દોડવા માટે તૈયાર છે આ 4 Mid-Cap IT Stocks,એક્સપર્ટે કહ્યું- ખરીદી લો, જાણો 1 વર્ષ માટે ટાર્ગેટ

SID Ki SIP: માર્કેટ એક્સપર્ટ સિદ્ધાર્થ સેડાણી (Siddharth Sedani)એ આ સપ્તાહે એક નવી થીમ ટેક ગ્રીન (Tech Teen)લઈને આવ્યા છે. તેમણે તેમાં 4 ક્વોલિટી શેર Mphasis, Cyient, MapMyIndia, Mastek ને સામેલ કર્યાં છે.

દોડવા માટે તૈયાર છે આ 4 Mid-Cap IT Stocks,એક્સપર્ટે કહ્યું- ખરીદી લો, જાણો 1 વર્ષ માટે ટાર્ગેટ

SID Ki SIP: ઘરેલુ શેર બજારમાં બુધવારે સેન્સેક્સ સામાન્ય ઘટાડા જ્યારે નિફ્ટી 1.10 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. શેર બજારની શરૂઆત ધમાકેદાર થઈ હતી. પરંતુ ત્યારબાદ પ્રોફિટ બુકિંગ શરૂ થયું અને બજાર લાલ નિશાનમાં આવી ગયું હતું. બજારમાં સૌથી વધુ ખરીદી બેન્કિંગ અને રિયલ્ટી સેક્ટરમાં જોવા મળી હતી. બજારના આ ઉતાર-ચઢાવમાં લાંબા ગાળાના દમદાર ફન્ડામેન્ટલવાળા શેર સારૂ રિટર્ન આપી શકે છે.

ઈન્વેસ્ટરોને સારો નફો થાય તે માટે માર્કેટ એક્સપર્ટ સિદ્ધાર્થ સેડાણી (Siddharth Sedani)આ સપ્તાહની નવી થીમ ટેક ટીન (Tech Teen) સઈને આવ્યા છે. તેમાં તેમણે ચાર ક્વોલિટી શેર Mphasis, Cyient, MapMyIndia, Mastek ને સામેલ કર્યાં છે. આ સ્ટોક્સમાં આગામી 1 વર્ષની દ્રષ્ટિએ રોકાણની સલાહ છે. સેડાણીએ પોતાના થીમ સ્ટોક્સમાં જણાવ્યું કે કયાં શેરમાં કેટલું એલોકેશન કરવું જોઈએ. 

કેમ પસંદ કરી Tech Teen થીમ
માર્કેટ એક્સપર્ટ સિદ્ધાર્થ સેડાણીનું કહેવું છે કે આજની થીમ ટેક્નોલોજી પર છે. ટેક્નોલોજીની કંપનીઓ જે ટીન એજમાં છે એટલે કે મિડકેપ આઈટી કંપનીઓને આજની થીમમાં સામેલ કરી છે. આઈટી શાનદાર તેજીથી વધી શકે છે. આગામી પાંચ વર્ષ માટે 11-14 ટકાનો ગ્રોથ રહી શકે છે. આવનારા છ મહિનામાં યુએસ, યુરોપમાં દરમાં ઘટાડાથી આઈટી સેક્ટરને ફાયદો થશે. કંપનીઓને સતત નવા ઓર્ડર મળી રહ્યાં છે. મિડકેટ આઈટી સ્ટોકે છેલ્લા છ મહિનામાં 25 ટકા રિટર્ન આપ્યું છે. ન્યૂ એઝ બિઝનેસ ખુબ દમદાર છે. કારણ કે ભારત આઈટી હબ છે. આવનારા સમયમાં તે વધુ સારૂ પરફોર્મ કરી શકે છે. પરંતુ 3-4 ક્વાર્ટરમાં આઈટી પરફોર્મ કરી રહ્યું નથી પરંતુ મિડકેલ આઈટી સતત સારૂ પ્રદર્શન કરી રહ્યું છે.

SID ની SIP: Tech Teen 

Mphasis
ટાર્ગેટ ₹2810
વળતર (1 વર્ષ) --
એલોકેશન 25%

Cyient
ટાર્ગેટ ₹2470
વળતર (1 વર્ષ) --
એલોકેશન 25%

MapMyIndia
ટાર્ગેટ ₹2000
વળતર (1 વર્ષ) --
એલોકેશન 25%

Mastek
ટાર્ગેટ ₹3850
વળતર (1 વર્ષ) --
એલોકેશન 25%
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news