SBI ના ગ્રાહકો માટે અત્યંત મહત્વના સમાચાર, બેંકે જાહેર કર્યા આ 2 ખાસ નંબર, જાણો વિગતો
Trending Photos
નવી દિલ્હી: કોરોનાના સતત વધી રહેલા કેસને જોતા ભારતીય સ્ટેટ બેન્કે પોતાના ગ્રાહકો માટે કોન્ટેક્ટલેસ સર્વિસની શરૂઆત કરી છે. હવે યૂઝર્સ ઘરેબેઠા ફોન પર જ બેન્કના તમામ કામ કરી શકશે.
SBI એ જાહેર કર્યો એક ટોલફ્રી નંબર
SBI એ ટ્વીટ કરીને લખ્યું કે ઘરે રહો સુરક્ષિત રહો, અમે તમારી સેવા કરવા માટે અહીં છીએ. SBI તમને એક સંપર્કરહિત સેવા પ્રદાન કરે છે જે તમારી તત્કાળ બેંકિંગની જરૂરિયાતોને પૂરી કરવામાં તમારી મદદ કરશે. અમારો ટોલફ્રી નંબર 1800 112 211 કે 1800 425 3800 પર કોલ કરો.
Stay safe at home, we are there to serve you. SBI provides you a contactless service that will help you with your urgent banking needs.
Call our toll free number 1800 112 211 or 1800 425 3800.#SBIAapkeSaath #StayStrongIndia #SBI #StateBankOfIndia #IVR #TollFree pic.twitter.com/tRmKnOahfZ
— State Bank of India (@TheOfficialSBI) May 5, 2021
હવે ફોન પર જ મળશે એસબીઆઈની આ સર્વિસ
પોતાની ટ્વીટમાં એસબીઆઈએ એક વીડિયો પણ એટેચ કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આ નંબર પર કોલ કરીને ગ્રાહકોને કઈ કઈ સેવાઓનો લાભ ઘરેબેઠા મળી શકે છે. વીડિયો મુજબ એકાઉન્ટ બેલેન્સ, લાસ્ટ 5 ટ્રાન્ઝેક્શન, એટીએમને બંધ કે ચાલુ કરવું, એટીએમ પીન, કે ગ્રીન પિન જનરેટ કરવો, નવા ATM કાર્ડ માટે અપ્લાય કરવા માટે આ ટોલફ્રી નંબર પર કોલ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે