બ્લેક ફ્રાઇડે : કારોબારના અંતિમ દિવસે શેર બજારમાં કડાકો, રોકાણકારોના 2.26 લાખ કરોડ સ્વાહા

કારોબાર સત્રના અંતિમ દિવસે શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી બંન્નેમાં 1.8 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો, જેમાં રોકાણકારોના 2.26 લાખ કરોડથી વધુ રૂપિયા ડુબી ગયા હતા. 
 

બ્લેક ફ્રાઇડે : કારોબારના અંતિમ દિવસે શેર બજારમાં કડાકો, રોકાણકારોના 2.26 લાખ કરોડ સ્વાહા

નવી દિલ્હીઃ સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં ભારે કડાકો થયો હતો. શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી બંન્નેમાં 1.8 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો, જેનાથી રોકાણકારોને 2.26 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. ક્રિસમસ પહેલા આવેલા આ ઘટાડા બાદ બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલ 145.56 લાખ કરોડથી ઘટીને 143.30 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. બજારમાં ઘટાડો રિયલ્ટી, બેન્કિંગ, આઈટી અને વાહન ક્ષેત્રની મોટી કંપનીઓના શેરમાં નફો બુકિંગ અને વૈશ્વિક બજારના નરમ વલણને કારણે મોટો ઘટાડો થયો હતો. 

સપ્તાહના આધાર પર સેન્સેક્સ 527.96 પોઈન્ટ નીચે
બ્રોકરો અનુસાર અમેરિકા અને ચીન વચ્ચે વધતા તણાવ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા મેક્સિકો પર સુરક્ષા દીવાલ માટે નાણા માંગવાના વિવાદને કારણે અમેરિકામાં ફેડરલ સરકારનું કામકાજ બંધ થવાના ડરથી વોલ સ્ટ્રીટ સહિત એશિયન અને સ્થાનિક બજારમાં ઘટાડો નોંધાયો હતો. વ્યાપારના અંતમાં બંબઈ શેરનો 30 શેરોનો સેન્સેક્સ 689.60 એટલે કે 1.89 ટકા તૂટીને 35,742.07 પોઈન્ટ પર આવી ગયો હતો. તો નિફ્ટી 197.70 પોઈન્ટ કે 1.81 ટકાના નુકસાન સાથે 10,754 પોઈન્ટ પર બંધ થઈ હતી. 

મોટા શેરોમાં થયો ઘટાડો
સેન્સેક્સની કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ, ટીસીએસ, આઈસીઆીસીઆઈ બેન્ક, એચડીએફસી, એચડીએફસી બેન્ક, આઈટીસી, મારૂતી, એલએન્ટી, હિન્દુસ્તાન યૂનિલીવર, એક્સિસ બેન્ક, વિપ્રો અને ઇંડસઇંડ બેન્કના શેર ચાર ટકા સુધી તુટી ગયા હતા. તો બીજીતરફ એનટીપીસી, પાવરગ્રિડ અને કોલ ઈન્ડિયાના શેરમાં એક ટકાનો વધારો થયો હતો. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપમાં પણ ભારે વેંચાણ જોવા મળ્યું હતું. મિડકેપમાં 1.79 ટકા તથા સ્મોલ કેપમાં એક ટકાનો ઘટાડો થયો હતો. 

શેર બજારોના અસ્થાયી આંકડા અનુસાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ગુરૂવારે 386.44 કરોડના શેર વેંચ્યા હતા. તો સ્થાનિક રોકારણકારોએ 87.96 કરોડ રૂપિયા કાઢી લીધા હતા. આ વચ્ચે અંતર બેન્ક વિદેશી વિનિમય બજારમાં ડોલરના મુકાબલે રૂપિયાને 52 પૈસાનું નુકસાન થયું અને 70.22 પ્રતિ ડોલર પહોંચી ગયો હતો. ફ્યુચર્સ ટ્રેડિંગમાં બ્રેંટ ક્રૂડ 0.96 ટકા તૂટીને 53.86 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news