આઝાદીના અમૃત મહોત્સવ પર એસબીઆઈએ લોન્ચ કરી ઉત્સવ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ

SBI Utsav FD Scheme: એસબીઆઈએ ટ્વીટ કરી આ ડિપોઝિટ સ્કીમની જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે એસબીઆઈ ઉત્સવ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ પર વધુ વ્યાજ મળશે. 

આઝાદીના અમૃત મહોત્સવ પર એસબીઆઈએ લોન્ચ કરી ઉત્સવ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ

નવી દિલ્હીઃ SBI Utsav Fixed Deposit Scheme: દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. તો સૌથી મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે આ તકે ખાસ ટર્મ ડિપોઝિટ સ્કીમને લોન્ચ કરી છે, જેનું નામ ઉત્સવ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ છે. આ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ થોડા સમય માટે ખુલી છે, જેના પર ડિપોઝિટર્સને વધુ રિટર્ન મળે છે. 

એસબીઆઈએ ટ્વીટ કરી આ ડિપોઝિટ સ્કીમની જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે એસબીઆઈ ઉત્સવ ડિપોઝિટ સ્કીમ લઈને આવ્યું છે, જેમાં રોકાણ પર વધુ વ્યાજ મળશે. એસબીઆઈની ઉત્સવ ડિપોઝિટ સ્કીમમાં રોકાણકારોને 1000 દિવસની એફડી પર 6.10 ટકા વ્યાજ મળશે. તો સીનિયર સિટીઝન્સને 0.50 ટકા વધુ વ્યાજ મળશે. 

— State Bank of India (@TheOfficialSBI) August 14, 2022

એસબીઆઈ ઉત્સવ ડિપોઝિટ સ્કીમ 15 ઓગસ્ટ 2022થી લઈને આગામી 75 દિવસ સુધી ખુલી રહેશે. હાલમાં એસબીઆઈએ 2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટવાળી એફડી પર વ્યાજ દરો વધારવાનો નિર્ણય કર્યો છે, જે 13 ઓગસ્ટ 2022થી લાગૂ થઈ ગયો છે. એસબીઆઈએ તમામ સમગાળાવાળી એફડી પર 15 બેસિક પોઈન્ટ વ્યાજદર વધારવાનો નિર્ણય કર્યો છે. એસબીઆઈએ 1 વર્ષથી 2 વર્ષની એફડી પર વ્યાજ દરને 5.30 ટકાથી વધારી 5.45 ટકા કરી દીધો છે. તો 5થી 10 વર્ષની એફડી પર વ્યાજદરને 5.50 ટકાથી વધારી 5.65 ટકા કરી દીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news