શેરબજારઃ રોકારણકારોને 100 દિવસમાં 12.5 લાખ કરોડ રૂપિયાનું થયુ નુકસાન

નાણા પ્રધાન નિર્મલા સીતારમને બજેટમાં સુપર-રિચ પર ટેક્સ સરચાર્જ વધારવાની જાહેરાત કરી હતી. વિદેશી રોકાણકારો (એફપીઆઈ)ને પણ તેની હેઠળ માનવામાં આવ્યા હતા.
 

શેરબજારઃ રોકારણકારોને 100 દિવસમાં 12.5 લાખ કરોડ રૂપિયાનું થયુ નુકસાન

મુંબઈઃ મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં શેર બજારમાં કોરાણકારોને 12.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 30 મેએ સરકારે કામકાજ શરૂ કર્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટેલાઇઝેશન તે દિવસે 153 લાખ 62 હજાર 936 કરોડ રૂપિયા હતું. હવે 141 લાખ 15 હજાર 316 કરોડ રૂપિયા થઈ ગયું છે. તેનું એક મોટુ કારણ વિદેશી રોકાણકારોની બિકવાલી પણ રહ્યું છે.  

વિદેશી રોકારણકારોએ 100 દિવસમાં 31700 કરોડ રૂપિયા કાઢ્યા
નાણા પ્રધાન નિર્મલા સીતારમને બજેટમાં સુપર-રિચ પર ટેક્સ સરચાર્જ વધારવાની જાહેરાત કરી હતી. વિદેશી રોકાણકારો (એફપીઆઈ)ને પણ તેની હેઠળ માનવામાં આવ્યા હતા. આ કારણે એફપીઆઈએ બિકવાલી વધારી દીધી હતી. પરંતુ બજારમાં સતત ઘટાડો જોતા સરકારે પાછલા મહિને એફપીઆઈ પર સરચાર્જ વધારાનો નિર્ણય પરત ખેંચી લીધો હતો. પરંતુ બજારને વધુ ફાયદો થયો નથી. 

મોદી સરકારના બીજા કાર્યકાળમાં અત્યાર સુધી વિદેશી રોકાણકારો 31,700 કરોડ રૂપિયાનું વેચાણ કરી ચુક્યા છે. આ દરમિયાન એનએસઈ પર સરકારી બેન્કોના ઇન્ડેક્સમાં 26 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સરકારના શરૂઆતી 100 દિવસમાં આઈટી ઇન્ડેક્સ છોડીને બાકી 10 ઇન્ડેક્ટ નુકસાનમાં રહ્યાં છે. 

ઇન્ડેક્સ       10 દિવસમાં નુકસાન

પીએસયૂ બેન્ક 26.13%
મેટલ 19.65%
મીડિયા 14.07%
ઓટો 13.48%
પ્રાઇવેટ બેન્ક 12.48%
બેન્ક 12.11%
રિએલિટી 10.15%
ફાઇન્નાશિયલ સર્વિસ 7.63%
ફાર્મા 4.79%
એફએમસીજી 3.89%

વિશ્લેષકો પ્રમાણે અમેરિકા-ચીનના ટ્રેડ વોરને કારણે મેટલ સેક્ટરના શેરોના શેરોના વેચાણમાં વધારો થયો. ઓટો સેક્ટરમાં એક વર્ષથી મંદી ચાલી રહી છે. સતત વેચાણ ઘટવાને કારણે ઓટો કંપનીઓના શેરોમાં ઘટાડો થયો છે. 

મોદી સરકારની બીજી જીતની આશામાં વિદેશી રોકાણકારોએ ફેબ્રુઆરીથી મે વચ્ચે શેરબજારમાં 83,000 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. પરંતુ ઘણી મુખ્ય કંપનીઓના નબળા ક્વાર્ટર પરિણામ, ઓટો સેક્ટરમાં મંદી, ગ્લોબલ ટ્રેડ વોર અને બીજા આંતરરાષ્ટ્રીય કારણોને લીધે બજારમાં ઘટાડો થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news