સેન્સેક્સમાં 400 પોઇન્ટની તેજી, નિફ્ટીમાં 100 પોઇન્ટનો ઉછાળો

સવારે 10 વાગ્યાના 08 મિનિટ પર સેન્સેક્સ 400.00 પોઇન્ટ એટલે કે 1.41 ટકાની તેજી સાથે 28,688.23 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 130.45 પોઇન્ટ એટલે કે 1.58 ટકાની તેજી સાથે 8,393.90 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

સેન્સેક્સમાં 400 પોઇન્ટની તેજી, નિફ્ટીમાં 100 પોઇન્ટનો ઉછાળો

નવી દિલ્હી: કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે 20 માર્ચના રોજ સેન્સેક્સ અને નિફ્ટી તેજી સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યો. શુક્રવારે ભારતીય શેરબજાર બઢત સાથે ખુલ્યું, જોકે તેજી વધુ સમય સુધી ટકી ન શકી. સેન્સેક્સ 352.50 પોઇન્ટની તેજી સાથે 28,640.73 પોઇન્ટ સાથે 28,640.73 પોઇન્ટ પર ખુલ્યો તો બીજી તરફ 68.65 પોઇન્ટની તેજી સાથે 8,332.10 પોઇન્ટ પર ખુલ્યો. 

સવારે 10 વાગ્યાના 08 મિનિટ પર સેન્સેક્સ 400.00 પોઇન્ટ એટલે કે 1.41 ટકાની તેજી સાથે 28,688.23 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 130.45 પોઇન્ટ એટલે કે 1.58 ટકાની તેજી સાથે 8,393.90 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. શુક્રવારે શરૂઆતી કારોબારમાં અમેરિકી ડોલરના મુકાબલે ભારતીય મુદ્વા રૂપિયા 34 પૈસા મજબૂત થઇને 74.78 પર ખુલ્યો. 

સવારે 9:45 મિનિટ પર સેન્સેક્સ 183.54 પોઇન્ટ એટલે કે 0.65 ટકાના ઘટાડા સાથે 28,104.69 પોઇન્ટ પર, જ્યારે નિફ્ટી 41.35 પોઇન્ટ એટલે કે 0.50 ટકાના ઘટાડા સાથે 8,222.10 પોઇન્ટ પર ટ્રેડ કરતો જોવા મળ્યો. 

સેન્સેક્સના 30માંથી 23 ઇન્ડેક્સ ગ્રીન નિશાન તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. પાવરગ્રિડ, ઓએનજીસી, સનફાર્મા, આઇટીસી, હિંદુસ્તાન લીવર, મારૂતિ વગેરેમાં તેજી જોવા મળી છે જ્યારે કોટક બેંક, બજાજ ફાઇનાન્સ, ટાઇટન, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી, એચડીએફસી બેંક, ઇંડસંડ એંકના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news