SIP થી બદલી શકો છો તમારૂ ભાગ્ય, જાણો 5000, 8000, 10000 ના માસિક રોકાણથી કેટલા વર્ષમાં બનશો કરોડપતિ
એસઆઈપી દ્વારા મ્યૂચુઅલ અંડમાં રોકાણ કરવાનું હોય છે. આમ તો એસઆઈપી માર્કેટ લિંક્ડ છે, પરંતુ મોટા ભાગના એક્સપર્ટ તેને આજના સમયમાં રોકાણનું શ્રેષ્ઠ માધ્યમ માને છે.
Trending Photos
નવી દિલ્હીઃ કરોડપતિ બનવાનું સપનું દરેક જુએ છે, પરંતુ તેને ખુબ ઓછા લોકો પૂરુ કરી શકે છે. જો તમે પણ મિડલ ક્લાસ પરિવારમાંથી છો, નોકરી કરો છો અને આવનારા સમયમાં ખુદને કરોડપતિ બનતા જોવા ઈચ્છો છો તો આ સપનું SIP દ્વારા પૂરુ કરી શકાય છે. એસઆઈપી દ્વારા મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરવાનું હોય છે. આમ તો એસઆઈપી માર્કેટ લિંક્ડ છે, પરંતુ મોટા ભાગના એક્સપર્ટ આજના સમયમાં રોકાણનું સૌથી શાનદાર માધ્યમ માને છે.
એસઆઈપીમાં તમે જેટલા લાંબા સમય રોકાણ કરશો, તેટલું સારૂ રિટર્ન મળશે. તેમાં તમને કમ્પાઉન્ડિંગ ઈન્ટરેસ્ટનો ફાયદો મળે છે. તેવામાં લાંબા સમયમાં તમે રોકાણ કરેલા પૈસા ઝડપથી વેલ્થમાં કન્વર્ટ થાય છે. એસઆઈપીનું એવરેજ રિટર્ન 12 ટકા માનવામાં આવે છે. આ રિટર્ન આજે કોઈપણ સ્કીમની તુલનામાં વધુ છે. તેવામાં લાંબા સમય સુધી એસઆઈપીમાં રોકાણ કરવાનું જારી રાખી તમે કરોડપતિ બની શકો છો. જાણો કઈ રીતે?
5000 ના રોકાણથી કેટલા વર્ષોમાં બનશો કરોડપતિ
માની લો કે તમે આજથી 5000 રૂપિયાની એસઆઈપી પણ શરૂ કરો છો તો તમે તેને સતત 26 વર્ષ સુધી જાળવી રાખો. 12 ટકા રિટર્ન પ્રમાણે તમને 26 વર્ષમાં 1,07,55,560 રૂપિયા મળશે. જ્યારે 5000 રૂપિયા મહિના પ્રમાણે તમારે કુલ 15,60,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
8000 રૂપિયાના રોકાણથી ક્યારે બનશો કરોડપતિ
જો તમે રોકાણની રકમ થોડી વધારી દો અને દર મહિને 8000 રૂપિયાનું રોકાણ કરો તો તમને કરોડપતિ બનવા માટે ઓછામાં ઓછા 22 વર્ષ લાગશે. 22 વર્ષમાં તમે કુલ 21,12,000 રૂપિયાનું રોકાણ કરશો, પરંતુ 12 ટકા રિટર્ન પ્રમાણે તમને 1,03,67,167 રૂપિયા મળશે.
10000 મહિને રોકાણથી ક્યારે પૂરુ થશે સપનું
જો તમારો પગાર સારો છે અને તમે દર મહિને 10000 રૂપિયાનું રોકાણ કરી શકો છો તો કરોડપતિ બનવાનું સપનું પણ જલ્દી પૂરુ થઈ શકે છે. તેવામાં તમારે 20 વર્ષ રોકાણ કરવું પડશે. 20 વર્ષમાં તમે 24,00,000 રૂપિયાનું રોકાણ કરશો, પરંતુ તમને 12 ટકાના રિટર્ન તરીકે 99,91,479 રૂપિયા આશરે 1 કરોડ રૂપિયા મળશે. જો તમે તેને 21 વર્ષ સુધી જારી રાખો તો 1,13,86,742 રૂપિયાનું રિટર્ન પ્રાપ્ત કરી શકો છો.
SIP ની ખાસ વાત
એસઆઈપીની સારી વાત છે કે તેમાં તમે ગમે ત્યારે રોકાણને વધારી કે ઘટાડી શકો છો. ફાઈનાન્શિયલ એક્સપર્ટ દીપ્તિ ભાર્ગવ કહે છે કે સારા રિટર્ન માટે દરેકે દર વર્ષે થોડું અમાઉન્ટ વધારી રોકાણ કરવું જોઈએ. ભલે તમે 500 રૂપિયા જ વધારો. આ એટલું મુશ્કેલ નથી કારણ કે સમયની સાથે તમારો પગાર પણ વધે છે. આ સિવાય એસઆઈપીમાં એવરેજ રિટર્ન 12 ટકા છે, પરંતુ તમને તેનાથી વધુ રિટર્ન મળ્યું તો તમારા પૈસા ઓછા સમયમાં વધી જશે. જો તમને વચ્ચે જરૂર પડે તો તમે એસઆઈપી રોકી પણ શકો છો અને સમય અનુસાર તેને ફરી શરૂ કરી શકો છો.
(ડિસ્ક્લેમરઃ મ્યૂચુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમો અધીન છે. રોકાણ કરતા પહેલા તપાસ કરો અથવા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે