. સુકન્યા સમૃદ્ધિ ખાતાઓ માટે સુધારેલ વ્યાજ દર 8.5 ટકા હશે. એકથી ત્રણ વર્ષની અવધિ જમા પર વ્યાજ દરમાં 0.3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
પાંચ વર્ષની બચત યોજનાઓ પર કેટલું વ્યાજ
પાંચ વર્ષની સ્થિર થાપણ, રિકરિંગ ડિપોઝિટ અને વરિષ્ઠ નાગરિક બચત યોજનાના વ્યાજ દરો વધારીને ક્રમશ: 7.8 ટકા, 7.3 ટકા અને 8.7 ટકા કરી દેવામાં આવી છે. જોકે બચત જમા માટે વ્યાજ દર 4 ટકા યથાવત છે.
આ વધારા બાદ પીપીએફ અને એનએસસી પર 8 ટકાનું વ્યાજ મળશે. તો બીજી તરફ સુકન્યા યોજના પર હવે 8.5 % અને વરિષ્ઠ નાગરિક બચત યોજના પર 8.7%નું વ્યાજ મળશે. જોકે પોસ્ટ ઓફિસ બચત ખાતાના વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે 4% જ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે