150 અંક મજબૂત ખુલ્યા બાદ તુટ્યો સેન્સેક્સ, નિફ્ટી 11 હજારની નજીક તૂટ્યો

અમેરિકા ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. તેની સીધી અસર ઘરેલૂ શેર બજાર પર પણ જોવા મળી છે. શેર બજારે મજબુતી સાથે શરૂઆત કરી, પરંતુ એક કલાકની અંદર જ સેન્સેક્સ લગભગ 200 પોઇન્ટ તૂટ્યો હતો

150 અંક મજબૂત ખુલ્યા બાદ તુટ્યો સેન્સેક્સ, નિફ્ટી 11 હજારની નજીક તૂટ્યો

નવી દિલ્હી: અમેરિકા ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. તેની સીધી અસર ઘરેલૂ શેર બજાર પર પણ જોવા મળી છે. શેર બજારે મજબુતી સાથે શરૂઆત કરી, પરંતુ એક કલાકની અંદર જ સેન્સેક્સ લગભગ 200 પોઇન્ટ તૂટ્યો હતો. ગુરૂવારે સેન્સેક્સ 149 અંક ઉપર 36691ના સ્તર પર ખુલ્યો હતો. ત્યારે નિફ્ટી 26 અંક સાથે 11079.80ના સ્તર પર ખુલ્યો હતો. પરંતુ અત્યારે સેન્સેક્સ 50 અંકના ઘટાડા સાથે 36490 પર વ્યાપાર કરી રહ્યો છે. ત્યારે નિફ્ટી 25 અંકના ઘટાડા સાથે 11028.95ના સ્તર પર વ્યાપાર કરી રહ્યો છે.

ક્રૂ઼ડ ઓઇલમાં વધતી કિંમત અને ફ્યૂચર એન્ડ ઓફશંસ (F&O)ની સમાપ્તિના કારણે બજાર પર દબાણ જોવા મળી રહ્યું છે. ઇમ્પોર્ટ ડ્યૂટી વધવાના કારણે કંજ્યૂમર ડુરેબલ્સ શેરમાં ઝડપી ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે પીએસયૂ બેન્ક, ઓટો, મેટલ અને આઇટી શેરમાં તેજી જોવા મળી રહી છે.

મિડકેપ-સ્મોલકેપ શેરમાં દબાણ
શરૂઆતના વેપારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરમાં દબાણ જોવા મળી રહ્યું છે. બીએસઇના મિડકેપ ઇન્ડેક્સ 0.36 ટકા ઘટ્યો છે. જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સમાં 0.40 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સ ફ્લેટ જોવા મળી રહ્યું છે.

રૂપિયો 19 પૈસાના વધારાની સાથે ખુલ્યો
બજારને રૂપિયા તરફથી પણ સપોર્ટ મળ્યો છે. ગુરૂવારે રૂપિયની મજબુત શરૂઆત થઇ હતી. ડોલરની સામે રૂપિયો 19 પૈસાના વધારાની સાથે 72.42ના સ્તર પર ખુલ્યો હતો. બુધવારે રૂપિયો 9 પૈસાની મજબુતી સાથે 72.61ના સ્તર પર બંધ થયો હતો.

અમેરિકામાં વધ્યો વ્યાજ દર
અમેરિકી ફેડરલ રિઝર્વે વર્ષ 2018માં ત્રીજી વખત વ્યાજ દરમાં વધારો કર્યો છે. બુધવારે વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. અત્યારે અમેરિકામાં વ્ચાજ દર 2-2.25 ટકા પર પહોંચી ગયો છે. વધારા બાદ ફેડનો દર એપ્રિલ 2008ના સ્તર પર પહોંચી ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news