કોરોનાના કહેરથી બજાર બેહાલ, સેન્સેક્સ 2919 અને નિફ્ટી 825 પોઈન્ટના ઘટાડા સાથે બંધ


સેન્સેક્સમાં 2186 કંપનીઓના શેર ઘટાડા અને 175 કંપનીઓના શેરોમાં વધારો જોવા મળ્યો હતો. 1106 કંપનીઓના શેર એક વર્ષની નિચલી સપાટીઓ પહોંચી ગયા હતા. 

કોરોનાના કહેરથી બજાર બેહાલ, સેન્સેક્સ 2919 અને નિફ્ટી 825 પોઈન્ટના ઘટાડા સાથે બંધ

મુંબઈઃ કોરોના વાયરસે વિશ્વભરના શેર બજારોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે અને તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. ગુરૂવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સમાં ઈતિહાસનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તે 34472.5 પર ખુલ્યો હતો. બપોરે 2 કલાકે 40 મિનિટ પર તે સૌથી વધુ 3165 પોઈન્ટ ઘટીને 32531.74 પર આવી ચુક્યો હતો. ક્લોઝિંગ સમયે થોડી સ્થિરતા જોવા મળી હતી. છેલ્લે સેન્સેક્સ  2919.26 પોઈન્ટના ઘટાડા સાથે  32,778.14 પર બંધ થયો હતોય આ પહેલા સેન્સેક્સમાં સૌથી મોટો ઘટાડો આ મહિને 9 માર્ચે આવ્યો હતો, જ્યારે તેમાં 2467 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. નેશનસ સ્ટોક એક્સચેન્જ નિફ્ટીની પણ ગુરૂવારે આજ સ્થિતિ રહી હતી. તે બપોરે 2 કલાક 40 મિનિટ પર ગગડીને 9,508.00 પર પહોંચી હતી. બંધ થવા સમયે તે 825.30 પોઈન્ટના ઘટાડા સાથે 9633.10 પર બંધ થઈ હતી. 

સેન્સેક્સમાં 2186 કંપનીઓના શેર ઘટાડા અને 175 કંપનીઓના શેરોમાં વધારો જોવા મળ્યો હતો. 1106 કંપનીઓના શેર એક વર્ષની નિચલી સપાટીઓ પહોંચી ગયા હતા. 500 કંપનીઓના શેરોમાં લોઅર સર્કિટ લાગી હતી. આ પહેલા સવારે 11 કલાકે સેન્સેક્સ 2600 પોઈન્ટ સુધી નીચે ગયો હતો. 

શું છે ઘટાડાનું કારણ
હકીકતમાં કોરોના વાયરસનો પ્રકોપ વિશ્વમાં વધી રહ્યો છે. આ વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોનાને મહામારી જાહેર કર્યો છે. તેના કારણે અત્યાર સુધી વિશ્વમાં 1.25 લાખ લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. આ ડરને કારણે ભારતે તમામ દેશોના વિઝા રદ્દ કરી દીધા છે તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના તમામ પ્રવાસ રદ્દ કર્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news