શેરબજારમાં હાહાકાર, અચાનક સેંસેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો

સેંસેક્સ અને નિફ્ટીમાં વી આકારની રિકવરી જોવા મળી છે. દીવાન હાઉસિંગ ફાઇનાન્સના શેરોમાં 0.21%, યસ બેંકમાં 23.77%, ઇન્ડીયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સમાં 18.93% અને સેંટ્રલ બેંક ઓફ ઇન્ડીયામાં 19.95 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

શેરબજારમાં હાહાકાર, અચાનક સેંસેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો

નવી દિલ્હી: ભારતીય શેર બજારમાં શુક્રવારે કારોબાર દરમિયાન 1.09 મિનિટ પર હાહાકાર મચી ગયો. સેંસેક્સમાં 1100થી વધુ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો. જોકે સમાચાર લખવામાં આવી રહ્યા છે ત્યારે સેંસેક્સ 36913 પોઇન્ટ પર ટ્રેંડ કરી રહ્યો હતો. ઘટાડા દરમિયાન 35993.64 પોઇન્ટના સ્તરનો અડક્યો હતો. જોકે, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના શેરમાં ભારે ઘટાડાના લીધે બેંકોની સાથે-સાથે નિફ્ટી અને સેંસેક્સમાં ભારે ઘટાડો નોંધાયો હતો. 

જોકે સેંસેક્સ અને નિફ્ટીમાં વી આકારની રિકવરી જોવા મળી છે. દીવાન હાઉસિંગ ફાઇનાન્સના શેરોમાં 0.21%, યસ બેંકમાં 23.77%, ઇન્ડીયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સમાં 18.93% અને સેંટ્રલ બેંક ઓફ ઇન્ડીયામાં 19.95 ટકાનો ઘટાડો નોંધાયો હતો. યસ બેંકના એમડી અને ચેરમેન રાણા કપૂરને 31 જાન્યુઆરી 2019 બાદ બેંકના CMD બની રહેવાની પરવાનગી ભારતીય રિઝર્વ બેંક પાસે મળી નથી, જેથી યસ બેંકના શેર 34 તૂટ્યો છે. 

સમાચાર લખવામાં આવી રહ્યા છે ત્યારે નિફ્ટી 18 કંપનીઓની બઢત સાથે જ્યારે 32 કંપનીઓના ઘટાડા સાથે ટ્રેંડ કરી રહ્યો હતો ઇન્ડીયન ઓઇલમાં 1.82%, હિંડાલ્કોમાં 1.19%, આઇટીસીમાં 1.13 ટકા અને બીપીસીએલમાં 0.90 ટકાની તેજી જોવા મળી રહી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news