Silver Price Hike: ચાંદીનો ભાવ 1 લાખને પાર, ચાંદીએ ઉતારી દીધો સોનાનો રૂઆબ
Silver Rate At New High: ચાંદીએ બધા બધા રેકોર્ડ તોડી દીધા છે ત્યારબાદ શું દેશ અને શું વિદેશ- તમામ જગ્યાએ ચમકીલી મેટલની ચમક ધૂમ મચાવી રહી છે. સિલ્વરના રોકાણકારોને તાબડતોડ રિટર્ન મળ્યું છે.
Trending Photos
Silver Rate: સોના અને ચાંદીના ભાવમાં સતત તેજીનો સિલસિલો છે. ભારતના આ શહેરમાં ચાંદી તમામ રેકોર્ડ તોડી દીધા છે અને આ 1 લાખ રૂપિયાને પાર થઇ ગઇ છે. આ ભાવ સ્પોટ માર્કેટ માટે છે. કારણ કે મલ્ટી કમોડિટી એક્સચેંજ એટલે કે વાયદા બજારમાં આજે કારોબારી રજા છે જેના લીધે સોના-ચાંદીના નવા જોવા મળ્યા નથી.
ચેન્નઇમાં ચાંદીનો ભાવ 1 લાખ રૂપિયાને પાર
ચેન્નઇમાં ચાંદીનો ભાવ ઐતિહાસિક ઉંચાઇને સ્પર્શ્યો હતો. ચાંદી 1,01,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર છે જ્યારે અન્ય બજારોમાં આ 99,990 રૂપિયા એટલે કે એક લાખ રૂપિયાની બિલકુલ નજીક છે.
દેશના આ શહેરોમાં પણ ચાંદીના ભાવ 1 લાખને પાર
હૈદરાબાદ- 1,01,000 રૂપિયા પ્રતિ કિલો
કેરળ- 1,01,000 રૂપિયા પ્રતિ કિલો
કોઈમ્બતુર - 1,01,000 રૂપિયા પ્રતિ કિલો
મદુરાઈ- 1,01,000 રૂપિયા પ્રતિ કિલો
વિજયવાડા- 1,01,000 રૂપિયા પ્રતિ કિલો
ભુવનેશ્વર- 1,01,000 રૂપિયા પ્રતિ કિલો
વિશાખાપટ્ટનમ - 1,01,000 રૂપિયા પ્રતિ કિલો
કટક- 1,01,000 રૂપિયા પ્રતિ કિલો
તિરુપતિ- 1,01,000 રૂપિયા પ્રતિ કિલો
સલેમ - 1,01,000 રૂપિયા પ્રતિ કિલો
ગુંટુર - 1,01,000 રૂપિયા પ્રતિ કિલો
સોર્સ- goodreturns.in
EPF Death Claim માટે આવી ગયો નવો નિયમ, ક્લેમ કરતાં પહેલાં જાણી લો અપડેટ
પત્નીઓને સાચવીને રાખજો... આ શહેરમાંથી 14 પત્નીઓ ગાયબ થયાની FIR, જાણો શું છે મામલો
આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની ચમક સૌથી તેજ
આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની ચમક આજે સૌથી વધુ છે અને આ ચાર વર્ષથી વધુ ઉંચા સ્તર પર આવી ગઇ છે. આજે કોમેક્સ પર ચાંદીમાં એક સમયે 3.18 ટકાથી વધુ તેજી જોવા મળી રહી હતી. તેમાં 32.138 ડોલર પ્રતિ ઔંસનો રેટ જોવા મળી રહ્યો છે. આ સતત પોઝિટિવ સેંટીમેંટના દમ પર નવી ખરીદીનો સપોર્ટ જોવા મળી રહ્યો છે.
મોતીલાલ ઓસવાલે પહેલાં જ આપ્યો હતો એક લાખ રૂપિયાનો ટાર્ગેટ
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિસ (MOSFL) એ અક્ષય તૃતિયા એટલે કે 10 મેના પહેલાં અનુમાન કર્યું હતું કે ચાંદી જલદી 1 લાખ રૂપિયાના સ્તરને પાર કરશે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિસ (MOSFL) એ કહ્યું કે સોના અને ચાંદીની ખરીનું વલણ અપનાવવું જોઇએ અને જલદી જ ચાંદીમાં 34 ડોલર પ્રતિ ઔંસના ભાવ પર કોમેક્સ પર જોવા મળશે.
જૂનમાં ગરમીનો પારો 50 ડિગ્રી પહોંચશે, જાણો શું કહી રહ્યા છે હવામાન વૈજ્ઞાનિકો
ચાંદીમાં સતત મળી રહ્યું છે શાનદાર રિટર્ન
ચાંદીમાં સતત ઘણા વર્ષોથી શાનદાર રિટર્ન મળી રહ્યું છે. દર વર્ષે અક્ષય તૃતિયા પર જોરદાર સોના-ચાંદીની ખરીદી થાય છે. આ વર્ષની શરૂઆતથી અક્ષય તૃતિયા સુધી જ 11 ટકાનું રિટર્ન ચમકીલી મેટલ સિલ્વરમાં મળી ચૂક્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે